સોસાયટીની ગેરકાયદે કનડગત સામે BMCને હાઈ કોર્ટમાં ફરી લપડાક

ઘાટકોપરની સોસાયટીનો વિજય : પાણીની સપ્લાય ફરીથી શરૂ કરવાનો અદાલતનો આદેશ

રોહિત પરીખ

BMCના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ અને બિલ્ડરોની સાઠગાંઠને લીધે જૂના બિલ્ડિંગને જર્જરિત જાહેર કરવાની BMCની રમત ભાડૂતો કાયદાકીય લડત લડવા મેદાનમાં પડે ત્યારે ખુલ્લી પડી જતી હોય છે. આમ છતાં BMCના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ આજે પણ મુંબઈ અને ઉપનગરોમાં આ રમત મોટા પાયે રમી રહ્યા છે, જેને કારણે આ અધિકારીઓને કોર્ટની ટીકાના ભોગ બનવું પડે છે. ગઈ કાલે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ઘાટકોપરની એક સોસાયટીની BMC સામે કાયદાકીય જીત થઈ હતી.

ઘાટકોપર (ઈસ્ટ)ના નાથ પૈ નગરમાં આવેલા ચાર બિલ્ડિંગની બનેલી ૬૦ ફ્લૅટ-ઓનરની પ્રજા કો-ઑપરેટિવ સોસાયટીને એપ્રિલ-૨૦૧૪ની સાલમાં BMCએ એ બિલ્ડિંગો અતિજોખમી છે એવી નોટિસ આપી હતી, જેની સામે જાન્યુઆરી-૨૦૧૬માં સોસાયટીએ કરાવેલો સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ એવો આવ્યો હતો કે બિલ્ડિંગો જોખમી નથી, રિપેર થઈ શકે એવાં છે. આવો જ રિપોર્ટ ૨૦૦૯ની સાલમાં પણ સોસાયટીના અન્ય સ્ટ્રક્ચરલ ઑડિટરે આપ્યો હતો. આમ છતાં BMCએ ૨૦૧૭ની ૧૫ નવેમ્બરે સોસાયટીના સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટને માન્ય રાખ્યા વગર જ સોસાયટીની પાણીની લાઇન કાપી નાખી હતી, જેની સામે સોસાયટી કોર્ટમાં ગઈ હતી.

આ બાબતની માહિતી આપતાં સોસાયટીના ઍડ્વોકેટ અંકિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીની બિલ્ડિંગો અતિજોખમી હોવાનો માર્ચ-૨૦૧૪માં VJTIએ રિપોર્ટ આપ્યો હતો, જેની સામે જુલાઈ-૨૦૧૪માં સોસાયટીના સ્ટ્રક્ચરલ ઓડિટરે રિપોર્ટ આપ્યો હતો કે બિલ્ડિંગ રિપેર થઈ શકે એવી પરિસ્થિતિમાં છે, પરંતુ BMCએ સોસાયટીના સ્ટ્રક્ચરલ રિપોર્ટને માન્ય રાખવાને બદલે આૉગસ્ટ-૨૦૧૪ની સાલમાં સોસાયટીને બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપી હતી. સામાન્ય કાયદા પ્રમાણે જ્યારે BMC અને સોસાયટીના સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં સામ્યતા ન હોય અને એને લીધે વિવાદ થતો હોય તો BMCએ આ મૅટર ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીને સોંપીને ફરીથી તટસ્થ સંસ્થા પાસે સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવવો જોઈએ, પરંતુ કોર્ટના આદેશ છતાં BMCએ આ મૅટર ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીને મોકલવાની કોઈ કાર્યવાહી કરી નહોતી. એને બદલે ઘાટકોપરનો વિસ્તાર જે BMCના વૉર્ડ હેઠળ આવે છે એ N-વૉર્ડે નવેમ્બર-૨૦૧૭માં BMCએ સોસાયટીની પાણીની લાઇન કાપી નાખી હતી, જેને લીધે ૬૦ ફ્લૅટ-ઓનરો મુશ્કેલીમાં આવી ગયા હતા.’

ગઈ કાલે હાઈ કોર્ટે BMCને સોસાયટીના રહેવાસીઓને તરત જ પાણી આપવાનો આદેશ આપ્યો હતો. આ માહિતી આપતાં સોસાયટીના સેક્રેટરી મનજિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી લડતમાં અમને સફળતા મળી હતી અને BMCની અંદર ચાલતી ભ્રષ્ટાચારની નીતિ ખુલ્લી પડી ગઈ હતી. કોર્ટે BMCને આકરા શબ્દોમાં આ નીતિ બંધ કરવા કહ્યું હતું. અમારી સોસાયટીના રિપેરિંગ બાબતનો ચુકાદો જાન્યુઆરી-૨૦૧૮માં આવશે, પરંતુ એ પહેલાં કોર્ટે BMCને અમારી  પીવાના પાણીની લાઇન તાત્કાલિક જોડી આપવાનો ગઈ કાલે આદેશ આપ્યો હતો. આમ છતાં BMCના અધિકારીઓ ગઈ કાલે પ્રૉપર વ્યવસ્થા વગર પાણીની લાઇનનું જોડાણ કરવા આવ્યા હતા, જેને લીધે BMCના અધિકારીઓ સાથે અમારો વાદવિવાદ થઈ ગયો હતો. જોકે ત્યાર પછી અમને ગઈ કાલે મોડી રાતે પીવાનું પાણી મળ્યું હતું.’

સપ્ટેમ્બરમાં પણ BMC હારી હતી

આ પહેલાં ઘાટકોપર (ઈસ્ટ)માં સ્ટેશન પાસે આવેલા દામજી સદનના રહેવાસીઓની સપ્ટેમ્બર મહિનામાં BMCની સામે આવા જ મુદ્દો પર જીત થઈ હતી. BMCએ આ બિલ્ડિંગને અતિજોખમી જાહેર કર્યું હતું. ત્યાર બાદ BMCએ રાતોરાત આ બિલ્ડિંગનો અમુક ભાગ તોડી પાડ્યો હતો અને પાણીની લાઇન કાપી નાખી હતી. આ સમયે આ બિલ્ડિંગના રહેવાસીઓએ BMCની કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો. રહેવાસીઓ લિટરલી BMCના અધિકારીઓ સામે રડી પડ્યા હતા. આમ છતાં BMC એના મનસ્વી નિર્ણય પર મક્કમ રહી હતી અને ૬ સપ્ટેમ્બરે રાતે બે વાગ્યા સુધી કાર્યવાહી કરીને આ બિલ્ડિંગનો અમુક ભાગ તોડી પાડ્યો હતો. જેને લીધે દામજી સદનના રહેવાસીઓ બેઘર બની ગયા હતા. ત્યાર પછી આ રહેવાસીઓ કોર્ટમાં ગયા હતા. કોર્ટે જે બિલ્ડિંગને BMCએ અતિજોખમી જાહેર કર્યું હતું એના સ્ટ્રક્ચરલ રિપોર્ટને ખોટો સાબિત કરી દામજી સદનના રહેવાસીઓને બિલ્ડિંગને રિપેર કરવાની પરવાનગી આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK