એક સુનીલ શિતપ બેઘર કરીને જેલમાં છે,પણ બીજા અનેક સુનીલ શિતપો અમારા પુર્નવસનમાં અવરોધક બની રહ્યા છે

ઘાટકોપરના સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટના રહેવાસીઓનું તેમની સોસાયટીની દુર્ઘટનાના એક વર્ષ પછી આક્રંદ : આજે સ્વજનોને આપશે શ્રદ્ધાંજલિ

ghatkopar

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્ક પાસે આવેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટને જમીનદોસ્ત થયાને આજે એક વર્ષ પૂÊરું થયું છે. આ અપાર્ટમેન્ટની દુર્ઘટના સમયે ઘટનાસ્થળે આવીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૧૫ ઑગસ્ટ ૨૦૧૮ સુધીમાં નવા ફ્લૅટની ચાવી સોંપવાની રહેવાસીઓને બાંયધરી આપી હતી. જોકે જમીનની માલિકીના વિવાદને કારણે આ રહેવાસીઓને ફરીથી તેઓ તેમના ફ્લૅટમાં પાછા ફરી શકશે કે નહીં એના માટે શંકા જાગી રહી હોવાથી આ રહેવાસીઓ ખૂબ જ આક્રોશમાં આવી ગયા છે.

આજે આ રહેવાસીઓ ૨૦૧૭ની ૨૫ જુલાઈએ દુર્ઘટનામાં તેમણે ગુમાવેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા ઘટનાસ્થળે સવારના ૧૧ વાગ્યે જમા થશે.

ગ્રાઉન્ડ ફ્લોર સાથે પાંચ માળનું સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ એક વર્ષ પહેલાં આજના દિવસે સવારે ૧૦.૪૦ વાગ્યે તૂટી પડ્યું હતું જેમાં ત્રણ મહિનાના બાળક સહિત બાર વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. એ સમયે આ સોસાયટીના બચી ગયેલા રહેવાસીઓએ તેમના બિલ્ડિંગની દુર્ઘટના માટે શિવસેનાના નેતા સુનીલ શિતપની સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવાની માગણી કરી હતી. તેને મોતની સજાથી ઓછી સજા થવી ન જોઈએ એવી રહેવાસીઓએ આક્રોશભરી માગણી કરી હતી.

અમને બેઘર કરવા માટે જવાબદાર સુનીલ શિતપ અત્યારે તેના ગુનાની સજા જેલમાં ભોગવી રહ્યો છે, પરંતુ અમારા પુર્નવસનમાં તો એક શિતપ નહીં પણ તેના જેવા સેંકડો શિતપ રોડા નાખી રહ્યા છે એમ જણાવતાં આક્રંદભર્યા શબ્દોમાં સોસાયટીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આજે અમારા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા ઘટનાસ્થળે જમા થઈશું ત્યારે અમારી નજર સમક્ષ પોતાના અંગત સ્વાર્થ ખાતર અમને બેઘર કરનાર સુનીલ શિતપનો ચહેરો સતત આવ્યા કરશે. અમે આજે તેની સામે પણ અમારો રોષ પ્રગટ કરીશું, પણ એનાથી વધારે તો અમને મુખ્ય પ્રધાન તરફથી બાંયધરી આપવામાં આવી હતી કે તેઓ આવી રહેલી ૧૫ ઑગસ્ટ પહેલાં અમારા હાથમાં નવા ફ્લૅટની ચાવી આપી દેશે. તેમણે અમને ટેમ્પરરી ધોરણે બે વર્ષ સુધી રહેવા માટે જગ્યા જરૂર આપી છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે અમારા પુર્નવસનમાં અવરોધ નાખવા સરકારી અને અર્ધસરકારી અધિકારીઓની સાથે અમુક રાજનેતાઓ પણ સક્રિય બન્યા છે. અમે શિતપને લીધે બેઘર બની ગયા, પણ અમારા પુર્નવસન માટે રાજરમતો રમાઈ રહી છે. આ રાજરમતો અમારા પુર્નવસનમાં અવરોધ ઊભા કરી રહી હોવાથી અમને શંકા થઈ રહી છે કે અમે અમારા પોતાના ફ્લૅટમાં પાછા ફરી શકીશું કે નહીં. અમે કોના પર ભરોસો કરીએ એ જ હવે અમને સમજાતું નથી. એક સુનીલ શિતપ અમને બેઘર કરીને જેલમાં છે, જ્યારે અનેક તેના જેવા સુનીલ શિતપો અમને દેખાઈ રહ્યા છે. ક્યાંક માનવતા મરી પડી હોવાનો અમને અહેસાસ થઈ રહ્યો છે.’

એક વર્ષથી અમે અમારી જમીન માટે કલેક્ટરની ઑફિસમાં ચક્કર કાપી રહ્યા છીએ એમ જણાવતાં આ સોસાયટીના રહેવાસી બ્રિરેન્દ્રકુમાર સિંહે તેમની એક વર્ષની દર્દભરી દાસ્તાન સંભળાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીની ઇમારતની દુર્ઘટના પછી ઘાટકોપર (ઈસ્ટ)ના BJPના નગરસેવક અને બિલ્ડર પરાગ શાહે અમને હૈયાધારણ આપતાં કહ્યું હતું કે હું તમારી સોસાયટીને મારા એકપણ રૂપિયાના સ્વાર્થ વગર નવી બાંધીને આપીશ. તેમના આ આશ્વાસન પછી અમે તેમના સંપર્કમાં હતા ત્યાં અમને ખબર પડી કે અમારી જમીન કોઈ બીજો બિલ્ડર ઑલરેડી પચાવી ગયો હતો. તરત જ અમે ઉપનગરની કલેક્ટર ઑફિસમાં ૩૦ મેએ અમારી જમીન બાબતની ફરિયાદ કરી હતી. ત્યારે અમને ખબર પડી કે આકારણી વિભાગના અધિકારીઓ અને ગ્પ્ઘ્ના અધિકારીઓએ રમત રમીને અમારી જમીન ૨૦૦૫ની સાલમાં અમારી બાજુના એક ડેવલપરના નામે કરી દીધી હતી. અમે એ દિવસથી કલેક્ટર ઑફિસનાં ચક્કર કાપી રહ્યા છીએ, પરંતુ હજી અમારા હાથમાં જમીનની માલિકીના ડૉક્યુમેન્ટ્સ આવ્યા નથી. આ ડૉક્યુમેન્ટ્સ વગર અમારું બિલ્ડિંગ ફરીથી ડેવલપ થઈ શકે એમ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK