૩ મહિનાની દીકરીની મમ્મીએ આપઘાતની કોશિશ કરી કે પછી...

ઘાટકોપરમાં કાળી ચૌદશના દિવસે ૨૭ વર્ષની અંકિતા ચરલા બેભાન હાલતમાં પંખા પર લટકતી મળી આવતાં જૈન સમાજમાં ખળભળાટ : સાસરિયાંને શંકા છે કે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જ્યારે અંકિતાના પપ્પાએ સાસરિયાં અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદ નોંધાવી


ankita


રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં રહેતી ત્રણ મહિનાની દીકરીની ૨૭ વર્ષની મમ્મી અંકિતા મયંક ચરલા રવિવારે સવારે સાડાસાત વાગ્યે તેની રૂમમાં બેભાન હાલતમાં પંખા પર લટકતી જોવા મળતાં ઘાટકોપરના જૈન સમાજમાં તથા કચ્છી વાગડ વીસા ઓસવાળ જૈન સમાજમાં દિવાળીના તહેવાર દરમ્યાન ખળભળાટ મચી ગયો હતો. અંકિતાના પપ્પાએ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં સાસુ-સસરા તથા પતિ વિરુદ્ધ તેઓ અંકિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. અંકિતા ગઈ કાલ સુધી વિદ્યાવિહારમાં આવેલી કોહિનૂર હૉસ્પિટલમાં બેભાન હાલતમાં જ છે. આવી પરિસ્થિતિમાં અંકિતાની ત્રણ મહિનાની દીકરી વંશીની જવાબદારી તેનાં પંચાવન વર્ષનાં દાદી પર આવી ગઈ છે.

આ બનાવ વિશે માહિતી આપતાં અંકિતાના પંચાવન વર્ષના પપ્પા અમરશી ફરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંકિતાનાં લગ્ન થયાં એનાં પાંચ વર્ષમાં તેની સાસુ ઉષા ચરલા અને ૬૨ વર્ષના સસરા અશોક ચરલાએ અંકિતાને માનસિક ત્રાસ જ આપ્યો છે. મયંકની મમ્મી મૃત્યુ પામી એ પછી અશોકભાઈએ ઉષાબહેન સાથે બીજાં લગ્ન કયાર઼્ હતાં. ઉષાબહેનને કોઈ સંતાન નથી, મયંક તેમનું એકમાત્ર સંતાન છે છતાં કોઈ પણ બહાને ઉષાબહેન અંકિતાને હેરાન કરતાં હતાં. અંકિતાને બહાર જવાનું હોય તો પણ સાસુ તેને જવા નહોતી દેતી. અંકિતાએ અનેક વાર ઉષાબહેનના ત્રાસ બાબતે તેના સસરા તેમ જ પતિને ફરિયાદ કરી હતી, પરંતુ અશોકભાઈ અને મયંક બન્ને ઉષાબહેનની જ ફેવર કરતા હતા. તેઓ પણ અંકિતાનું અપમાન કરીને અંકિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.’

મારી પત્ની મંજુલા ફરિયા ૨૦ વર્ષ પહેલાં ઘર છોડીને જતી રહી છે એમ જણાવતાં અમરશીભાઈએ કહ્યું હતું કે ‘અંકિતાની સાસુ અવારનવાર ટોણા મારતી હતી અને અંકિતાને હંમેશાં કહેતી હતી કે તું પણ એક દિવસ તારી માની જેમ ઘર છોડીને ભાગી જઈશ. આવું કહી-કહીને તેઓ અંકિતાને ગાળો ભાંડતાં હતાં અને ઝઘડતાં રહેતાં હતાં, પણ અંકિતા પરિવારની આબરૂ સાચવવા બધું મૂંગે મોઢે સહન કરતી રહી હતી.’

અંકિતાને બે વખત કસુવાવડ થઈ ગઈ છે એ સંદર્ભમાં અમરશીભાઈએ કહ્યું હતું કે ‘મારી દીકરી હંમેશાં ટેન્શનમાં રહેતી હતી એને કારણે તેને બે વાર કસુવાવડ થઈ ગઈ હતી. પાંચ વર્ષ પછી અંકિતાને ત્યાં બેબી આવી હતી. ત્યારે તેનાં સાસુ-સસરા એક જ વાર હૉસ્પિટલમાં તેને અને તેની દીકરીને જોવા આવ્યાં હતાં. એ દિવસે તેમણે અંકિતાને દીકરી જન્મી એ બદલ મહેણાંટોણા માયાર઼્ હતાં. ત્યાર પછી તેઓ હૉસ્પિટલમાં કે ચાર મહિના સુધી અમારા ઘરે અંકિતાને કે તેની દીકરીને જોવા આવ્યાં નહોતાં. મયંક પણ ૮-૧૫ દિવસે અંકિતાને અને દીકરીને જોવા અમારા ઘરે આવતો હતો. દીકરી જન્મી એથી તેઓ નારાજ હતાં અને એથી અંકિતાને માનસિક ત્રાસ થતો હતો.’

સાસુએ અંકિતાને પાછી ઘરે આવે ત્યારે પૈસા લઈને આવવાનું કહ્યું હતું એ બાબતે માહિતી આપતાં અમરશીભાઈએ કહ્યું હતું કે ‘તેની સાસુએ અંકિતાને કહેવડાવ્યું હતું કે જો દીકરીની સાથે પૈસા લીધા વગર ઘરે આવીશ તો તને ઘરમાં નહીં લઉં. એથી અમે ચાર મહિનાની દીકરી વંશીના નામે એક લાખ રૂપિયા ભરીને બૅન્ક-અકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યાર બાદ અમે અનેક વાર મયંકને અંકિતાને ઘરે લઈ જવા વિનંતી કરી હતી જેને પરિણામે મયંક શુક્રવારે ૨૮ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યે અંકિતા અને તેની દીકરીને ઘરે લઈ ગયો હતો.’

રવિવારે ૩૦ ઑક્ટોબરે સવારે અંકિતાના સસરાએ અંકિતાની તબિયત સારી નથી એવો ફોન કર્યો હતો એમ જણાવતાં અમરશીભાઈએ કહ્યું હતું કે ‘અશોકભાઈનો ફોન આવ્યો ત્યારે મારા દીકરાની પત્નીએ ફોન ઉપાડ્યો હતો. હું એ વખતે દેરાસર ગયો હતો. અશોકભાઈએ ફોન કરીને કહ્યું હતું કે અંકિતાની તબિયત સારી ન હોવાથી અમે તેને કોહિનૂર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી છે. હું દેરાસરથી આવ્યો ત્યારે સમાચાર મળતાં જ અમે હૉસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં મયંકે અમને માહિતી આપી હતી કે અંકિતા બેશુદ્ધ હાલતમાં તેના રૂમમાં પંખા પર લટકતી જોવા મળી હતી. જોકે અમને આ ઘટનામાં શંકા જતાં અમે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં અંકિતાનાં સાસુ-સસરા તથા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એ બાબતે અમરશીભાઈએ કહ્યું કે ‘અમે પોલીસ-ફરિયાદ કરી હોવા છતાં ગઈ કાલ સુધી પોલીસે અંકિતાનાં સાસુ-સસરા વિરુદ્ધ કોઈ પગલાં લીધાં નથી. તેઓ કહે છે કે અંકિતા ભાનમાં આવે એની રાહ જોઈએ છીએ. ત્યાર પછી જ કોઈ પગલાં લઈ શકાશે.’

સાસરિયાંનો ખુલાસો

અમરશી ફરિયાના બધા જ આક્ષેપોને નકારતાં અંકિતાના સસરા અશોક ચરલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ વખતે હું, મારી પત્ની અને મયંક અમે ત્રણેય જણ પૂજા કરવા દેરાસર ગયાં હતાં. અંકિતા ધનતેરસના દિવસે જ ડિલિવરી બાદ પિયરથી અમારા ઘરે આવી હતી. અચાનક તેણે સવારે કેમ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો એ નવાઈની વાત છે. જોકે કોઈક કારણસર અંકિતા ડિપ્રેશનમાં રહેતી હતી.’

પોલીસ શું કહે છે?

આ બનાવ બાબતે ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વ્યંકટ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંકિતા હજી સારવાર હેઠળ હોવાથી હમણાં અમે કોઈ કાર્યવાહી કરી ન શકીએ. અંકિતા ભાનમાં આવશે ત્યાર બાદ તેનું સ્ટેટમેન્ટ લીધા પછી જ અમે આગળની કાર્યવાહી કરી શકીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK