ગારોડિયાનગર પ્રાઇવેટ લેઆઉટમાંથી નીકળી ગયું હવે મળશે BMCની તમામ સર્વિસિસનો લાભ

ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે રહેવાસીઓને આપેલો વાયદો પૂરો કર્યો : હોમ મિનિસ્ટર પ્રકાશ મહેતા આજે રોડ, ફુટપાથ વગેરેના રિનોવેશનનું ભૂમિપૂજન કરશે

ghatkopar

રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલું ગારોડિયાનગર ચાલીસ વર્ષ પછી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને ઘાટકોપર (ઈસ્ટ)ના BJPના વિધાનસભ્ય અને રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાની ભારે જહેમતને કારણે પ્રાઇવેટ લેઆઉટમાંથી મુક્ત થયું હતું. આજે રાતે આઠ વાગ્યે આ વિસ્તારનાં રોડ, ફુટપાથ, ડ્રેનેજ અને સિવરેજના રિનોવેશનનું પ્રકાશ મહેતાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.

સિમેન્ટ-કૉન્ક્રીટના બનનારા આ રસ્તાઓ માટે કુલ્લ સત્તાવીસ કરોડ ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જેમાંથી નવ કરોડ દસ લાખ રૂપિયા મહારાષ્ટ્ર સરકારે આપ્યા હતા, જ્યારે BMC તરફથી અઢાર કરોડ ત્રીસ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ બાબતની માહિતી આપતાં ઘાટકોપર (ઈસ્ટ)ના BJPના અધ્યક્ષ રમેશ મોરબિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગારોડિયાનગરના બસોથી વધુ સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લાં ચાલીસ વર્ષથી પ્રાઇવેટ લેઆઉટને કારણે સારા રોડ અને સિવરેજ સિસ્ટમ મેળવી શકતા નહોતા. જોકે ૧૯૯૦ની સાલથી પ્રકાશ મહેતાએ પ્રાઇવેટ લેઆઉટ સામે જોરદાર લડત ચલાવી હતી, જેના પરિણામે સરકારે આ વિસ્તારના રસ્તાઓ અને સિવરેજના સુધારા માટે ગ્પ્ઘ્ની સાથે ૩૩ ટકા ખર્ચ આપવાની તૈયારી બતાવી હતી. ૨૦૧૬ની ૨૯ ડિસેમ્બરે ઘાટકોપરમાં આવીને દેવેન્દ્ર ફડણવીસે ગારોડિયાનગરના રહેવાસીઓને વાયદો કર્યો હતો કે ગારોડિયાનગરના વિકાસની સંપૂર્ણ જવાબદારી મારી છે. જે વાયદો તેમણે પૂરો કરીને ગારોડિયાનગરને પ્રાઇવેટ લેઆઉટમાંથી મુક્ત કર્યું હતું.’

રસ્તાના રિનોવેશન માટે BMCએ પહેલાં ૩૩ ટકા ખર્ચ રહેવાસીઓને માથે નાખવાનો નિર્ણય લીધો હતો. એ બાબતની સ્પષ્ટતા કરતાં રમેશ મોરબિયાએ કહ્યું હતું કે ‘પ્રકાશ મહેતાએ આ પ્રપોઝલનો સખત વિરોધ કર્યો હતો. તેમણે સરકાર સામે સ્થાનિક રહેવાસીઓ પર આ ખર્ચનો બોજો ન આવે એના માટે રસ્તો શોધવા કહ્યું હતું. આખરે સરકારે રહેવાસીઓના ભાગનો ખર્ચ સરકાર તરફથી ભોગવવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે ગારોડિયાનગરના સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તાઓ, ફુટપાથો, સિવરેજ લાઇનના રિનોવેશનના સત્તાવીસ કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચમાંથી BMCએ અઢાર કરોડ ત્રીસ લાખ રૂપિયા અને મહારાષ્ટ્ર સરકારે નવ કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચની જવાબદારી માથે લીધી હતી. મહારાષ્ટ્ર સરકારે એના ભાગના હિસ્સાની રકમ એક મહિના પહેલાં જ BMCમાં જમા કરાવી દીધી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK