મિડ-ડેના અહેવાલ પછી ઘાટકોપરમાં BMC ને રેલવે-પોલીસે સ્કાયવૉક પરથી ફેરિયાઓને હટાવી લીધા

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશને મિડ-ડેના અહેવાલનો ઉલ્લેખ કરીને સ્કાયવૉક અને બ્રિજ પરથી ફેરિયાઓ તથા ભિક્ષુકોને હટાવવાની પ્રશાસન પાસે માગણી કરી

fly over


રોહિત પરીખ

ઘાટકોપર રેલવે-સ્ટેશન સાથેના સ્કાયવૉક પરથી BMC અને રેલવે-પોલીસે ભેગાં મળીને સ્કાયવૉક પર બેઠેલા ફેરિયાઓને ગઈ કાલના ‘મિડ-ડે’ના અહેવાલ પછી સવારે જ હટાવી દીધા હતા, પરંતુ સાંજ પડતાં ફેરિયાઓના સ્થાને ભિક્ષુકો બેસી ગયા હતા. બીજી તરફ ગઈ કાલના ‘મિડ-ડે’ના આ અહેવાલનો ઉલ્લેખ કરીને ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશને હાઈ કોર્ટના આદેશની યાદ અપાવીને સ્કાયવૉક અને ફુટ ઓવર બ્રિજ પર બેસતા ફેરિયાઓ તથા ભિક્ષુકોને હટાવીને સ્કાયવૉક અને રેલવેનો બ્રિજ અતિક્રમણમુક્ત કરવાની માગણી કરી છે.

આ બાબતે ફેડરેશને ગઈ કાલે ફુટ ઓવર બ્રિજ પરથી હટીને સ્કાયવૉક પર જમાવટ કરી રહેલા ફેરિયાઓ સંબંધે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રેલવે-મિનિસ્ટર પીયૂષ ગોયલ, BMCના કમિશનર અને મુંબઈના પોલીસ-કમિશનરને લખેલા પત્ર સાથે ‘મિડ-ડે’ના અહેવાલની કૉપી મોકલીને સ્પષ્ટ કર્યું હતું કે ‘હાઈ કોર્ટે ૨૦૧૦માં આદેશ આપ્યો હતો કે સ્કાયવૉક ફક્ત રાહદારીઓના ઉપયોગ માટે જ છે. આ આદેશની કૉપી ફેડરેશન પાસે છે. આ આદેશ મુજબ સ્કાયવૉક પર ફેરિયાઓ કે ભિક્ષુકો ન બેસી શકે. એથી પોલીસ અને BMCએ આ બાબતે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ અને સ્કાયવૉક તથા રેલવે ફુટ ઓવર બ્રિજનો ફક્ત રાહદારીઓ તથા રેલવે-પ્રવાસીઓ સુવિધાપૂર્વક ઉપયોગ કરી શકે એનું ધ્યાન રાખવું જોઈએ.’

ફેડરેશને એની ફરિયાદમાં પ્રશાસનને કહ્યું હતું કે ‘એલ્ફિન્સ્ટન રોડની ૨૯ સપ્ટેમ્બરની દુર્ઘટના પછી રેલવે-પ્રશાસન અને BMCએ ફુટ ઓવર બ્રિજ પર બેસતા ફેરિયાઓ સામે તાત્કાલિક ઍક્શન લઈને ખૂબ સારું કામ કર્યું છે. જોકે ફેરિયાઓ બ્રિજ પરથી સ્કાયવૉક પર જતા રહીને એક જગ્યાનું દૂષણ બીજી જગ્યાએ ફેરવી રહ્યા છે જે બાબત ગઈ કાલે ‘મિડ-ડે’ના અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવી હતી. આમ ફેરિયાઓ રેલવે-પ્રશાસન અને BMCને સંતાકૂકડી રમાડી રહ્યા છે. ફેરિયાઓની આવી રમત બંધ થવી જોઈએ. હાઈ કોર્ટના આદેશ પ્રમાણે સ્કાયવૉક પર ફેરિયાઓ કે અન્ય કોઈ પ્રકારનું અતિક્રમણ ગેરકાયદે છે.’

આમ છતાં ફેરિયાઓ-ભિક્ષુકો કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને સ્કાયવૉક પર તેમના અડ્ડા જમાવી રહ્યા છે એમ જણાવતાં ફેડરેશને કહ્યું હતું કે ‘પોલીસ અને BMCએ આ બાબતે જરૂરી પગલાં લઈને રેલવેના ફુટ ઓવર બ્રિજ અને સ્કાયવૉક ફક્ત રેલવેના પ્રવાસીઓ તથા રાહદારીઓ જ ઉપયોગ કરી શકે એ રીતે અતિક્રમણમુક્ત રાખવા જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK