બાળદિનની પૂર્વસંધ્યાએ ક્રૂર માતાએ તાજા જન્મેલા બાળકને નાળામાં ફેંક્યું

પોલીસને ડેડ-બૉડી ઘાટકોપર (વેસ્ટ)ના એક નાળામાંથી મળી

throw baby


ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનની SNDT કૉલેજ પાસેથી પસાર થતા એક નાળામાંથી ગઈ કાલે બાળદિનની પૂર્વસંધ્યાએ પોલીસને બેથી ત્રણ દિવસના એક બાળકની ડેડ-બૉડી મળી હતી. એને લીધે આ વિસ્તારમાં અરેરાટી  ફેલાઈ હતી.

આ બાબતની માહિતી આપતાં સ્થાનિક સામાજિક કાર્યકર સંદીપ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે છ વાગ્યાની આસપાસ સ્થાનિક રહેવાસીઓએ નાળામાં એક બાળકને ડૂબતું જોયું હતું. તરત જ તેમણે આ માહિતી પોલીસને આપી હતી. ઘાટકોપર પોલીસે ત્યાં જઈને બાળકને બહાર કાઢવા માટે ફાયર-બ્રિગેડની મદદ લીધી હતી.’

અમે જ્યારે નાળા પાસે પહોંચ્યા ત્યારે બાળકની ડેડ-બૉડી નાળામાં એક કચરા પાસે અટકી ગઈ હતી એમ જણાવીને ઘાટકોપર પોલીસના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળક એ સમયે નગ્ન હાલતમાં હતું. બાળકને નાળામાં કયા છેડેથી ફેંકવામાં આવ્યું એની કોઈને જ ખબર નથી. બાળકની ડેડ-બૉડી તરીને કામા લેન પાસે પહોંચી હતી. ત્યાં એક કચરામાં અટકી ગઈ હતી. અમે એને

ફાયર-બ્રિગેડની મદદથી બહાર કાઢીને રાજાવાડી હૉસ્પિટલમાં પહોચાડી હતી. બાળકની મમ્મીની અમે તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy