ઘાટકોપર રેલવે-સ્ટેશન પર ચાર દિવસમાં આત્મહત્યાના બે બનાવ

એક બનાવમાં પોલીસના ત્વરિત પગલાએ યુવતીનો જીવ બચાવ્યો



રોહિત પરીખ

ઘાટકોપર રેલવે-સ્ટેશન પર ચાર દિવસમાં બે યુવતીઓના આત્મહત્યાના કિસ્સા બનતાં રેલવે-પોલીસ ચોંકી ઊઠી છે. પહેલા બનાવમાં યુવતીએ તેના પપ્પાની સામે જ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી, જ્યારે બુધવારે સાંજે બનેલા બનાવમાં આત્મહત્યા કરનાર યુવતીએ હૉસ્પિટલમાં તેના પતિની સામે પોતે ટ્રૅક ક્રૉસ કરી રહી હતી અને અકસ્માત થયો હતો એવું સ્ટેટમેન્ટ આપતાં આત્મહત્યાનો કેસ ટ્રૅક-ક્રૉસિંગનો બની ગયો હતો. બીજા બનાવમાં રેલવે-પોલીસ લીધેલા ત્વરિત પગલાને લીધે યુવતીનો જાન બચી ગયો હતો.

આત્મહત્યાનો પહેલો બનાવ 


આ બનાવ ૧૭ ઑક્ટોબરે રાતે આઠ વાગ્યે બન્યો હતો. આ બનાવને નજરે જોનાર ઉલ્હાસનગરથી રોજ ઘાટકોપર અકાઉટન્ટની નોકરી કરતા આવતી કચ્છી યુવતી જાગૃતિ ધરમશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક યુવતી થાણે તરફના ફુટઓવર બ્રિજ પર દોડીને ગઈ હતી. ત્યાંથી તેણે કૂદકો માર્યો હતો. પહેલાં તો તે સ્ટેશન પરના છાપરા પર પડી હતી. ત્યાર પછી તે ટ્રૅક પર પડતાં ટ્રેન નીચે કચડાઈ ગઈ હતી.’

આ બનાવની વિગતો આપતાં ઘાટકોપર રેલવે-પોલીસના ઇન્ચાર્જ બ્રિજેશ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુમ્બ્રામાં રહેતી ૨૦ વર્ષની આયેશા ચાંદ સૈયદના પપ્પા શાકભાજીનો ધંધો કરે છે. તેમણે પોલીસને માહિતી આપી હતી કે આયેશા ડિપ્રેશનની દરદી હતી અને ઘણા સમયથી તેની ડિપ્રેશનની દવા પણ ચાલતી હતી. એ દિવસે પ્લૅટફૉર્મ-નંબર એક પર તેઓ ટ્રેનની રાહ જોતાં હતાં ત્યારે આયેશા તેમની પાસેથી દોડીને ભાગી ગઈ હતી અને તેઓ હજી કંઈ વિચારે એ પહેલાં જ તેણે બ્રિજ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.’

બીજો બનાવ 


 બીજો બનાવ બુધવાર, ૧૯ ઑક્ટોબરે બન્યો હતો. એમાં સાંજના ૭.૨૬ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ)ના કામરાજનગરમાં રહેતી પચીસ વર્ષની પ્રિયંકા કુમારીને ચાર નંબરના પ્લૅટફૉર્મ પર કુર્લા તરફ જતાં લોકોએ જોઈ હતી. થોડી વારમાં જ રેલવે-પોલીસને પ્રિયંકા ટ્રેન નીચે આવીને ઈજા પામી હોવાના સમાચાર મળ્યા હતા. આ બાબતમાં બ્રિજેશ શર્માએ કહ્યું હતું કે ‘અમને સમાચાર મળ્યા એટલે અમે દોડીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રથમ દૃષ્ટિએ પ્રિયંકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું દેખાતું હતું. એ સમયે સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ નહોતી. પ્રિયંકાની ઈજા પરથી તેના બચાવના પૂરા ચાન્સિસ હોવાથી અમે એક પણ પળ બગાડ્યા વગર તેને રિક્ષામાં રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેના ચહેરા પર માર લાગ્યો હતો. બાકી તે હોંશમાં હતી.’

પ્રિયંકાનો પરિવાર તરત જ હૉસ્પિટલમાં પહોંચી ગયો હતો એમ જણાવતાં બ્રિજેશ શર્માએ કહ્યું કે ‘પ્રિયંકાએ તેના પતિની સામે તે ટ્રૅક ક્રૉસ કરવા જતી હતી અને તેનો અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. આથી અમે ટ્રૅક-ક્રૉસિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.’

પ્રિયંકાને સમયસર સારવાર મળી એનાથી તે બચી ગઈ. એ સંદર્ભમાં બ્રિજેશ શર્માએ કહ્યું કે ‘તેના અકસ્માત સમયે એક જ કૂલી સ્ટેશન પર હાજર હતો એટલે અમારા એક કૉન્સ્ટેબલે કૂલીને સ્ટ્રેચર ઊંચકવામાં મદદ કરી હતી. ત્યાર બાદ અમે ઍમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેને રિક્ષામાં નાખીને હૉસ્પિટલમાં લઈ જતાં તે બચી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK