ફેરિયાઓને બદલે મંદિરો પર ત્રાટકી રહેલાં BMCનાં ઑફિસર સામે મંડાઈ રહ્યો છે મોરચો

ઘાટકોપરમાં છેલ્લા બે મહિનામાં BMCએ અમુક ગેરકાયદે બાંધકામોને તોડવાના શરૂ કર્યા છે જેમાં ફુટપાથ પર આવેલાં મંદિરોને પણ બક્ષવામાં આવતાં નથી.

klapse

આથી ઘાટકોપરના અમુક રાજકીય પાર્ટીના કાર્યકરો ઘાટકોપર BMCના વૉર્ડ હેઠળ આવે છે એ N વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ભાગ્યશ્રી કાપસેની બદલી કરાવવાના મૂડમાં આવી ગયા છે.

આ કાર્યકરોએ વાઇરલ કરેલા મેસેજમાં કહ્યું છે કે ‘અત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને BJPની સરકાર છે. હિન્દુત્વનો નારો દેનારી આ સરકારના રાજમાં મંદિરો તૂટી રહ્યાં છે એ એક શરમજનક ઘટના છે. BMCના અધિકારીઓમાં તાકાત હોય તો રોડ પર આવેલી કોઈ અન્ય ધર્મની ઇમારતને હાથ લગાડીને બતાવે. આ સિવાય ઘાટકોપરમાં ફેરિયાઓની સંખ્યા ઘટવાને બદલે દિનપ્રતિદિન વધતી જાય છે.’

આ કાર્યકરોને બાદ કરતાં ઘાટકોપરના અનેક જાગરૂક નાગરિકોમાં પણ રોષ ફેલાયો છે. આ નાગરિકોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે ઘણા સમયથી BMCમાં ઘાટકોપરના ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલો સામે ફરિયાદ કરી છે, પણ BMCએ આજદિન સુધી એક પણ જગ્યાએ કડક કાર્યવાહી કરી ન હોવાથી ફેરિયાઓ રીઢા થઈ ગયા છે. તેમને હવે કોઈનો ડર લાગતો નથી. BMCની વૅન આવે એટલે થોડી વાર રોડ પરથી હટી જાય છે. વૅન જેવી જાય એવા તરત જ તેમના સેટઅપ ફરીથી કરી લે છે.’

jivdaya

હાઈ કોર્ટનો આદેશ છે એમ કહીને BMC મંદિરો તોડી રહી છે એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘BMCને ફેરિયાઓ પાસેથી હપ્તા મળે છે, જ્યારે મંદિરોમાંથી એક રૂપિયો પણ મળતો નથી. આથી ત્યાં કાયદાની અને હાઈ કોર્ટના આદેશની વાતો કરીને લોકોનો વિરોધ હોવા છતાં પણ મંદિરોના તોડકામ કરે છે જેની સામે શનિવારે ઘાટકોપર-ઈસ્ટની હિંગવાલા લેન પાસે આવેલા બાબલી પાડાના રહેવાસીઓએ સખત વિરોધ કરતાં BMCએ આ વિસ્તારના ૧૭ લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આમ છતાં, લોકોએ ત્યાંના શ્રી સિદ્ધેશ્વર ગણેશ મંદિરને તોડવા આપ્યું નહોતું.’

ઘાટકોપરમાં ગેરકાયદે કામોની ફરિયાદ લઈને જઈએ તો એમ કહેવામાં આવે છે કે આ વિસ્તારના રહેવાસીઓને ફરિયાદ કરવા કહો. આ સંદર્ભમાં જાગરૂક નાગરિકોની ટીમે કહ્યું હતું કે ‘BMCમાં જ્યારે પણ ફેરિયાઓ કે બીજાં ગેરકાયદે બાંધકામો માટે ફરિયાદ કરવા જઈએ ત્યારે સ્પષ્ટ કહેવામાં આવે છે કે તમે ત્યાંના સ્થાનિક રહેવાસીઓને આ બાબતમાં ફરિયાદ કરવાનું કહો. તમે બીજા વિસ્તારની ફરિયાદ કરી શકો નહીં એમ કહીને એ ફરિયાદ પર ધ્યાન આપવામાં આવતું નથી.’

આ ભ્રષ્ટાચારી અધિકારીઓની કાર્યવાહીની માહિતી આપતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘શનિવારે BMCની અતિક્રમણ વિભાગની વૅન ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનમાં ફેરિયાઓ પર કાર્યવાહી કરવા ગઈ હતી. આ વૅનના અધિકારીઓએ ફેરિયાઓ હટાવ્યાની બીજી જ પળે ફેરિયાઓ તેમની જગ્યા પર ગોઠવાઈ ગયા હતા. એ સમયે આ વૅનના અધિકારીઓએ ફેરિયાઓને કહ્યું હતું કે સોમવારે આવીને મૅડમને મળીને સેટલમેન્ટ કરી જજો. આવા અધિકારીઓ ફેરિયાઓ પર શું કાર્યવાહી કરવાના એ સમજી શકાય એવી વાત છે.’

rally

અમુક ફેરિયાઓએ તો નવી જગ્યા લઈને એમાં બિઝનેસ પણ શરૂ કરી દીધો છે એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘આ ફેરિયાઓ હવે રોડ પરની રેંકડી બંધ કરશે એવું સૌને લાગતું હતું, પરંતુ તેમણે કમર્શિયલ જગ્યા લઈને એમાં હોટેલ શરૂ કરી, પણ રેંકડી બંધ કરી નથી.’

જેટલી BMCમાં ફરિયાદો કરી એટલા ફેરિયાઓ રોડ પર વધી ગયા છે એ બાબતમાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘ફક્ત હિંગવાલા લેનના રહેવાસીઓએ અત્યાર સુધીમાં જીત મેળવી છે. એ વિસ્તારમાં બે મહિના પછી પણ હજી સુધી માર્કેટ ખૂલી શકી નથી, જ્યારે બાકીના વિસ્તારોમાં ફેરિયાઓમાં વધારો થયો છે.’

આવા સંજોગોમાં ભાગ્યશ્રી કાપસેની બદલી થવી જરૂરી છે એમ જણાવતાં રાજકીય પાર્ટીના કાર્યકરોએ કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ મહિનામાં ઘાટકોપરમાં BMC તરફથી વખાણવાલાયક કોઈ પણ ઍક્શન લેવાઈ નથી. ઘાટકોપર-વેસ્ટના સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની હોનારત BMCમાં ચાલતા ભ્રષ્ટાચારનું બેસ્ટ ઉદાહરણ છે. આ હોનારત માટે જવાબદાર એક પણ BMCના અધિકારીની હજી સુધી પોલીસે ધરપકડ કરી નથી કે BMCના ઉચ્ચ અધિકારીઓએ કોઈ ઍક્શન લીધી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK