BMCના ઇલેક્શનની સૌથી હૉટ સીટ પર BJP અને કૉન્ગ્રેસની સામસામી ફરિયાદોથી પોલીસ પરેશાન

ઘાટકોપર (ઈસ્ટ)ના વૉર્ડ-નંબર ૧૩૨માં સર્જાયેલી તંગદિલીથી પબ્લિક પણ હેરાન

ghatkopar


રોહિત પરીખ

BJP અને કૉન્ગ્રેસની સામસામે ફરિયાદોને કારણે ગઈ કાલે સવારથી સાંજ સુધી ઘાટકોપર (ઈસ્ટ)નો સૌથી શાંત કહેવાતો ગારોડિયાનગર વિસ્તાર પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. એટલું જ નહીં, આ વિસ્તારની અમુક સોસાયટીઓના નિદોર્ષ સભ્યોને પોલીસનો ઠપકો ખાવો પડ્યો હતો.

BMCની ચૂંટણી જાહેર થઈ એના બીજા દિવસથી જ મુંબઈગરાઓની અને રાજનેતાઓની નજર ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગર-રાજાવાડી વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૩૨ પર છે. આ વિસ્તારમાં કૉન્ગ્રેસના પ્રવીણ છેડા અને BJPના પરાગ શાહ વચ્ચે સીધી લડત છે. ગારોડિયાનગરમાં બાર હજારથી વધુ ગુજરાતીઓ છે. ઉપરાંત ૧૩,૪૪૦ મહારાષ્ટ્રિયન, ૪૨૬૪ નૉર્થ ઇન્ડિયન, ૨૫૦૨ સાઉથ ઇન્ડિયન અને નવ હજારથી વધુ ઇતરભાષી લોકો રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં એક પણ ચૂંટણીમાં આ વિસ્તારમાં એવી કોઈ ઘટના બની નથી કે પોલીસે દોડાદોડી કરવી પડે.

જોકે ગઈ કાલે કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રવીણ છેડાની ‘છે’ છાપેલી કૅપ પોલીસ માટે માથાના દુખાવો બની ગઈ હતી. આ બાબતની માહિતી આપતાં ગારોડિયાનગર પાસે હાજર રહેલા એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે પોલીસ કન્ટ્રોલ પર કૉન્ગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ આવી હતી. હજી અમે આ ફરિયાદને કારણે ગારોડિયા સ્કૂલ પાસે પહોંચીએ ત્યાં તો અમને કૉન્ગ્રેસના કાર્યકરની BJPના કાર્યકરો સામે ફરિયાદ મળી હતી. અમારા સિનિયર અધિકારીઓ સહિત છથી સાત પોલીસ-વૅન પોલીસના કાફલા સાથે ગારોડિયા સ્કૂલ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં અમે બન્ને પક્ષોના કાર્યકરોને કન્ટ્રોલ કર્યા હતા અને કૉન્ગ્રેસના કાર્યકરોને ‘છે’ની કૅપ પહેરવાની બંધ કરાવી હતી.’

ત્યાર પછી પણ અનેક ફોનો બન્ને વિરુદ્ધ ફરિયાદો કરવા આવતા હતા એમ જણાવતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘ગારોડિયા સ્કૂલમાં વોટિંગ એકદમ શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું; પણ સ્કૂલની બહાર રોડ પરથી ઘડીકમાં ટેબલની માટે ફરિયાદ તો ઘડીકમાં ખુરસી માટેની ફરિયાદ તો ક્યારેક સિનિયર વર્કરો સામે ફરિયાદ આમ પચીસથી વધુ ફોન આવ્યા હતા. સવારની જેમ બપોરે સાડાત્રણ વાગ્યે પાછું વાતાવરણ બગડી ગયું હતું. એને કારણે પોલીસે ફરીથી આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.’

પોલીસે રાજકીય પક્ષોના કાર્યકરોની સાથે અમને પણ બાનમાં રાખી દીધા હતા એવી ફરિયાદ કરતાં આ વિસ્તારની મહિલાઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા રિલેટિવ્સ સાથે અમારી સોસાયટીના કમ્પાઉન્ડમાં ઊભી હતી ત્યારે પોલીસ આવીને અમારા મેઇન ગેટને કૉર્ડન કરીને ઊભી રહી ગઈ હતી અને અમને કમ્પાઉન્ડમાં ઊભા રહેવા દેતી નહોતી જે ખોટું થયું હતું.’

વૉર્ડ-નંબર ૧૩૨માં મતદાન કેટલું થયું?


વૉર્ડ-નંબર ૧૩૨માં ગઈ કાલે ૬૨.૬૩ ટકા મતદાન થયું હતું. આ વૉર્ડમાં કુલ મતદારો ૪૫,૩૮૮ છે. એમાંથી ગઈ કાલે ૨૮,૪૨૬ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યાં સો ટકા સ્લમવાસી મતદારો છે એ તાનસા પાઇપલાઇનના બૂથ-નંબર ૧૪માં ૭૦.૭૩ ટકા મતદાન થયું હતું. બહુમતી કચ્છી અને ગુજરાતી વસ્તી ધરાવતા ટિળક રોડના બૂથ-નંબર ચારમાં ૬૯.૨૪ ટકા મતદાન થયું હતું. અગાઉની ચૂંટણીની સરખામણીમાં આ વખતે ગુજરાતીઓમાં અને સ્લમવિસ્તારોમાં જાગરૂકતા વધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK