ઘાટકોપરમાં ૨૫૬ ફૂડ-સ્ટૉલનાં લાઇસન્સ બોગસ હોવાની BMCના કમિશનર અજોય મેહતાને શંકા

નગરસેવક પરાગ શાહને આ બાબતની તપાસ કરવાની આપી ખાતરી

રોહિત પરીખ

ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા BMCના N વૉર્ડમાં ૨૫૬ સ્ટૉલને લાઇસન્સ આપવામાં આવ્યા છે એ વાત જાણીને BMCના કમિશનર અજોય મેહતાને જોરદાર ઝટકો લાગ્યો હતો. અજોય મેહતાએ ગઈ કાલે ઘાટકોપરના ગારોડિયાનગર-રાજાવાડી વિસ્તારોને આવરી લેતા BMCના વૉર્ડ-નંબર ૧૩૨ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક પરાગ શાહને આ લાઇસન્સોની તપાસ કરીને બોગસ લાઇસન્સ ધરાવતા સ્ટૉલોને હટાવવામાં આવશે એવી ખાતરી આપી હતી.

ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટમાં સૌથી વધુ ખાઉગલીઓ અને ફૂડ-સ્ટૉલો છેલ્લા એક દસકામાં ઊભા થયા છે જેનો ઘાટકોપરના રહેવાસીઓ ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. આ વખતની BMCની ચૂંટણીમાં આ મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો. એને કારણે રાજકીય પાર્ટીઓએ ઘાટકોપરના રહેવાસીઓને ઘાટકોપરને ફેરિયામુક્ત કરવામાં આવશે એવાં વચનો આપ્યાં હતાં. જોકે છેલ્લા દસ મહિનામાં ઘાટકોપરમાં ફૂડ-સ્ટૉલો અને ખાઉગલીઓમાં વધારો થયો હતો.

એલ્ફિન્સ્ટન રોડની ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈ અને ઉપનગરોના ફેરિયાઓ સામે આંદોલન કર્યા પછી મુંબઈ હાઈ કોર્ટે પણ ફેરિયાઓ પર નિયંત્રણ લાવવા માટે BMCને માર્ગદર્શિકા આપી છે. આમ છતાં BMC ફેરિયાઓ સામે ઍક્શન લેવામાં ઢીલ કરી રહી છે. આવા સમયે વૉર્ડ-નંબર ૧૩૨ના નગરસેવક પરાગ શાહ તેમણે આપેલા ચૂંટણી સમયના વચનને પૂÊરું કરવા મંગળવારથી ઘાટકોપરને ફેરિયામુક્ત કરવા તેમની ટીમ સાથે રોડ પર ઊતર્યા છે.

મેં મારા વિસ્તારના મતદારોને આપેલા વચનને પૂરું કરવા ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલો સામે મંગળવારથી ઝુંબેશ શરૂ કરી છે એમ જણાવીને પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં જ્યારે N વૉર્ડમાં તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું હતું કે ઘાટકોપરમાં ૨૫૬ ફૂડ-સ્ટૉલ/ફેરિયાઓ લાઇસન્સ ધરાવે છે. એમાંથી મોટા ભાગના ફૂડ-સ્ટૉલો/ફેરિયાઓ ગારોડિયાનગર અને રાજાવાડી વિસ્તારોમાં આવેલા છે. જોકે ગઈ કાલે મારી આ વાત સાંભળીને BMCના કમિશનર અજોય મેહતા ચોંકી ઊઠ્યા હતા.’

મારી વાત સાંભળીને અજોય મેહતાએ ગ્પ્ઘ્નો ડેટા ચેક કર્યો હતો એમ જણાવીને પરાગ શાહે કહ્યું હતું કે ‘ડેટા ચેક કર્યા બાદ અજોય મેહતાને ઝટકો લાગ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈશાન મુંબઈના મુલુંડનો વિસ્તાર જેની હેઠળ આવે છે એ BMCના વ્ વૉર્ડમાં એક પણ સ્ટૉલને લાઇસન્સ આપવામાં આવ્યું નથી, જ્યારે N વૉર્ડમાં ૨૫૬ લાઇસન્સ! આ બાબતની તપાસ કરવી પડશે. જેટલાં બોગસ લાઇસન્સ હશે એ સ્ટૉલોને હટાવવામાં આવશે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK