ઘાટકોપરમાં પોતાના જ સ્પામાં બ્યુટિશ્યનનું રહસ્યમય મોત

ડેડ-બૉડી પંખા પર લટકતી મળી


beauty parlor


રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ના શ્રેયસ સિનેમા પાસેની ગાર્ડન લેનમાં આવેલા પ્રિયંકાસ લવલી હેર, બ્યુટી ઍન્ડ સ્પાની માલિક અને બ્યુટિશ્યન પ્રિયંકા જયપ્રકાશ શર્માની ગઈ કાલે સાંજના તેના સ્પામાં જ પંખા પર ડેડ-બૉડી લટકતી મળી હતી. હિંમતવાન અને બોલ્ડ પ્રિયંકાના રહસ્યમય મોતથી તેનો પરિવાર હચમચી ગયો છે. ગુજરાતી બહુમતી ધરાવતા આ વિસ્તારમાં આ ઘટનાના સમાચારથી રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રિયંકાની મમ્મી સાધના શર્મા ચાંદિવલી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની અધ્યક્ષ છે.

૨૬ વર્ષની પ્રિયંકાના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિયંકા ઘાટકોપર (વેસ્ટ)ના અસલ્ફામાં તેનાં મમ્મી-પપ્પા અને નાનાં ભાઈ-બહેનની સાથે રહેતી હતી. છેલ્લાં બે વર્ષથી તે ગાર્ડન લેનમાં ભાડાની જગ્યામાં તેનું સ્પા ચલાવતી હતી. ગઈ કાલે સવારના સાડાનવ વાગ્યે ઘરેથી નીકળ્યા પછી તેણે આખા દિવસમાં પરિવાર સાથે વાતચીત કરી નહોતી. પ્રિયંકાની મમ્મી સાધના શર્માએ તેના મોબાઇલ અને લૅન્ડલાઇન પર સતત ફોન કરવા છતાં પ્રિયંકાનો એક પણ ફોન લાગતો નહોતો અને બન્ને ફોન સ્વિચ્ડ-ઑફ આવતા હતા. એટલે સાધના શર્મા તેના એક-બે રિલેટિવને લઈને પ્રિયંકાના સ્પા પર પહોંચી હતી. પ્રિયંકાના પિતા બેસ્ટમાં ડ્રાઇવર છે.’

સાધના સ્પા પર પહોંચી ત્યારે સ્પાનું શટર અંદરથી બંધ હતું. આ બાબતમાં તેના રિલેટિવે કહ્યું હતું કે ‘સાધનાએ જ્યારે જોયું કે શટર અંદરથી બંધ છે ત્યારે તેને કોઈ અણબનાવ બન્યાની શંકા ગઈ હતી. તેણે તરત જ શટરનાં લૉક કપાવી નાખ્યાં હતાં. સાધના શટર ખોલીને અંદર ગઈ તો તેણે જોયું તો સ્પાના અંદરના ભાગમાં પ્રિયંકા સ્પાના કપડાનો ફાંસો ખાઈને લટકતી હતી.’

પ્રિયંકાના રિલેટિવ્સને પ્રિયંકા સુસાઇડ કરે એ બાબત પર શંકા લાગી રહી છે. આ વાતની માહિતી આપતાં તેના રિલેટિવે કહ્યું હતું કે ‘પ્રિયંકા ખૂબ જ હિંમતવાન અને બોલ્ડ હતી. એમ કહી શકાય કે તે યુવતી નહીં પણ યુવક જ હતી. તેની જીવન જીવવાની ઢબથી લઈને બધું એક યુવક જેવું જ હતું. તે બાઇક પર જતી હોય અને કોઈ રોડ-રોમિયો ભૂલથી સીટી મારે તો તે રોડ-રોમિયોની ધુલાઈ કરી નાખતી. તેના જેવી યુવતી આત્મહત્યાનું પગલું ભરે એ માન્યામાં આવતું નથી.’

ઘાટકોપર-પોલીસના એક અધિકારીએ પ્રિયંકાની ડેડ-બૉડી જોઈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિયંકાનું મૃત્યુ સાંજના ચારથી પાંચ વાગ્યાની વચ્ચે થયું હોવું જોઈએ. અમે તેની ડેડ-બૉડી રાજાવાડી હૉસ્પિટલમાં પોર્સ્ટમૉર્ટમ માટે મોકલી દીધી છે. પોર્સ્ટમૉર્ટમના રિપોર્ટ પછી જ મૃત્યુનું કારણ અને સમય સ્પષ્ટ થશે. અત્યારે તો પ્રાથમિક દૃષ્ટિએ તેણે આત્મહત્યા કરી હોય એવું જ લાગે છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK