રામ કદમની ધરપકડ કરો

છોકરીઓ રાજી ન હોય તો તેને હું ભગાવવામાં મદદ કરીશ એવા BJPના વિધાનસભ્યના બફાટને પગલે હંગામો મચી ગયો

ram kadam

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના BJPના વિધાનસભ્ય રામ કદમની સામે ગઈ કાલે સવારથી જ ઘાટકોપરની બધી જ રાજકીય પાર્ટીઓએ તેમના ફોટોને ચંપલ મારીને આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમ જ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ધરણાં કરીને રામ કદમ સામે દહીહંડીને દિવસે તેમણે કરેલી વિવાદાસ્પદ જાહેરાત માટે તેમની સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની માગણી કરી હતી. જોકે પોલીસે મહિલા કાર્યકર્તાઓના આંદોલનને પગલે રામ કદમના સંપૂર્ણ નિવેદનની CD મેળવીને તેનો શબ્દશ: અનુવાદ કર્યો છે. FIR લીધો નથી, પણ પબ્લિક પ્રૉસિક્યુટરનો વ્યુ લીધા પછી ૧૨ વાગ્યા સુધીમાં અમને જણાવશે. આંદોલનમાં કૉન્ગ્રેસ-NCP-શિવસેના-MNS બધા પક્ષો સાથે છીએ.

દહીહંડીના દિવસે છોકરી રાજી ન હોય તો પણ તેને ભગાવી લાવવામાં મદદ કરશે એવી રામ કદમે હજારોની સંખ્યામાં જમા થયેલી મેદની વચ્ચે જાહેરાત કરી હતી. વિધાનસભ્ય રામ કદમે સોમવારે ઘાટકોપરમાં સૌથી મોટી દહીહંડીના ઉત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમના વિવાદાસ્પદ નિવેદનનો વિડિયો વાઇરલ થયા બાદ મંગળવારથી જ MNSના કાર્યકરોએ તેમની સામે પોસ્ટરબાજી શરૂ કરીને વિરોધ કર્યો હતો.

ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે ઘાટકોપરના મેટ્રો સ્ટેશનની નીચે MNSના કાર્યકરોએ રામ કદમના પૂતળાને ચંપલ મારીને વિરોધમાં નારા લગાડ્યા હતા. ત્યાર પછી વાતાવરણ વધુ તંગ બન્યું હતું. સવારે અગિયાર વાગ્યે NCPની મહિલા વિધાનસભ્ય વિદ્યા ચવાણના નેતૃત્વ હેઠળ પહેલાં આર-સિટી મૉલની સામે રામ કદમના નિવાસસ્થાન પાસે જઈને રામ કદમના નિવેદન સામે વિરોધના નારા લગાડ્યા હતા. ત્યાર પછી સાડાબાર વાગ્યે આ મહિલાઓ ઘાટકોપર પોલીસ-સ્ટેશન પર મોરચો લઈ ગઈ હતી, જ્યાં તેમણે રામ કદમ સામે તેમના નિવેદનના વિરોધમાં ગુનો નોંધીને રામ કદમની ધરપકડ કરવાની માગણી કરી હતી.

વકીલની સલાહ લીધા પછી કાર્યવાહી


જોકે ઘાટકોપરના પોલીસ-અધિકારીએ આ બાબતમાં તેઓ તેમના વકીલની સલાહ લઈને પછી કાર્યવાહી કરશે એમ કહ્યું હતું. બપોર પછી શિવસેનાની મહિલા કાર્યકરોએ ઘાટકોપર પોલીસ-સ્ટેશનની સામે રામ કદમના ફોટોને ચંપલ મારીને તેમના વિરોધમાં નારા લગાવ્યા હતા. શિવસેનાએ અને MNSના કાર્યકરોએ રામ કદમ સામે ગુનો નોંધવાની માગણી કરીને NCP, શિવસેનાએ અને MNSએ પોલીસને રામ કદમ સામે નિવેદનો આપ્યાં હતાં.

રામ નહીં, રાવણ કદમ

હજી વાતાવરણ શાંત થાય એ પહેલાં જ સાંજના પાંચ વાગ્યે કૉન્ગ્રેસની મહિલાઓનો રામ કદમના વિરોધમાં પોલીસ-સ્ટેશન પર મોરચો આવ્યો હતો. આ મહિલાઓ રામ કદમના વિરોધનાં પ્લૅકાર્ડ બનાવીને પોલીસ-સ્ટેશન પર આવી હતી.

આ મહિલાઓએ ‘ભાજપા કા નારા બેટી બચાઓ નહીં બેટી ભગાઓ,’ ‘લડકી પસંદ હો તો મુઝે બતાઓ મૈં ઉઠા લાઉંગા- ભાજપા આમદાર રામ નહીં રાવણ કદમ’ અને ‘મહિલાનું અપમાન કરનારા ભાજપા આમદાર રાવણ કદમનો વિરોધ’ જેવાં પ્લૅકાર્ડ બનાવ્યાં હતાં. કૉન્ગ્રેસ અને NCPની મહિલા કાર્યકરોએ એક થઈને રામ કદમની જાહેરાતના વિરોધના નારા લગાવ્યા હતા.

સવારના સાડાબાર વાગ્યાથી આવેલી NCPની વિદ્યા ચવાણ અને તેમની કાર્યકરો પોલીસ-સ્ટેશનના દાદરા પર બેસી ગઈ હતી. પોલીસના અધિકારીઓને હતું કે મીડિયા છે ત્યાં સુધી આ મહિલાઓ પોલીસ-સ્ટેશનમાંથી હટશે નહીં, પરંતુ વિદ્યા ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યાં સુધી રામ કદમના વિરોધમાં ઘાટકોપર પોલીસ FIR કરીને ગુનો નોંધશે નહીં ત્યાં સુધી અમે પોલીસ-સ્ટેશન છોડીશું નહીં. જરૂર પડશે તો અમારા કાર્યકરો અને પોલીસ માટે પોલીસ-પરિસરમાં જ અમે મહિલાઓ ખીચડી બનાવીને આરોગીશું.’

પોલીસ-સ્ટેશનમાં પુલાવ ખાધો

આમ છતાં પોલીસ કાયદાકીય રીતે અક્કડ રહેતાં રાતના ૯ વાગ્યે કૉન્ગ્રેસ અને NCPની મહિલા કાર્યકરો માટે અન્ય કાર્યકરો પોલીસ-પરિસરમાં પુલાવ બનાવીને લઈ આવ્યા હતા, જે પોલીસ-સ્ટેશનના પરિસરમાં જ ગરમ કરીને આ મહિલાઓ તેમના અન્ય કાર્યકરો સાથે જમી હતી. આ કાર્યકરોએ પોલીસ રામ કદમ સામે ગુનો નહીં નોંધે તો રાતના પોલીસ-સ્ટેશનના પરિસરમાં જ રાતવાસો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK