ઘાટકોપરમાં રાજકીય ધરતીકંપ

કૉન્ગ્રેસ છોડીને BJPમાં ગયેલા સિનિયર નેતાઓ વીરેન્દ્ર બક્ષી, રાજા મીરાણી અને મનોજ દુબે આજે કરશે ઘરવાપસી : BJPમાં ગૂંગળામણ થતી હોવાનું આપ્યું કારણ

ghat

રોહિત પરીખ

ઘાટકોપરના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને મુંબઈ કૉન્ગ્રેસના એક સમયના સિનિયર નેતા વીરેન્દ્ર બક્ષી અને કૉન્ગ્રેસના જિલ્લાધ્યક્ષપદે રહી ચૂકેલા ઘાટકોપરના જ મનોજ દુબે તથા ઘાટકોપરના સામાજિક કાર્યકર રાજા મીરાણી BJP છોડીને આજે બપોરે એક વાગ્યે કૉન્ગ્રેસમાં એટલે કે સ્વગૃહે પાછા ફરશે. જોકે આ ત્રિપુટીના મહત્વના સાથીદારો રમેશ પરીખ અને ગિરીશ શેઠે અત્યારે તટસ્થ ભૂમિકા અપનાવવાનો નિર્ણય લીધો છે.

આ ત્રિપુટીની ઘરવાપસી ઘાટકોપરનાં રાજકીય સમીકરણોમાં મોટો ભૂકંપ લાવશે એવો સ્પષ્ટ અભિપ્રાય રાજકીય નિષ્ણાતોનો છે.

ઘરવાપસીનું કારણ આપતાં વીરેન્દ્ર બક્ષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજી ફેબ્રુઆરીએ વિક્રોલીમાં એક કાર્યક્રમ અટેન્ડ કરીને કૉન્ગ્રેસના મુંબઈ અધ્યક્ષ સંજય નિરુપમ મારા ઘરે મને મળવા આવ્યા હતા. એ સમયે સૈદ્ધાંતિક વાતો કરતાં-કરતાં સંજય નિરુપમે મને ઘરે પાછા ફરવાની ઑફર કરી હતી. હું પણ છેલ્લાં ચાર વર્ષથી કૉન્ગ્રેસ છોડીને BJPમાં જોડાયો હતો, પરંતુ મારા સિદ્ધાંતોને કારણે હું BJPના મુંબઈના ઉપાધ્યક્ષપદે હોવા છતાં ખુશ નહોતો. મારું મન મારા સિદ્ધાંતો સાથે કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નહોતું. મન વગર પક્ષમાં રહેવા કરતાં સંજય નિરુપમની ઑફર સ્વીકારવી મને વધુ યોગ્ય લાગી હતી. જોકે એ સમયે મેં તેમની પાસે સમય માગ્યો હતો. ત્યાર પછી મેં મારા સાથીદારો મનોજ દુબે, રાજા મીરાણી અને મારા વર્ષોજૂના કાર્યકરો સાથે મીટિંગ કરી વિચારવિનિમય કર્યો હતો અને અમે બધા જ આજે બપોરે એક વાગ્યે આઝાદ મેદાન પાસે આવેલા કૉન્ગ્રેસ કાર્યાલયમાં સંજય નિરુપમની હાજરીમાં કૉન્ગ્રેસમાં પાછા જોડાઈ જઈશું.’

ghat1

વીરેન્દ્ર બક્ષી ૨૦૧૪ની સાલમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં BJPમાં જોડાયા હતા. એ જ સમયે તેમના ખાસ સાથીદારો મનોજ દુબે અને રાજા મીરાણી પણ કૉન્ગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા, જેનો બહુ મોટો ફાયદો ત્યારના ઇલેક્શન વખતે અત્યારના હાઉસિંગ મિનિસ્ટર અને ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતાને થયો હતો. પ્રકાશ મહેતાની સામે એ ઇલેક્શનમાં BJPમાંથી કૉન્ગ્રેસમાં જોડાયેલા પ્રવીણ છેડા હતા; પરંતુ વીરેન્દ્ર બક્ષી, મનોજ દુબે અને રાજા મીરાણી પ્રકાશ મહેતાની સાથે જોડાઈ જતાં પ્રવીણ છેડાને મોટો ફટકો પડ્યો હતો. ઘાટકોપરમાં ૨૦૧૪માં એવી ચર્ચા હતી કે કૉન્ગ્રેસના મોવડીમંડળે સિનિયર નેતાઓ વીરેન્દ્ર બક્ષી, મનોજ દુબે, રાજા મીરાણીને બદલે પ્રવીણ છેડાને વિધાનસભ્યની ટિકિટ આપવાથી આ ત્રિપુટી નારાજ થઈ હતી જેનો પ્રકાશ મહેતાએ ફાયદો ઉઠાવ્યો હતો તેમ જ તેમના રાજકીય હરીફ પ્રવીણ છેડાને હંફાવવા માટે કૉન્ગ્રેસની આ ત્રિપુટીને પોતાના તરફ ખેંચી લીધી હતી.

ghat2

અચાનક ચાર વર્ષ સુધી પ્રકાશ મહેતા સાથે રહીને BJPમાંથી પાછા કૉન્ગ્રેસમાં જવાનાં કારણો આપતાં મનોજ દુબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૪ની સાલમાં નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ સબકા વિકાસ’ સૂત્રથી આકર્ષાઈને અમે કૉન્ગ્રેસ છોડીને BJPમાં ગયા હતા. જોકે આજે દેશ વિનાશ તરફ જઈ રહ્યો છે. દેશનો વિકાસ થવાને બદલે બૅન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા દેશ છોડીને ભાગી જવામાં સફળ રહ્યા છે. આમાં કેન્દ્ર સરકારની નબળાઈ છતી થઈ છે. સરકારના સાથ વગર આવા લોકો ભાગી જાય એ શક્ય નથી. આ સિવાય આજે દેશ ફરીથી ૧૯૪૭ તરફ જઈ રહ્યો છે. દેશમાં ફરીથી હિન્દુ-મુસલમાનની રાજનીતિ કરી સરકાર ટકવા માગે છે. વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે. જે સૂત્રથી અમે આકર્ષાઈને BJPમાં ગયા હતા એ સૂત્ર જ નાટક પુરવાર થઈ રહ્યું છે. આમ પણ અમે BJPમાં આવીને સૈદ્ધાંતિક રીતે ખુશ નહોતા એથી અમે અમારા ઘરે પાછા જવાનો નિર્ણય લીધો છે.’

ઘાટકોપરના રાજકીય ભૂકંપની અને ૨૦૧૯ના ઇલેક્શન સમયની પરિસ્થિતિનો ખ્યાલ આપતાં રાજકીય નિષ્ણાતોએ કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં હજી મોટા પાયા પર આયારામ ગયારામનો ખેલ ખેલાશે. આ ખેલ ઘાટકોપરનાં રાજકીય સમીકરણો બદલીને રહેશે. હજી BJPમાંથી શિવસેનામાં કયા નેતા જશે એ પણ સમય કહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK