રાજનેતાઓ અને BJPના કાર્યકરો વગર જ ગારોડિયાનગરના રોડનું રિનોવેશન શરૂ

જોકે કાર્યકરોમાં મચેલી હલચલ જોતાં કૉન્ટ્રૅક્ટર કહે છે કે રોડના નહીં, આ તો સિવરેજ કામના શ્રીગણેશ છે

road

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરના સતીકૃપા સેન્ટરવાળા રોડથી ગારોડિયાનગરના રસ્તાઓના રિનોવેશન માટેના શ્રીગણેશ સોમવારે સવારે BMCના રોડ-વિભાગના કૉન્ટ્રૅક્ટરે કોઈ પણ જાતના શોરબકોર વગર શરૂ કરી દેતાં સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે એનાથી BJPના કાર્યકરોમાં હલચલ મચી ગઈ હોવાથી કૉન્ટ્રૅક્ટરે ગઈ કાલે એવી સ્પષ્ટતા કરવી પડી હતી કે રોડ- રિનોવેશનના નહીં પણ સિવરેજ કામ માટેના શ્રીગણેશ થયા છે. આ રોડના રિનોવેશન માટે ગારોડિયાનગરના રહેવાસીઓ ૪૦ વર્ષથી ઇન્તેજાર કરી રહ્યા હતા.

BMCના રોડ-વિભાગે આ વર્ક્સ-કૉન્ટ્રૅક્ટ આપી દીધા પછી રિનોવેશનના શ્રીગણેશ રાજ્યના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના હસ્તે થાય એવી ઘાટકોપર-ઈસ્ટના BJPના વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા સહિત અનેક સિનિયર કાર્યકરોની તીવþ ઇચ્છા છે. એના માટે રિનોવેશનના શ્રીગણેશમાં વિલંબ થઈ રહ્યો હતો. જોકે વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના નગરસેવક પરાગ શાહ કોઈ પણ જાતના વિલંબ વગર વહેલી તકે રોડનું રિનોવેશન થાય એવી વિચારધારા ધરાવે છે. આ બાબતની સ્પષ્ટતા તેમણે મિડ-ડે LOCAL સમક્ષ કરી હતી. આ સંદર્ભનો અહેવાલ બુધવાર ૧૮ ઑક્ટોબરે મિડ-ડે LOCALમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

કૉન્ટ્રૅક્ટરે કોઈ પણ રાજનેતાને જાણ કર્યા વગર રિનોવેશનના શ્રીગણેશ શરૂ કરવાથી BJPના કાર્યકરોમાં હલચલ મચી ગઈ હતી. આથી જ મિડ-ડે LOCALને આપેલી મુલાકાતમાં કૉન્ટ્રૅક્ટરે કહ્યું હતું કે ‘રોડના રિનોવેશનના શ્રીગણેશને હજી સમય છે. અમે તો સિવરેજ કામના શ્રીગણેશ કર્યા છે. ત્યાર પછી અમે રોડનું રિનોવેશન શરૂ કરીશું.’

આ બાબતમાં પરાગ શાહે પણ મૌન સેવવાનું પસંદ કર્યું હતું. રોડ-રિનોવેશનના શ્રીગણેશ બાબતમાં મિડ-ડે LOCALને તેમણે ‘નો કમેન્ટ’ કહીને વાત પૂરી કરી દીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK