ઘાટકોપરમાં સાફસફાઈ કરતી કામવાળી બૉક્સ-ગ્રિલ સાથે નીચે પડતાં મૃત્યુ પામી

ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગરની ત્રિકાળ સોસાયટીના પહેલા માળે બારી સાફ કરી રહેલી ૨૦ વર્ષની રાજશ્રી ટોકરે ગઈ કાલે બપોરે બૉક્સ-ગ્રિલ સાથે નીચે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું.

dead

રોહિત પરીખ

આ બાબતની માહિતી આપતાં આ સોસાયટીના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજશ્રી ટોકરે કામરાજનગરમાંથી પંતનગરની અમારી સોસાયટીના એક ગુજરાતી રહેવાસીને ત્યાં કામ કરવા આવતી હતી. તે ઘરનાં બધાં જ કામ કરતી હતી. ગઈ કાલે અંદાજે પોણાત્રણ વાગ્યે રાજશ્રી ઘરની બારીની બૉક્સ-ગ્રિલમાં ઊભી રહીને બારીના કાચ સાફ કરી રહી હતી. એ સમયે બૉક્સ-ગ્રિલ તૂટી પડતાં રાજશ્રી પહેલા માળેથી નીચે પડી હતી. તેને માથામાં જોરદાર માર લાગવાથી તે બેભાન થઈ ગઈ હતી.’

તેને બચાવવા માટે એ ગુજરાતી પરિવારે ખૂબ પ્રયાસ કર્યા હતા એમ જણાવતાં આ રહેવાસીએ કહ્યું હતું કે ‘પરિવારના સભ્યો આ અકસ્માતની ખબર પડતાં તરત જ પહેલાં નાથ પૈ નગરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે તેને ન્યુરોલૉજિસ્ટની સારવારની જરૂર હોવાથી ઘાટકોપર (વેસ્ટ)ની હિન્દુ સભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ચાર કલાકની સારવાર પછી રાજશ્રીનું મૃત્યુ થયું હતું.’

હિન્દુ સભામાંથી રાજશ્રીની ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ બાબતની માહિતી આપતાં પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર રોહિણી કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અકસ્માતનો કેસ દાખલ કરીને બૉડીને રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી છે. આજે પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા પછી અમે વધુ તપાસ કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK