મેટ્રો ૪ના રૂટ સામે ઘાટકોપર (ઈસ્ટ)ના રહેવાસીઓનો વિરોધ, સહીઝુંબેશ શરૂ

પહેલાં નક્કી થયા પ્રમાણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી રેલ પસાર કરવાની માગણી

ghatkopar

રોહિત પરીખ

ઘાટકોપરથી પસાર થતી વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો ૪નો ઘાટકોપર (ઈસ્ટ)ના નાઇન્ટી ફીટ રોડના રહેવાસીઓએ સખત વિરોધ કર્યો છે. આ રહેવાસીઓનું કહેવું છે કે અમારો વિરોધ મેટ્રો રેલ પ્રોજેક્ટ સામે નથી, અમારો વિરોધ મેટ્રો ૪ના રૂટ સામે છે. પહેલાં મેટ્રો ૪ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થવાની હતી. એને બદલે હવે એનો રૂટ બદલાઈ ગયો છે. નવા તૈયાર થયેલા રૂટ પ્રમાણે ઘાટકોપરના નાઇન્ટી ફીટથી પસાર થવાની છે, જેનો વિરોધ આ વિસ્તારના રહેવાસીઓએ ગઈ કાલે MMRDAના ઍડિશનલ કમિશનર પ્રવીણ ધરાડે સમક્ષ નોંધાવ્યો હતો.

મેટ્રો ૪ના રૂટ સામેના વિરોધમાં અમરમહલ પાસે આવેલાં કૃશાલ ટાવર અપાર્ટમેન્ટ અને પંતનગરના રહેવાસીઓ પણ જોડાયા હતા. નાઇન્ટી ફીટ રોડ, ગારોડિયા નગરના રહેવાસીઓની સાથે કૃશાલ ટાવર અને પંતનગરના રહેવાસીઓએ તેમના વિસ્તારોમાં સહીઝુંબેશની ગઈ કાલથી શરૂઆત કરી દીધી હતી.

મેટ્રો ૪ વડાલાથી થાણેની કાસારવડવલી સુધી જોડાશે. આ રેલ ઘાટકોપર (વેસ્ટ)ના LBS માર્ગ પરથી પણ પસાર થવાની છે. આ બાબતની MMRDAએ તરફથી એક વર્ષ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે ૯૦ ફીટ રોડના રહેવાસીઓને અઠવાડિયા પહેલાં જ્યારે MMRDAએ આ રોડ પર બૅરિકેડ મૂકવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી હતી કે મેટ્રો ૪ તેમના ઘર પાસેના રોડ પરથી પસાર થવાની છે.

આ જાણ થતાં જ આ નાઇન્ટી ફીટ રોડ અને ગારોડિયા નગરની આસપાસના વિસ્તારોના રહેવાસીઓ રૂટનો વિરોધ કરવા એકત્રિત થવા લાગ્યા હતા તેમ જ ગારોડિયા નગર વેલ્ફેર ફેડરેશન ઑફ હાઉસિંગ સોસાયટીના નેજા હેઠળ રહેવાસીઓએ મેટ્રો ૪ તેમના વિસ્તારમાંથી પસાર થાય એની સામે વિરોધ પ્રગટ કર્યો હતો.

gatkopar1

મેટ્રો ૪ ૯૦ ફીટ રોડ પરથી પસાર થવાથી ઘાટકોપર (ઈસ્ટ)ની ટ્રાફિકની સમસ્યા વકરશે એમ જણાવતાં ગારોડિયા નગર વેલ્ફેર ફેડરેશન ઑફ હાઉસિંગ સોસાયટીના વાઇસ-પ્રેસિડન્ટ રાજેશ અજમેરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં આ રેલ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થવાની હતી, જે ૯૦ ફીટ રોડથી ફક્ત ૩૦૦ મીટરના અંતરે જ છે. અમારી ફક્ત રૂટ બદલવાની માગણી જ છે. અમારી માગણી છે કે અત્યારના રૂટને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના અમરમહલથી લક્ષ્મીનગર સુધી ફેરવવામાં આવે, જેને લીધે અત્યારે પ્રસ્તાવિત ગારોડિયા નગર અને પંતનગર બે સ્ટેશનો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર જતા રહેશે. આ રૂટ બદલવાથી ઘાટકોપરની સાથે એક્સપ્રેસ હાઇવે પર આવેલાં રમાબાઈ નગર અને કામરાજ નગરના બે લાખથી વધુ લોકોને ફાયદો થશે. અમે આ માટે પ્પ્ય્Dખ્ને અમારા વિસ્તારમાંથી પસાર થતા બેસ્ટના રૂટ-નંબર ૩૯૯ અને ૫૧૧નું ઉદાહરણ પણ આપ્યું છે. અમારા વિસ્તારમાંથી પસાર થતા રૂટ-નંબર ૩૯૯ની બસો ખાલી જાય છે, જ્યારે એક્સપ્રેસ હાઇવે પરથી જતી બસરૂટ-નંબર ૫૧૧ની બસો ફુલ જઈ રહી છે.’

અત્યારે મેટ્રોનું કામ શરૂ થતાં જ અમારા વિસ્તારની ગ્રીનરી નાશ પામવા લાગી છે. આ સંદર્ભમાં સ્થાનિક રહેવાસી સુનીલ જાઈસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી મેટ્રોનું બાંધકામ પહેલા ચરણમાં છે ત્યાં તો નાઈન્ટી ફીટ રોડની ગ્રીનરીને જબરદસ્ત નુકસાન થઈ રહ્યું છે. આ રોડ પર રોજ સવાર-સાંજ વૉકિંગ માટે નીકળતા સિનિયર સિટિઝનો માટે પણ આ રેલ સમસ્યારૂપ બની રહેશે. આ વિસ્તારમાં સ્કૂલો અને મંદિરો આવેલાં છે, જેની પર પણ આ રેલલાઇનની અસર થશે.’

ghatkoparw

BMCના ભૂતપૂર્વ કૉર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા પ્રવીણ છેડાએ અને ફેડરેશનના પદાધિકારીઓએ ગઈ કાલે MMRDAના ઍડિશનલ કમિશનર પ્રવીણ ધરાડે સમક્ષ એક આવેદનપત્ર આપીને રૂટનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિશેની માહિતી આપતાં પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં એકમાત્ર રોડ એવો છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા નથી, શાંતિ છે. મેટ્રો ૪ આવવાથી આ રોડ પર રિક્ષા અને ફેરિયાઓનો ત્રાસ શરૂ થઈ જશે. અત્યારે મુંબઈનાં બધાં જ મેટ્રો-સ્ટેશન પાસે આ પ્રદૂષણ ઊભું થયું છે. આ બાબત અમે પ્રવીણ ધરાડેને સમજાવી હતી. પ્રવીણ ધરાડેએ અમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ માહિતી તેમના ઉપરી સુધી પહોંચાડશે.’

પ્રવીણ છેડાએ ગારોડિયા નગર અને ૯૦ ફીટ રોડના રહેવાસીઓના મેટ્રો ૪ના વિરોધની જાણકારી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને પણ આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK