ઘાટકોપરના કચ્છી અગ્રણીના ગુમ પુત્રની ડેડ-બૉડી ન્હાવા-શેવા પાસે મળી

પ્રેમજી લધા ગડાના બે દિવસથી ગુમ થયેલા ૫૧ વર્ષના પુત્ર વીરેશ ગડાની નવી મુંબઈના ન્હાવા-શેવા બંદર પાસેની ખાડીમાંથી ડેડ-બૉડી મળતાં ગડાપરિવારમાં આઘાતની લાગણી પ્રસરી હતી.

viresh

ઘાટકોપર (વેસ્ટ)ની જીવદયા લેનના રહેવાસી અને ઘાટકોપર કચ્છ વાગડ જૈન સમાજના અગ્રણી પ્રેમજી લધા ગડાના બે દિવસથી ગુમ થયેલા ૫૧ વર્ષના પુત્ર વીરેશ ગડાની નવી મુંબઈના ન્હાવા-શેવા બંદર પાસેની ખાડીમાંથી ડેડ-બૉડી મળતાં ગડાપરિવારમાં આઘાતની લાગણી પ્રસરી હતી. ઘાટકોપરમાં વીરેશ ગડાએ આત્મહત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે ગડાપરિવાર ગઈ કાલે શોકમાં ડૂબેલો હોવાથી આત્મહત્યાની બાબતને કોઈ પુષ્ટિ નહોતી મળી.

ગઈ કાલે વીરેશ ગડાની બપોરે નીકળેલી અંતિમયાત્રામાં જોડાયેલા ગડાપરિવારના એક નિકટના સંબંધીએ નામ ન જાહેર કરવાની શરતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વીરેશને વષોર્ પહેલાં સટ્ટામાં કરોડો રૂપિયા આર્થિક ખોટ ગઈ હતી, જેને લીધે ઘાટકોપર (વેસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર આવેલી તેની કપડાંની દુકાન બંધ કરવી પડી હતી અને વીરેશ વાશીમાં આવેલા APMC માર્કેટમાં નોકરીએ લાગી ગયો હતો. વીરેશને બે મોટા ભાઈ છે જેમાંથી મોટા ભાઈ દામજી ગડાનો APMC માર્કેટમાં ડ્રાયફ્રૂટ્સનો બહુ મોટો કારોબાર છે. વીરેશના ભાઈઓ વીરેશથી અલગ રહેતા હોવા છતાં વીરેશ મોટા ભાઈની સાથે કારમાં રોજ માર્કેટમાં જતો હતો. જોકે સોમવારે ૨૯ જાન્યુઆરીએ સવારે વીરેશ તેને માર્કેટમાં અર્જન્ટ કામ છે એમ કહીને ઘરેથી માર્કેટમાં જવા નીકળી ગયો હતો.’

વીરેશના મૃત્યુના સંદર્ભમાં ગડાપરિવારના સંબંધીએ કહ્યું હતું કે ‘સોમવારે સવારે માર્કેટ જવા નીકળેલો વીરેશ બપોર સુધી માર્કેટમાં પહોંચ્યો નહોતો. આ વાતની પરિવારના લોકોને ખબર પડતાં પરિવાર થોડો ચિંતામાં હતો, પરંતુ અગાઉ ઘણી વાર વીરેશ આવી રીતે તેના પરિવારને કહ્યા વગર ઘરમાંથી બહાર ગયો હતો. એથી સોમવારે પરિવારે તેની ગુમ થયાની ફરિયાદ નહોતી કરી. મંગળવારે રાતે વીરેશના ઘરે વીરેશના આધાર કાર્ડના આધારે ન્હાવા-શેવા પોલીસ વીરેશની ડેડ-બૉડી મળી હોવાના સમાચાર લઈને આવી હતી. વીરેશ રવિવારે જ રાજસ્થાન ફરીને પાછો આવ્યો હતો. એથી તેના રહસ્યમય મોતથી ગડાપરિવારમાં હલચલ મચી ગઈ હતી.’

મંગળવારે સાંજે છ વાગ્યાની આસપાસ અમને ખાડી પાસેના રહેવાસીઓ પાસેથી પાણીમાં ડેડ-બૉડી તરતી હોવાના સમાચાર મળ્યા હતા. આ જાણકારી આપતાં ન્હાવા-શેવા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને સમાચાર મળતાં તરત જ અમે વીરેશની ડેડ-બૉડી જોવા ખાડી પાસે ગયા હતા. વીરેશના આધાર કાર્ડમાંથી અમને વીરેશ ઘાટકોપરનો રહેવાસી હોવાની માહિતી મળી હતી. અમે તરત જ વીરેશની ડેડ-બૉડી ઉરણની હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી અને તેના પરિવારને આ બાબતની જાણકારી આપી હતી. બધી કાયદાકીય પ્રોસેસ પછી ગઈ કાલે સવારે વીરેશની ડેડ-બૉડી અમે તેના પરિવારને સોંપી હતી. વીરેશની ડેડ-બૉડી ખાડીમાં કેવી રીતે આવી એ વિશેની તપાસ અમે બે-ત્રણ દિવસ પછી તેના પરિવારજનોને મળ્યા પછી શરૂ કરીશું.’

ગઈ કાલે વીરેશના મૃત્યુના સમાચાર વાગડ સમાજમાં પ્રસરતાં જ વીરેશ ગડાએ આત્મહત્યા કરી હોવાની જોરદાર ચર્ચા શરૂ થઈ હતી. આ બાબતની સ્પષ્ટતા કરવા માટે વીરેશના બનેવી અને બિલ્ડર વેલજી બુરીચાને ‘મિડ-ડે’એ ફોન અને મેસેજ કર્યા હતા. જોકે વેલજી બુરીચાએ કહ્યું હતું કે અત્યારે અમારા પરિવારવાળા શોકગ્રસ્ત હોવાથી તમારી સાથે કોઈ વાત નહીં કરી શકે.

વીરેશના પરિવારમાં તેની પત્ની નિર્મલા અને બે પુત્રો છે, જેમાંથી એક પુત્ર પરિણીત છે. વીરેશના પિતા પ્રેમજી ગડા વીરેશની સાથે જ રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK