BMC તો ભારે કામચોર

ઘાટકોપરમાં LBS માર્ગ પરના ખાડા રિપેર કરવાની ટ્રાફિક-પોલીસની ફરિયાદ પણ સુધરાઈએ કાને ન ધરી, પરિણામે ટ્રાફિક-પોલીસે એક ફ્ઞ્બ્ની મદદ માગી અને ફક્ત ૨૪ કલાકમાં કામ થઈ ગયું




રોહિત પરીખ

BMCના અધિકારીઓ પર ફરિયાદોની કોઈ અસર થતી નથી એવો સામાન્ય રીતે જનતાને અનુભવ થાય છે, પણ ઘાટકોપર (વેસ્ટ)માં ખાડાવાળા રોડને રિપેર કરવા માટે ટ્રાફિક-વિભાગે BMCમાં ફરિયાદો કર્યા પછી એને એક બિનસરકારી સંસ્થાની આ કામ માટે મદદ લેવાની જરૂર પડી હતી. ટ્રાફિક-પોલીસે આ સંસ્થાના સંચાલકોને ફોન કરીને કહેવું પડ્યું હતું કે અમે BMCમાં ફરિયાદ કરી-કરીને થાકી ગયા છીએ. હવે આ જગ્યાએ વધુ અકસ્માતો થાય એ પહેલાં તમે અમારી મદદે આવો. આખરે એ સંસ્થાની મધ્યસ્થીથી BMCએ ૨૪ કલાકમાં આ ખાડાવાળા રોડને રિપેર કરી નાખ્યો હતો.

આ વાત છે ઘાટકોપર (વેસ્ટ)માં આવેલી જીવદયા લેનની બહાર આવેલા LBS માર્ગની, જ્યાં ઘણા સમયથી ૨૦ ફુટ જેટલા રોડની હાલત ખરાબ છે. ટ્રાફિક-પોલીસે જણાવ્યા પ્રમાણે રોડની ખરાબ હાલતને લીધે આ જગ્યાએ ત્રણથી વધુ અકસ્માતો થઈ ચૂક્યા છે એટલે આ રોડના રિપેરિંગ માટે ટ્રાફિક-પોલીસે અનેક વાર BMCમાં ફરિયાદો કરી હતી, પરંતુ BMCએ વધુ ઍક્સિડન્ટ ન થાય એટલે સુરક્ષાના પગલારૂપે આ જગ્યાએ બેરિકૅડ્સ મૂકી દીધાં હતાં.

આ બાબતે વધુ માહિતી આપતાં ઘાટકોપરની બિનસરકારી સંસ્થા સિટિઝન્સ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ પ્રમોદ મેનને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસની ફરિયાદો પછી પણ BMCએ કોઈ કાર્યવાહી ન કરી એટલે એક દિવસ આ સ્પૉટ પર ઊભી રહેલી ટ્રાફિક-પોલીસે મને ફોન કરીને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યું કે અમે તો આ રોડ રિપેર કરાવવામાં નિષ્ફળ ગયા છીએ. તમારી સંસ્થા હવે આને માટે BMCને ફૉલોઅપ કરીને કોઈ ઍક્શન લેવડાવે તો સારું. આથી અમે તરત જ આને માટે BMCમાં ફરિયાદ કરી હતી એના પગલે આ ખાડાવાળા રોડને BMCએ ૨૪ કલાકમાં જ રિપેર કરી નાખ્યો હતો.’

આ પહેલાં ‘મિડ-ડે’ને કારણે

આ અહેવાલના ફોટોમાં બે મોટાં ઢાંકણાં પડેલાં દેખાય છે. આ જગ્યાએ બે વર્ષ પહેલાં એક ખાડો પડ્યો હતો અને એમાં એક દિવસ સ્કૂલ-બસ ઊતરી ગઈ હતી. સદ્નસીબે બાળકો બચી ગયાં હતાં. ત્યાર બાદ રાતના સમયે એક બાઇકસવાર ખાડામાં ઘૂસી ગયો હતો અને તેને ઈજા થઈ હતી. સ્થાનિક રહેવાસીઓની અને દુકાનદારોની અનેક ફરિયાદ આ મુદ્દે BMCમાં કરવામાં આવી હતી છતાં BMC તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી. એને પરિણામે આ બાબતનો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર પછી પણ બે વાર BMCએ થૂંકપટ્ટીનું કામ કર્યું હતું એને લીધે ફરી પાછો ખાડો પડી ગયો હતો. ફરીથી ‘મિડ-ડે’એ એનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારથી આજ સુધી ખાડો પૂરીને BMCએ એ જગ્યાએ બે ઢાંકણાં મૂકી દીધાં હતા, જે આજ સુધી એમ ને એમ જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK