અમરનાથ-અટૅકે ઘાટકોપરની ગુજરાતી મહિલાના જૂના ઘા ફરી તાજા કર્યા

અનંતનાગમાં ૨૦૧૨માં થયેલા ગ્રેનેડ-હુમલામાં નીતા જેઠવા પોતે તો ઘાયલ થયાં હતાં, ચાર સ્વજનોને પણ ગુમાવેલા; વચન પ્રમાણે સરકારી સહાય આજ સુધી નથી મળી


Neeta Jethwa lost her relatives (clockwise from top) Nirmala Rathod, Bharati Purohit, Nisha Jethwa and Indira Parmar in the blast. Pic/Pradeep Dhivar


વિનોદકુમાર મેનન


ઘાટકોપરનાં રહેવાસી નીતા જેઠવા ગઈ કાલે અમરનાથના યાત્રાળુઓ પર આતંકવાદી હુમલા અને એમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અને ઈજાગ્રસ્તોને જાહેર કરવામાં આવેલી સહાયની રકમોના સમાચાર ટીવી પર જોતાં હતાં ત્યારે તેમના જૂના જખમો તાજા થયા હતા, કારણ કે છ વર્ષ પહેલાં આ પ્રકારે આતંકવાદીઓના ગ્રેનેડ અટૅકમાં ચાર રિલેટિવ્સને ગુમાવનારાં અને જાતે અનેક ઈજાઓ સહન કરનારાં નીતા જેઠવાના પરિવારને પણ સરકારી સહાયનાં વચનો આપવામાં આવ્યાં હતાં, પરંતુ હજી સુધી એ સહાય વાસ્તવિકતા નથી બની.

છ વર્ષ પહેલાંના એ હુમલાના અસરગ્રસ્તોને સહાય મોકલવાની બાબતમાં જમ્મુ-કાશ્મીર સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને બેદરકાર હોવાનું જણાવતાં નીતાબહેને કહ્યું હતું કે લશ્કરની જીપની આગળ બાંધવામાં આવેલા સ્થાનિક માણસને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે, પરંતુ અમારા જેવા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોને મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચ આપવામાં બેદરકારી રાખવામાં આવે છે.

neeta jethva


ઘાટકોપર (વેસ્ટ)નાં રહેવાસી નીતા જેઠવા સગાંસંબંધી, પરિવારોની સાત મહિલાઓ સાથે ૨૦૧૨ની ૨૮ જુલાઈએ વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે ગયાં હતાં. એ વખતે કાશ્મીરના અન્ય વિસ્તારોમાં પણ પ્રવાસ કરી લેવાની ઇચ્છા પૂરી કરવા ત્યાં ફરતાં હતાં. એ દરમ્યાન અનંતનાગ પાસેના વિસ્તારમાં બૉમ્બ ફાટતાં તેમના આઠ જણના ગ્રુપની ચાર મહિલાઓ મૃત્યુ પામી હતી અને નીતાબહેન સહિત ત્રણ મહિલાઓ ઘાયલ થઈ હતી. ૨૦૧૨ની ૧૯ જુલાઈએ એ આઠ મહિલાઓ મુંબઈથી રવાના થઈ હતી અને ૨૦૧૨ની ૧ ઑગસ્ટે મુંબઈ પાછી ફરવાની હતી.

નીતાબહેનના પતિ અને ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનર ૬૩ વર્ષના ભરત જેઠવાએ નીતાબહેનની વ્યથા બાબતે જણાવ્યું હતું કે ‘મારી પત્ની સોમવારની સાંજથી પરેશાન છે. હું બહાર ગયો હતો અને ઘરમાં ન્યુઝ જોવા માટે ટીવીની સ્વિચ ઑન કરવામાં આવી. મારી દીકરી ઉર્વીએ અમરનાથમાં આતંકવાદી હુમલાની વાત કરતાં જ નીતા દુખી થઈ ગઈ. હજી સુધી નીતા ડિપ્રેશનમાં છે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK