સરકારી કામમાં હસ્તક્ષેપ કરવા બદલ ઘાટકોપરના દુકાનદારો સામે BMCએ કરી પોલીસમાં ફરિયાદ

ઘાટકોપરમાં ગઈ કાલે BMCનાં અસિસ્ટન્ટ કમિશનર ડૉ. સંગીતા હસનાણીએ પ્લાસ્ટિકબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરેલી દંડાત્મક કાર્યવાહીનો ઘાટકોપરના દુકાનદારોએ વિરોધ કરીને હસ્તક્ષેપ કર્યો હતો.

ghatkopar

રોહિત પરીખ

પરિણામે BMCના N-વૉર્ડના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના સેક્રેટરી દીપક છેડા સામે સરકારી કામમાં હસ્તક્ષેપ કરવા બદલ ઘાટકોપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેની સામે અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળે BMCના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બળજબરીથી કાયદાની વિરુદ્ધ દુકાનદારો પાસેથી દંડ વસૂલ કરી રહ્યા છે એવી ફરિયાદ કરી છે.

ગઈ કાલે સાંજે ત્રણ વાગ્યા પછી BMCનાં અસિસ્ટન્ટ કમિશનર ડૉ. સંગીતા હસનાણીની આગેવાનીમાં N-વૉર્ડના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઘાટકોપરમાં રીટેલ દુકાનદારોને ત્યાં પ્લાસ્ટિકબંધીના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ રેઇડ પાડી હતી જેમાં ઘાટકોપર (ઈસ્ટ)માં પૂજાની સામગ્રીની એક દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને થમોર્કોલનો જથ્થો મળી આવતાં દુકાનદાર પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ઘાટકોપરમાં રેઇડ શરૂ થયાના સમાચાર દુકાનદારોમાં ફેલાતાં જ ૧૨૦૦થી વધુ દુકાનદારો ઘાટકોપર હવેલી બ્રિજ નજીક ચાલી રહેલી રેઇડનો વિરોધ કરવા જમા થયા હતા. દુકાનદારોએ BMCની દંડાત્મક કાર્યવાહીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને BMC હાય-હાયના નારા ઉચ્ચાર્યા હતા. આ સમયે જ સંગીતા હસનાણીએ દુકાનદારોને તેમના કાર્યમાં હસ્તક્ષેપ કરવાને બદલે સાથ આપવાની અપીલ કરી હતી. સંગીતા હસનાણીએ વેપારીઓને કહ્યું હતું કે તમારી દુકાનોમાં પ્લાસ્ટિક હોય તો અમને સોંપી દો, અમને કોઈ જ દંડાત્મક કાર્યવાહીમાં રસ નથી. આમ છતાં દુકાનદારોએ તેમનો વિરોધ બંધ નહોતો કર્યો.

ગઈ કાલની રેઇડ અને BMCના અધિકારીઓની દાદાગીરી બાબતમાં દીપક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે રેઇડની શરૂઆત જ ખોટી સિસ્ટમમાં કરવામાં આવી હતી. ગઈ કાલે સૌથી પહેલાં પંતનગરના એક કરિયાણાના દુકાનદાર પર પૉલિપ્રૉપિલીનની બૅગ માટે દંડની વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર પૉલિપ્રૉપિલીન બૅગ માટે આખરી નિર્ણય લેશે નહીં ત્યાં સુધી આ બૅગ માટે કોઈ નાના રીટેલરો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે. એને બદલે પંતનગર પછી ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં એક ઑલ્ટરેશનવાળાની નાની દુકાનમાં અધિકારીઓ ઘૂસી ગયા હતા. તેની દુકાનમાંથી ઘરાકો ઑલ્ટરેશન માટે આપી ગયેલાં કપડાં માટે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ બનાવોની માહિતી ઘાટકોપરના દુકાનદારોમાં પ્રસરતાં જ દુકાનદારો આક્રોશમાં આવી રોડ પર ઊતરી આવ્યા હતા.’

ત્યાર પછી BMCના અધિકારીઓની ટીમ ઘાટકોપર (વેસ્ટ)ના એક સાડીના સ્ટોરમાં ગઈ હતી, જ્યાં પણ તેમને પ્લાસ્ટિકનો જથ્થો મળતાં દંડની પાંચ હજાર રૂપિયાની રકમની માગણી કરી હતી. જોકે દુકાનદારે અને જમા થયેલા દુકાનદારોએ આ માગણીનો વિરોધ કરીને ટીમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. એથી ઉશ્કેરાયેલા અધિકારીઓએ તરત જ ઘાટકોપર પોલીસને બોલાવી હતી. આમ છતાં દુકાનદારોનો વિરોધ ચાલુ જ રહ્યો હતો.

આ બનાવ પછી ઉશ્કેરાયેલા દુકાનદારોએ સંગીતા હસનાણી પાસે સરકારી નોટિફિકેશનની માગણી કરી હતી. આ સંદર્ભમાં દીપક છેડાએ કહ્યું હતું કે ‘અમને નોટિફિકેશન બતાવવાનો ઇનકાર કરવામાં આવતાં અમે પણ દંડ ભરવાનો ઇનકાર કર્યો હતો. અમે સંગીતા હસનાણીને કહ્યું હતું કે અમારી સામે પોલીસમાં ફરિયાદ કરો, પણ અમે કોઈ પણ સંજોગોમાં દંડ તો નહીં જ ભરીએ. અમારા આ નિવેદનથી સંગીતા હસનાણી નારાજ થઈ ગયાં હતાં અને ગુસ્સામાં ત્યાંથી જતાં રહ્યાં હતાં.’

ત્યાર પછી સંગીતા હસનાણીના માર્ગદર્શન હેઠળ BMCના અધિકારીઓની ટીમ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં પહોંચી હતી, જ્યાં તેમણે સરકારી કામમાં હસ્તક્ષેપ કરવા  બદલ દીપક છેડા અને અન્યો સામે FIR કર્યો હતો, જેની સામે દુકાનદારોએ પણ ક્રૉસ FIR કરવાની જીદ કરી હતી, પરંતુ દુકાનદારોએ BMCના અધિકારીઓની ટીમ સામે ફક્ત લેખિતમાં અરજી આપીને સંતોષ માનવો પડ્યો હતો.

પોલીસ-સ્ટેશનમાંથી બહાર આવ્યા પછી અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળ તરફથી ત્યાં જમા થયેલા દુકાનદારોને જણાવવામાં આવ્યું હતું કે ‘BMCના અધિકારીઓની આ જ રીતે દાદાગીરી અને કાર્યવાહી ચાલતી રહેશે તો નાછૂટકે ઘાટકોપર બંધ કરવું પડશે. અમે પર્યાવરણ બચાવવાના વિરોધી નથી. અમે ૨૦૦૬ની સાલના કાયદાનો વિરોધ નથી કરતા, પરંતુ ૨૦૧૮ના કાયદામાં રહેલી ક્ષતિઓને દૂર કરવાની સરકારને ભલામણ કરી રહ્યા છીએ. અમારી વાત સાંભળવાને બદલે સરકાર બળજબરીથી દુકાનમાં ઘૂસીને જો દંડાત્મક કાર્યવાહી કરાવશે તો અમે અમારો બિઝનેસ બંધ કરી દઈશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK