કારના ટાયરે દગો દીધો અને બે કચ્છી મહિલાઓનો જીવ લીધો

ધાર્મિક પ્રસંગે દેવલાલી જતી વખતે બની ગમખ્વાર ઘટના : કાર સીધી ખાઈમાં જઈને પડી : ઘાટકોપરના પ્લાયવુડના વેપારી અને તેમની પત્નીને ગંભીર ઈજા, જ્યારે બે કઝિન બહેનોનાં ઘટનાસ્થળે જ મોત

cars2

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનથી નાશિક પાસેના જૈન ર્તીથ દેવલાલીમાં એક ધાર્મિક પ્રસંગે જઈ રહેલા કચ્છી પરિવારનો કસારાના ખર્ડી હાઇવે પર કાર-અકસ્માત થતાં આ પરિવારની જોગેશ્વરી અને વર્લી પાર્લામાં રહેતી બે મહિલાઓ મૃત્યુ પામી હતી, જ્યારે એક દંપતી થાણેની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવની માહિતી આપતાં આ પરિવારના એક સદસ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના પ્લાયવુડના વેપારી ધનસુખ છેડા ગઈ કાલે સવારે ઘાટકોપરથી તેમની પત્ની ભાવના તેમ જ તેમના મામાની દીકરીઓ મીનાક્ષી છેડા અને વર્ષા છાડવા સાથે દેવલાલી જઈ રહ્યા હતા. દેવલાલીમાં અમારા જૈનોના ઉપધાન તપ (૪૭ દિવસનું મિની સાધુજીવન) નિમિત્તે મોક્ષમાળનો પ્રસંગ હતો. એમાં ધનસુખની બહેનની દીકરી મોક્ષમાળ પહેરાવવાની હતી. આથી બધા જ આ પ્રસંગમાં જઈ રહ્યા હતા. ખર્ડી હાઇવે પર અચાનક ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ધનસુખની કારનું ટાયર ફાટી ગયું હતું.’

car1

અકસ્માતની માહિતી આપતાં કસારા પોલીસ-સ્ટેશનના નાયબ પોલીસ-નિરીક્ષક પ્રવીણ કોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪૫ વર્ષના ધનસુખ છેડાની કારનું ટાયર ફાટી જવાથી તેમણે કાર પર નિયંત્રણ ગુમાવ્યું હતું જેને પરિણામે તેમની કાર રોડ પર ઊભેલી કારની સાથે હાઇવેથી નીચે ખાઈમાં જઈ પડી હતી. એમાં ધનસુખ છેડાની કારમાં પાછળ બેઠેલાં તેમની બે કઝિન બહેનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. ધનસુખ છેડા અને તેમનાં પત્ની ભાવનાને ગંભીર ઈજા થઈ હતી. જોકે બીજી કાર ખાઈમાં પડવા છતાં એમાં બેઠેલા મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.’

મૃત્યુ પામેલી મહિલાઓ વિશે માહિતી આપતાં છેડા પરિવારના એક અંગત સ્વજને કહ્યું હતું કે ‘ધનસુખ છેડાની કાર ગલોટિયાં ખાતી નીચે ખાઈમાં પડવાથી તેમની કારમાં પાછળ બેઠેલાં જોગેશ્વરીનાં ૫૪ વર્ષનાં મીનાક્ષી છેડા અને પાર્લાનાં ૪૬ વર્ષનાં વર્ષા છાડવા ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. તેમની ડેડ-બૉડીને શહાપુર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી તેમની ડેડ-બૉડી મુંબઈ લાવવામાં આવી હતી. તેમના પરિવારજનો સવારથી જ શહાપુર પહોચી ગયા હતા.’

car

ધનસુખ અને ભાવના છેડાને થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં લઈ ગયા હતા એમ જણાવીને તેમના રિલેટિવે કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજના ભાવનાની પાંસળીનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. ભાવનાને માથામાં માર વાગ્યો છે. તેની પાંસળીઓ તૂટી જવાથી અને મણકાની ગાદી દબાઈ જવાને કારણે તેનો કમરથી ઉપરનો ભાગ સુન્ન થઈ ગયો છે. તેના પગમાં અને એક કિડનીને પણ માર લાગ્યો છે. આમ ભાવના ખૂબ જ ગંભીર હાલતમાં છે.’

ધનસુખ છેડાને માથામાં માર વાગ્યો છે અને બન્ને પગમાં મલ્ટિપલ ફ્રૅક્ચર આવ્યાં છે એમ જણાવીને તેમના રિલેટિવે કહ્યું હતું કે ‘ધનસુખ હોશમાં છે, પણ તેને ખૂબ જ માનસિક આઘાત લાગ્યો છે. આ બનાવની જાણ થતાં જ દેવલાલી પહોંચી ગયેલા ધનસુખના મોટા ભાઈ ગિરીશ છેડા ત્યાંથી પાછા ફર્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK