ઘાટકોપરની બ્યુટિશ્યને આ કારણોસર કરી આત્મહત્યા?

સ્પા ચલાવતી ૨૬ વર્ષની પ્રિયંકાએ બ્યુટીપાર્લરમાં જ ગળો ટુંપો દીધો હતો



રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)માં શ્રેયસ સિનેમા પાસેની ગાર્ડન લેનમાં સ્પા ચલાવતી ૨૬ વર્ષની પ્રિયંકા જયપ્રકાશ શર્મા ગુરુવારે તેના મહારાષ્ટ્રિયન પ્રેમીને લગ્ન માટે સમજાવવામાં નિષ્ફળ જતાં બપોર પછી તેણે પોતાના જ સ્પામાં પંખા પર લટકીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રિયંકાના પ્રેમ સામે તેના પરિવારનો સખત વિરોધ હતો. આમ છતાં તે તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર હતી, પરંતુ તેના પ્રેમીએ ભાગવાનો ઇનકાર કરતાં હતાશ થઈ ગયેલી પ્રિયંકાએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

આ બાબતની માહિતી આપતાં તે જ્યાં રહેતી હતી એ ઘાટકોપર (વેસ્ટ)ના અસલ્ફા વિસ્તારના પાડોશીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિયંકા બે વર્ષથી શ્રેયસ સિનેમા પાસે સ્પા ચલાવતી હતી. તે દેખાવમાં સ્માર્ટ અને હિંમતવાન હતી. થોડા સમયથી તેને એક મહારાષ્ટ્રિયન યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવક ઉત્તર પ્રદેશનો ન હોવાથી શર્માપરિવારને પ્રિયંકાના પ્રેમ સામે વિરોધ હતો. આથી અવારનવાર પ્રિયંકાનો તેના પરિવાર સાથે વિવાદ થતો હતો, પણ પ્રિયંકા તેના નિર્ણયમાં અફર હતી.’

૧૩ જુલાઈએ રાતના પણ પ્રિયંકાનો આ બાબતે તેના પરિવાર સાથે ઝઘડો થયો હતો. એ માહિતી આપતાં તેના પાડોશીઓએ કહ્યું હતું કે ‘એ દિવસે પ્રિયંકાના નાના ભાઈ આકાશ સહિત પરિવારના સભ્યોએ આ મુદ્દે પ્રિયંકાની મારપીટ પણ કરી હતી. એને પરિણામે પ્રિયંકા ગુરુવારે વહેલી સવારે ઘરેથી ભાગીને સ્પામાં જતી રહી હતી.’

ગુરુવારની ઘટના બાબતમાં તેના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને મળેલા સમાચાર પ્રમાણે પ્રિયંકાએ સ્પામાં તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો. તેને ભાગીને લગ્ન કરવા માટે પ્રિયંકાએ ખૂબ સમજાવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગઈ હતી. એને પરિણામે તેણે આત્મહત્યા કરી હતી. બીજી બાજુ પ્રિયંકાનો પરિવાર પ્રિયંકા સવારથી ઘર છોડીને જતી રહી હોવાથી ટેન્શનમાં હતો. એમાં તેનો મોબાઇલ અને સ્પાનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતાં પરિવાર વધુ ટેન્શનમાં આવી ગયો હતો. આથી પ્રિયંકાની મમ્મી અને ચાંદિવલી ભારતીય જનતા મહિલા મોરચાની અધ્યક્ષ રાધિકા શર્મા તેના એક-બે રિલેટિવ સાથે સ્પામાં આવી હતી. ત્યાં તેણે સ્પાનું શટર અંદરથી બંધ જોયું હતું અને ખખડાવવા છતાં કોઈએ શટર ખોલ્યું નહોતું.’

રાધિકા શર્માને અઘટિત બનાવ બન્યાની શંકા જતાં તેણે તરત જ શટરનાં લૉક બહારથી કપાવી નાખ્યાં હતાં. એ માહિતી આપતાં તેના રિલેટિવે કહ્યું હતું કે ‘તે શટર ખોલીને અંદર ગઈ તો પ્રિયંકાની ડેડ-બૉડી પંખા પર લટકતી જોઈ હતી. એ દિવસે તો અમે માનવા તૈયાર નહોતા કે પ્રિયંકા જેવી છોકરી આત્મહત્યા કરી શકે.’

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વ્યંકટ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિયંકાએ આત્મહત્યા જ કરી હતી, પણ અમે એના કારણની તપાસ કરી રહ્યા છીએ. અમને તેના પરિવાર તરફથી આ બાબતમાં કોઈ જ માહિતી આપવામાં આવી નથી.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK