ઘાટકોપરમાં BJPનો ૧૧માંથી ફક્ત ૩ સીટ પર વિજય

મુંબઈમાં કાંદિવલી, મલાડ, બોરીવલી જેવા બહુમતી ગુજરાતી વિસ્તારોમાં BJPએ જબરદસ્ત સફળતા હાંસલ કરી છે ત્યારે ઘાટકોપરમાં એને ૧૧માંથી ફક્ત ૩ સીટ પર વિજય મળ્યો છે. બાકીની સીટો પર અન્ય પક્ષોએ જીત મેળવી છે.
રોહિત પરીખ


ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટમાં BJPના વિધાનસભ્યો છે. ઈસ્ટમાં પ્રકાશ મહેતા જેઓ અત્યારે રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર છે અને વેસ્ટમાં રામ કદમ જેઓ BJPના પ્રવક્તા છે છતાં ઘાટકોપરની BMCની ૧૧ સીટોમાંથી ફક્ત BJP ૩ સીટ પર જીત મેળવવામાં સફળ થઈ છે. આ વખતે શિવસેનાને બે, કૉન્ગ્રેસને બે, NCPને બે અને પ્ફ્લ્ને બે બેઠકો મળી છે. જોકે આ ચૂંટણીમાં ૨૦૧૨ની ચૂંટણી કરતાં એક સીટનો વધારો થયો છે. એ વખતે BJP અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં.

ઘાટકોપર (વેસ્ટ)ના વૉર્ડ-નંબર ૧૨૩માંથી અપક્ષ સ્મિતા મોરે,

વૉર્ડ-નંબર ૧૨૪માંથી NCPનાં જ્યોતિ હારુન ખાન, વૉર્ડ-નંબર ૧૨૬માંથી પ્ફ્લ્નાં ડૉ. અર્ચના ભાલેરાવ,

વૉર્ડ-નંબર ૧૨૭માંથી શિવસેનાના સુરેશ પાટીલ, વૉર્ડ-નંબર ૧૨૮માંથી શિવસેનાનાં અશ્વિની હાંડે અને

વૉર્ડ-નંબર ૧૨૯માંથી BJPના સૂર્યકાંત ગવળી તથા ઘાટકોપર (ઈસ્ટ)ના

વૉર્ડ-નંબર ૧૨૫માંથી શિવસેનાનાં રૂપાલી આવળે, વૉર્ડ-નંબર ૧૩૦માંથી BJPનાં બિંદુ ત્રિવેદી, વૉર્ડ-નંબર ૧૩૧માંથી NCPનાં રાખી જાધવ,

વૉર્ડ-નંબર ૧૩૨માંથી BJPના પરાગ શાહ, વૉર્ડ-નંબર ૧૩૩માંથી પ્ફ્લ્ના પરમેશ્વર કદમ જીતી ગયા છે.

શિવસેનાના ૯ ગુજરાતી ઉમેદવારોમાંથી બે જીત્યા

ગુજરાતી વિપુલ દોશીને પરણેલી સંધ્યા સક્રેને ગુજરાતી ગણીએ તો BMCની ચૂંટણીમાં શિવસેનાએ જંગમાં ઉતારેલા કુલ નવ ગુજરાતી ઉમેદવારોમાંથી માત્ર બે મહિલા ઉમેદવારો વિજયી બની છે. વૉર્ડ-નંબર ૧૮માંથી સંધ્યા વિપુલ દોશીનો અને વૉર્ડ-નંબર ૬૧માંથી રાજુલ પટેલનો વિજય થયો છે. ચૂંટણીમાં હારી ગયેલા શિવસેનાના ગુજરાતી ઉમેદવારોમાં પરેશ સોની (વૉર્ડ-નંબર ૧૫), નમ્રતા રુઘાણી (વૉર્ડ-નંબર ૩૦), બિરેન લિમ્બાચિયા (વૉર્ડ-નંબર ૫૫), મુકેશ કારિયા (વૉર્ડ-નંબર ૧૦૮), મંગલ ભાનુશાલી (વૉર્ડ-નંબર ૧૩૧), મહાલક્ષ્મી ગણાત્રા (વૉર્ડ-નંબર ૧૭૭) અને કનૈયાલાલ રાવલ (વૉર્ડ-નંબર ૨૨૧)નો સમાવેશ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK