...તો બચી ગયો હોત ઘાટકોપરના ગુજરાતીનો જીવ

માઝગાવના ગુજરાતીએ કપડાંની ચિંતા કર્યા વગર ઊંચકીને હૉસ્પિટલ પહોંચાડ્યા, પણ જીવ ન બચાવી શક્યા : ૧૧ મેએ ન્યુ ઝીલૅન્ડ જવાની તૈયારી માટે શૉપિંગ કરવા ક્રૉફર્ડ માર્કેટ તરફ જઈ રહ્યા હતા

accidenrt

પ્રીતિ ખુમાણ ઠાકુર

આજકાલ લોકો સેલ્ફી પાડવા અને ફેસબુક પર ફોટો અપલોડ કરવા ઘેલા થતા હોય છે. આ ક્રેઝને કારણે અમુક લોકો અંતિમયાત્રા, અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ફોટો અને વિડિયો ઉતારવામાં બિઝી દેખાતા હોય છે. આવી જ કંઈ અમાનવીયતા જોવા મળી ગઈ કાલે વાડીબંદર બ્રિજ પર બનેલા અકસ્માત વખતે. એક ટ્રક બાઇક પર જતા ગુજરાતીને ઉડાડીને જતી રહી હતી અને તે ગંભીર હાલતમાં રસ્તા પર તડપી રહ્યા હતા. એમ છતાં તેમને ઘેરીને ઊભેલું ટોળું તેમને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે અકસ્માત થયો એના ફોટો અને વિડિયો લેતું જોવા મïYયું હતું. આ દરમ્યાન માઝગાવમાં રહેતી ગુજરાતી વ્યક્તિ ત્યાંથી પસાર થઈ ત્યારે તેમણે જોયું કે કંઈ થયું છે. એથી તેઓ તરત ત્યાં પહોંચ્યા અને એ વ્યક્તિને ઉપાડીને નજીકમાં આવેલી JJ હૉસ્પિટલમાં પહોંચાડીને તેમનો જીવ બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા. જોકે માથાની પાછળના ભાગમાં માર લાગ્યો હોવાથી તેઓ નહોતા બચી શક્યા.

જાણે માનવતા મરી પરવારી હોય એ રીતે લોકો ફોટો અને વિડિયો લઈ રહ્યા હતા એમ કહેતાં અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને બચાવવાના પ્રયત્ન કરનાર અને સમાજસેવક અમિત સોસાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું સૅન્ડહસ્ર્ટ રોડ સ્ટેશને જવા બાઇક દ્વારા વાડીબંદર બ્રિજ પરથી જઈ રહ્યો હતો. એ વખતે બ્રિજ પર લોકોનો જમાવડો જોતાં મેં બાઇક એક બાજુએ પાર્ક કરી અને જોયું કે એક વ્યક્તિ લોહીલુહાણ પડી હતી. લોકોને મેં પૂછતાં તેમનો અકસ્માત થયો હોવાનું અને થોડી જાન હૈ એવું મને કહ્યું હતું. એથી હું ગુસ્સે થઈને બોલવા લાગ્યો કે આ સમય ફોટો કે વિડિયો પાડવામાં વેડફી નાખવા કરતાં તેમની મદદ કરવાનો છે. એમ કહીને ત્યાં ઊભા રહેલા બે-ત્રણ લોકોની મદદ લઈને લોહીલુહાણ અવસ્થામાં તેમને ઉપાડ્યા હતા. એટલા વખતમાં ત્યાં પોલીસની ગાડી આવી અને તેમને મેં હૉસ્પિટલમાં લઈ જવાનું કહેતાં મોટી ગાડી આવવા દો એવું મને કહ્યું હતું. એથી મેં રોષે ભરાઈને તેમની સાથે વાત કરતાં પોલીસની એ જ ગાડીમાં બેસાડીને અમે JJ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે લેટ થઈ ગયું એમ કહી દીધું હતું. મને જોઈને ખૂબ ખરાબ લાગ્યું કે અમુક લોકો ત્યાં ફોટો અને વિડિયો લઈ રહ્યા હતા, પરંતુ કોઈ કંઈ કરવાની વાત નહોતું કરતું.’

તેમનો પરિવાર ન્યુ ઝીલૅન્ડ જવાની તૈયારીઓમાં હતો એ પહેલાં આવો અણબનાવ બન્યો એમ જણાવતાં અમિતભાઈએ કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં પહોંચી તેમની પાસેના મોબાઇલમાં રહેલા પાંચ-છ નંબર પર ફોન કરીને તેમનો અકસ્માત થયો છે એટલી જ વાત કરી હતી. ત્યાર બાદ તેમની માહિતી મળી હતી કે તેઓ ઘાટકોપરમાં પંતનગરમાં રહે છે. લગભગ ૪૮ વર્ષના કલ્પેશ કાન્તિલાલ ધરોડની ઑફિસ કાંદિવલીમાં છે અને તેઓ ક્રૉફર્ડ માર્કે‍ટ તરફ જઈ રહ્યા હતા. થોડા વખત બાદ તેમનાં સાસુ, સાઢુભાઈ, મિત્રો હૉસ્પિટલમાં આવ્યાં હતાં. તેમણે મને જણાવ્યું હતું કે ૧૧ મેએ તેઓ પરિવાર સાથે ન્યુ ઝીલૅન્ડ જવાના હતા અને એ માટે બધા ખૂબ ઉત્સાહિત હતા. જોકે પરિવાર સાથે આ ખુશી માણે એ પહેલાં આવો બનાવ તેમના પરિવાર માટે ખૂબ જ આઘાતજનક છે. તેમનો સ્વભાવ ખૂબ હેલ્પફુલ હોવાની સાથે લોકો સાથે ખૂબ હળીમળીને રહેતા હોવાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું.’

લોકોએ થોડું  ધ્યાન આપ્યું હોત અથવા હૉસ્પિટલે કંઈ વિશેષ પગલાં લીધાં હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત એવો આરોપ મૂકતાં અમિતભાઈએ કહ્યું હતું કે ‘જો લોકો અકસ્માત બાદ તાત્કાલિક ધોરણે કલ્પેશભાઈને હૉસ્પિટલમાં લઈ ગયા હોત તો કદાચ ભગવાનના આર્શીવાદથી તેઓ બચી શક્યા હોત તેમ જ હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ઇલેક્ટિÿક શૉક આપીને જીવ બચાવવાના કે અન્ય કોઈ રીતે તેમનો જીવ લાવવાનો પ્રયત્ïન કર્યો હોત તો કદાચ કંઈ થઈ શક્યું હોત, પરંતુ આ અકસ્માત વખતે લોકોની જે અમાનવીયતા મેં જોઈ એ મારા માટે ખૂબ આઘાતજનક હતી.’

પોલીસનું શું કહેવું છે?

આ વિશે ડોંગરી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સંદીપ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પંચનામું કરવામાં આવી રહ્યું છે. ટ્રકના ડ્રાઇવરને શોધી રહ્યા છીએ તેમ જ મૃત્યુ પામનાર ઘાટકોપરના હતા અને તેઓ કોઈ કામ માટે અહીં આવ્યા હતા. હાલમાં તેમના પરિવારજનો ખૂબ આઘાતમાં હોવાથી પૂછપરછ કરી શકાય એમ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK