BMCના અધિકારીઓ નોટિફિકેશન લઈને આવશે તો જ અમે દંડ ભરીશું

ઘાટકોપરના દુકાનદારોએ રવિવારની અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળની સભામાં લીધો કડક નિર્ણય, કહ્યું...

BMC

રોહિત પરીખ

પ્લાસ્ટિકબંધી માટે ત્રણ મહિનાથી શાંત બેઠેલા દુકાનદારો અને વેપારીઓમાં ૨૩ જૂનથી BMCએ શરૂ કરેલી દંડાત્મક કાર્યવાહી સામે વિરોધ અને આક્રોશ વધી રહ્યો છે. દુકાનદારોએ કહ્યું હતું કે ‘સરકાર હજી પ્લાસ્ટિકની કઈ આઇટમો પર પ્રતિબંધ છે એ બાબતમાં સ્પષ્ટ નોટિફિકેશન બહાર પાડી શકી નથી. એટલું જ નહીં, BMCએ વરલીમાં યોજેલા ત્રણ દિવસના એક્ઝિબિશનમાં પણ પૅકિંગ મટીરિયલ માટેના વિકલ્પો દર્શાવવામાં આવ્યા નહોતા. આવા સમયે BMCના અધિકારીઓ દુકાનદારો પર બળજબરથી દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે જે દુકાનદારોના હક પર એક પ્રકારનો અત્યાચાર અને અન્યાય છે.’

આવા જ મુદ્દાઓને લઈને રવિવારે રાતના નવ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર હૉલમાં અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળે ઘાટકોપરના દુકાનદારોની એક સભાનું આયોજન કર્યું હતું. એમાં વેપારીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને સરકારની દબાણભરી નીતિનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. સરકાર જ્યાં સુધી પ્લાસ્ટિક પરના પ્રતિબંધમાં કઈ આઇટમોને આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી છે એનો ૧૦૦ ટકા ખુલાસો ન કરે ત્યાં સુધી સરકાર અને BMCએ દંડાત્મક કાર્યવાહી બંધ કરવી જોઈએ એવી જોરદાર માગણી આ સભામાં દુકાનદારોએ કરી હતી. દુકાનદારોએ માગણી કરી હતી કે BMCના અધિકારીઓ અમારી પાસે સરકારી નોટિફિકેશન લઈને આવશે તો જ અમે દંડ ભરીશું, નહીંતર તેમનો સામૂહિક વિરોધ કરવામાં આવશે.

આ બાબતની માહિતી આપતાં અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના સેક્રેટરી દીપક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યંત હતું કે ‘અમે સરકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધના ૨૦૦૬ની સાલના કાયદા સાથે સંપૂર્ણ રીતે સહમત છીએ, પરંતુ ૨૦૧૮ની સાલના કાયદામાં રહેલી ત્રુટિઓની બાબતમાં સરકાર અને એની એક્સપર્ટ કમિટી હજી અસમંજસમાં છે. થોડા દિવસ પહેલાં જ એક્સપર્ટ કમિટીએ પૅકિંગ મટીરિયલમાં વેપારીઓને છૂટછાટ આપવાની વાત પણ ઉચ્ચારી હતી. જોકે ત્યાર પછી આ બાબતમાં સરકાર તરફથી કોઈ જ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. આવા સંજોગોમાં BMCએ દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે દુકાનદારોને માર્ગદર્શન આપવા માટે સક્રિય બનવું જોઈએ.’

BMCનાં ડેપ્યુટી કમિશનર નિધિ ચૌધરીએ ૨૩ જૂને સ્પષ્ટ કર્યું હતું કે BMCના અધિકારીઓ દ્વારા જ્યાં સુધી સરકાર તરફથી પ્રતિબંધિત આઇટમો સંબંધી ફાઇનલ સ્પષ્ટતા કરવામાં નહીં આવે ત્યાં સુધી નાના રીટેલરો અને સામાન્ય નાગરિક પર કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં એમ જણાવતાં અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના સક્રિય કાર્યકર હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCનાં અધિકારી નિધિ ચૌધરીના આ ખુલાસા પછી પણ ગઈ કાલ સુધી BMCના અધિકારીઓ ચેમ્બુર, મુલુંડ અને અન્ય ઉપનગરોમાં પૅકિંગ મટીરિયલ માટે દુકાનદારો પાસેથી દંડ વસૂલ કરી રહ્યા છે જે અમારી સાથે અન્યાયરૂપ છે. આ પ્રકારની દંડાત્મક કાર્યવાહી તાત્કાલિક બંધ થવી જોઈએ.’

અમે ઘાટકોપરના દુકાનદારો પર દંડાત્મક કાર્યવાહી સ્થગિત કરવા માટે ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા BMCના N વૉર્ડના ઑફિસરને વિનંતી કરતો પત્ર લખ્યો છે એમ જણાવીને અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના પ્રમુખ પ્રેમજી ઘેલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પત્રમાં અમે જ્યાં સુધી સરકાર તરફથી ફાઇનલ નોટિફિકેશન પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી દંડાત્મક કાર્યવાહી સ્થગિત કરવાનો વૉર્ડ-ઑફિસરને અનુરોધ કર્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK