શું BMC હેઠળ આવતું નથી ઘાટકોપર-વેસ્ટ?

ફેરિયાઓના ત્રાસથી કંટાળેલા સ્થાનિક રહેવાસીઓનો સણસણતો સવાલ

BMC

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટમાં માર્ચના પહેલા અઠવાડિયાથી તિલક રોડના ફેરિયાઓ અને વલ્લભબાગ લેનની ખાવાની રેકડીઓ સામે જાગરૂક નાગરિકો અને BMC કડક કાર્યવાહી કરી રહ્યાં છે. આ જોઈને ઘાટકોપર-વેસ્ટના રહેવાસીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ રહેવાસીઓ પૂછી રહ્યા છે કે શું ઘાટકોપર-વેસ્ટ BMC હેઠળ આવતું નથી? આ વિસ્તારોમાંથી ફેરિયાઓ હટાવવા માટે પ્રશાસન કેમ પગલાં લેતું નથી? BMCના ઇલેક્શન પછી અમુક જાગરૂક નાગરિકોએ ચલો ઘાટકોપર કે લિએ કુછ કર દિખાએંનું સૂત્ર જાહેર કર્યું હતું, પરંતુ એનો અમલ થયો નથી. આ જાગરૂક નાગરિકો ખોવાઈ ગયા છે.

આ સવાલ ઘાટકોપર-વેસ્ટમાંથી અનેક રહેવાસીઓએ મિડ-ડે LOCALને ફોન કરી પૂછ્યો હતો. આ રહેવાસીઓએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર ફેરિયાઓનું સામ્રાજ્ય વર્ષોજૂનું છે. ઇમર્જન્સીમાં આ વિસ્તારમાંથી ઍમ્બ્યુલન્સ કે ફાયર-બ્રિગેડને પસાર થવા માટે રસ્તા પર જગ્યા રહેતી નથી. ફેરિયાઓએ રોડની બન્ને બાજુ પર કબજો કરી લીધો છે. એ ઓછું હોય એમ હવે ઘાટકોપર-વેસ્ટનો સ્ટેશન રોડ મેટ્રો-રેલ આવ્યા પછી ભયંકર ભીડભાડવાળો બની ગયો છે. આ રસ્તા પર પહેલાંથી શૅર-અ-રિક્ષાનો ત્રાસ છે. એમાં રોડની બન્ને બાજુ ફેરિયાઓમાં જબરો વધારો થયો છે.’

સ્ટેશનની બાજુમાં આવેલી ખોત લેન એક સમયે ફક્ત નાનકડી શાકમાર્કેટ હતી એમ જણાવતાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘એ ખોત લેન પર આજે ફેરિયાઓએ કબજો કરી લીધો છે. મેટ્રો-રેલના મુસાફરો ખોત લેન તરફ ઊતરે તો તેમને ચાલવા માટે સાંકડી જગ્યા મળે છે. આ વિસ્તાર સિવાય ફેરિયાઓ ઘાટકોપર સ્ટેશનથી લઈને છેક સવોર્દય જંક્શન સુધી વિસ્તરી ગયા છે જે BMCના કર્મચારીઓ અને અધિકારીઓની સાઠગાંઠ વગર શક્ય નથી.’

એક નંબરના પ્લૅટફૉર્મની બહારની ફુટપાથ પર ફૂડ-સ્ટૉલોનું સામ્રાજ્ય છે. એ સંદર્ભમાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘કોર્ટનો આદેશ છે કે ફુટપાથો રાહદારીઓને ચાલવા માટે ફેરિયાઓથી મુક્ત રાખવી જરૂરી છે, પરંતુ વેસ્ટમાં રોડની બન્ને બાજુ ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલોએ કબજો કરી લીધો છે. પીક અવર્સમાં મહિલાઓ અને સિનિયર સિટિઝનો માટે ફુટપાથ પર તો શું રોડ પર ચાલવું જોખમી બની ગયું છે. આ તકલીફ ઓછી હોય એમ હવે પ્લૅટફૉર્મ-નંબર એકની બહાર શાકભાજીવાળાઓએ અડ્ડો જમાવી દીધો છે જેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.’

BMCના ઇલેક્શન પછી અમુક જાગરૂક નાગરિકોએ ચલો ઘાટકોપર કે લિએ કુછ કર દિખાએંનું સૂત્ર જાહેર કર્યું હતું. એ બાબતમાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘આ સૂત્ર ઈસ્ટના જાગરૂક નાગરિકોએ અમલમાં મૂકીને ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલો સામે લડત શરૂ કરી, પણ વેસ્ટના જાગરૂક નાગરિકો રાત ગઈ બાત ગઈની જેમ સૂઈ ગયા હોવાથી આ વિસ્તારોમાં ફેરિયાઓનું દૂષણ વિકરાળ બની ગયું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK