છોકરી રાજી નહીં હોય તો પણ તેને ભગાવી લાવવામાં મદદ કરશે રામ કદમ

શરત એટલી કે તે છોકરાનાં મા-બાપને પણ પસંદ હોવી જોઈએ : દહીહંડીના કાર્યક્રમમાં આવી જાહેરાતો કરીને વિવાદ નોતર્યો BJPના ઘાટકોપર (વેસ્ટ)ના વિધાનસભ્યે

ram kadam

ધર્મેન્દ્ર જોરે

ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમ ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમણે એક યુવાનને મનગમતી યુવતી સાથે લગ્ન કરવા તેનું અપહરણ કરવામાં મદદ કરવાની તૈયારી દાખવી હતી. આ નિવેદનને પગલે હવે તેઓ વિપક્ષના નિશાન પર આવ્યા છે.

ટીવી-ચૅનલો અને સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં ‘તમને કોઈ છોકરી ગમતી હોય તો તેને ભગાવવામાં મદદ કરીશ’ એવું વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ BJPના વિધાનસભ્ય રામ કદમે કર્યું છે. ‘તમને છોકરી પસંદ હશે, પેરન્ટ્સને પણ છોકરી પસંદ હશે અને તો પણ સમસ્યા હશે તો હું તે છોકરીને ભગાવીને લાવીશ.’

વિધાનસભ્ય રામ કદમે ઘાટકોપરમાં સોમવારે દહીહંડીના ઉત્સવનું આયોજન કર્યું હતું  ત્યારે આ આખો બનાવ બન્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘કોઈ પણ છોકરાએ પોતાની પસંદગીની છોકરીને પ્રપોઝ કર્યું હોય અને છોકરીએ ઇનકાર કર્યો હોય તો છોકરાના પેરન્ટ્સ સાથે લઈને મારી પાસે આવો. જો છોકરાના પેરન્ટ્સને પણ છોકરી પસંદ હશે તો છોકરીને ભગાવવામાં હું મદદ કરીશ. આ ખોટું હશે તો પણ હું ૧૦૦ ટકા તમને મદદ કરીશ. મારો ફોનનંબર લો અને મને ફોન કરજો.’

આ પ્રકરણના ખાસ્સા પ્રત્યાઘાત પડ્યા છે અને વિપક્ષ NCPના નેતા જયંત પાટીલે કહ્યું હતું કે ‘આ વિધાનસભ્ય જેની દહીહંડીના પ્રોગ્રામમાં મુખ્ય પ્રધાન પોતે હાજર રહ્યા હતા તેની તત્કાળ ધરપકડ થવી જોઈએ. શું મુખ્ય પ્રધાન કદમની આવી બેજવાબદાર ઑફરનું સમર્થન કરે છે? ગ્થ્ભ્ કેવા પ્રકારની સંસ્કૃતિની તરફેણ કરી રહી છે? મહારાષ્ટ્રના યુવાનો આવા ગેરકાયદે કૃત્યનું સમર્થન નહીં કરે.’

NCPના જિતેન્દ્ર આવ્હાડે પોતાની દીકરીની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કાલે સવારે રામ કદમના મતદારસંઘનો કોઈ છોકરો મારી દીકરીની પાછળ પડી જશે તો શું થશે? રામ કદમ મારી દીકરીનું અપહરણ કરી જશે? તેનું નિવેદન ક્રાઇમ સિવાય બીજું કશું જ નથી.’

વિપક્ષના હુમલા બાદ BJPના રામ કદમે કહ્યું હતું કે ‘આખો વિડિયો દેખાડવામાં આવ્યો હોત તો સંદર્ભ સમજી શકાયો હોત. વાતાવરણ મજાક-મસ્તીનું હતું. મેં જે કહ્યું એનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK