BMC પાસે ફન્ડ ન હોય તો સ્વખર્ચે રોડ રિપેર કરીએ

સોમૈયા ગ્રાઉન્ડની બહાર બે વર્ષથી જમીનમાં નીચે ઊતરી ગયેલા રોડને રિપેર કરવા માટે BMC કોઈ જ કાર્યવાહી કરતી ન હોવાથી આવા શબ્દોમાં સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કર્યો આક્રોશ

BMC

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના સોમૈયા ગ્રાઉન્ડની બહારનો રોડ જમીનમાં નીચે ઊતરી ગયો છે. આ રોડ નીચે ઊતરી જવાથી આ વિસ્તારમાં ટ્રાફિક સ્લો થઈ જાય છે અને જૅમ પણ થાય છે. આ રોડને રિપેર કરવા માટે BMC કોઈ જ કાર્યવાહી કરતી ન હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક રહેવાસી ગોપાલ પારેખ આક્રોશભર્યા શબ્દોમાં કહે છે કે BMC કોઈ કાર્યવાહી કરવા અસમર્થ હોય તો હું મારા સ્વખર્ચે રોડનું રિપેરિંગ કરવા તૈયાર છું.

સોમૈયા ગ્રાઉન્ડ નંબર ચાર અને પાંચની બહારનો રોડ જમીનમાં નીચે બેસી ગયો છે. આ રોડ પેવર બ્લૉક્સનો બનેલો છે. આ બાબતની માહિતી આપતાં આ વિસ્તારના રહેવાસી ગોપાલ પારેખે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રોડની બદતર હાલત એક-બે દિવસથી નથી. છેલ્લાં બે વર્ષથી રોડ આ હાલતમાં છે છતાં એને રિપેર કરવા માટે BMC કોઈ જ કાર્યવાહી કરતું નથી. એના માટે અનેક વાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ ધ્યાન આપતા નથી.’

આ રોડ પરથી રોજનાં હજારો ટૂ-વ્હીલરો અને રિક્ષાઓ સહિત અનેક વાહનો પસાર થતાં હોય છે એમ જણાવતાં ગોપાલ પારેખે કહ્યું હતું કે ‘રોડ સમથળ ન હોવાથી અને જમીનમાં નીચે ઊતરી ગયો હોવાથી વાહનો આ જગ્યા પર ઊછળે છે જે વાહનચાલકો અને વાહનોમાં મુસાફરી કરતા લોકો માટે અત્યંત જોખમકારક છે. જે વાહનચાલકો આ રોડના જાણીતા છે તેઓ જોખમથી બચવા માટે આ જગ્યા પર વાહનોને સ્લૉ ચલાવે છે, પરંતુ જે લોકો અજાણ છે તેઓ તેમનાં વાહનો છેલ્લી ઘડીએ કન્ટ્રોલ કરવાની કોશિશ કરે છે.’

આ પરિસ્થિતિમાં પણ BMCનું રેઢિયાળ તંત્ર આના પર ધ્યાન આપતું નથી. આ સંદર્ભમાં ગોપાલ પારેખે કહ્યું હતું કે ‘એવું સાંભળવા મળ્યું છે કે ૨૦૧૭ના BMCના ઇલેક્શન પછી BMC તરફથી ફન્ડ પર કન્ટ્રોલ કરવામાં આવ્યો હોવાથી રોડ રિપેરનાં કાર્યો ખોરંભે ચડ્યાં છે. આવા સંજોગોમાં BMCની પરવાનગી મળે તો હું મારા ખર્ચે આ રોડ રિપેર કરવા તૈયાર છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK