પંતનગર પોલીસે ફરીથી બતાવી દક્ષતા અને કુનેહ

ઘાટકોપર (ઈસ્ટ)ની દેરાસર લેનમાં આવેલી કૈલાસ જ્યોત સોસાયટીમાં એક ગુજરાતી પરિવારના ફ્લૅટમાં લાગેલી આગ તેમણે પંદર મિનિટમાં ઓલવી નાખી જેને લીધે આગ વિકરાળ બનતાં અટકી ગઈ

pantanagar1

રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગર પોલીસ-સ્ટેશનના હવાલદારો અઠવાડિયામાં બીજી વાર આગ બુઝાવવામાં સફળ રહ્યા હતા. પોલીસ-હવાલદારોની ઝડપી ઍક્શનને લીધે ઘાટકોપર (ઈસ્ટ)ની દેરાસર લેનમાં આવેલી કૈલાસ જ્યોત સોસાયટીના એક ગુજરાતી પરિવારના ફ્લૅટમાં લાગેલી આગ વિકરાળ બને એ પહેલાં જ ચાર પોલીસ-હવાલદારોએ આગને બુઝાવી નાખી હતી. ગુજરાતી પરિવારે આ ચાર હવાલદારોનું સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો.

કૈલાસ જ્યોત સોસાયટીના સાતમા માળે રહેતા ઇન્શ્યૉરન્સ કંપનીના ડેવલપમેન્ટ ઑફિસર સમીર શાહના ફ્લૅટના બેડરૂમમાં ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે અચાનક ધડાકો થઈને આગ ફાટી નીકળી હતી. આગ ફાટતાં જ સમીર શાહનો પરિવાર અને સોસાયટીના અન્ય સભ્યો બિલ્ડિંગમાંથી નીચે ઊતરવા લાગ્યા હતા. એ જ સમયે પંતનગર પોલીસને આગના સમાચાર મળતાં પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ લમોટે અને તેમની સાથે ત્રણ પોલીસ-હવાલદારો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસ-હવાલદારોની હિંમત અને સાવધાનને સલામી આપવી જોઈએ એમ જણાવીને સમીર શાહે આગના બનાવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે અમારો પરિવાર ફ્લૅટના મેઇન રૂમમાં હતો ત્યારે અચાનક બેડરૂમના ઍર-કન્ડિશનરના સ્પ્લિટમાં ધડાકો થઈને આગ ફાટી નીકળી હતી. નવાઈની વાત એ છે કે એ રૂમની બધી જ સ્વિચો બંધ હતી. ઍર-કન્ડિશનર અને એની સ્વિચ પણ બંધ હતી. આમ છતાં એમાંથી આગ કેવી રીતે ફાટી એ અમને સમજાતું નથી. ધડાકો અને આગ જોરદાર હતાં એટલે અમે તરત જ ફ્લૅટ છોડીને બહાર આવી ગયા હતા. અમારી સાથે સોસાયટીના અન્ય સભ્યો પણ નીચે ઊતરી ગયા હતા. અમે ફાયર-કન્ટ્રોલને પણ ફોન કરીને આગની જાણકારી આપી દીધી હતી. જોકે એ સમયે પંતનગર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુનીલ લમોટે અને તેમની સાથે આવેલા ત્રણ હવાલદારો ચહેરા પર રૂમાલ બાંધીને બેડરૂમની ભયંકર આગમાં કૂદી પડ્યા હતા. તેમણે તેમની હોશિયારી અને કુનેહથી પંદર મિનિટમાં જ આગને બુઝાવી નાખી હતી.’

nagar

બેડરૂમના ફર્નિચર અને અન્ય માલમત્તાને આગથી નુકશાન થયું હતું. આ બાબતની માહિતી આપતાં સમીર શાહે કહ્યું હતું કે ‘લાખો રૂપિયાની માલમત્તાને નુકશાન થયું હતું પરંતુ, અમારા પરિવારને ઉની આંચ પણ આવી નહોતી.’

ફાયરબ્રિગેડ પહોંચે એ પહેલાં જ પોલીસ-હવાલદારોએ દાખવેલી સમયસૂચકતાને અમે બિરદાવવાનો નિર્ણય લીધો હતો એમ જણાવીને સમીર શાહે કહ્યું હતું કે ‘પંતનગર પોલીસ-સ્ટેશનના સમયસર અમારી મદદે આવી પહોંચેલા પોલીસ-ઇન્સ્પેક્ટર અને તેમની સાથે આવેલા હવાલદારોને કારણે જ આગ વિકરાળ બનતાં અટકી હતી. આથી અમારા પરિવારે ચારેય જણનું સન્માન કરવાનો નિર્ણય લીધો હતો.’

આ પહેલાં ૨૯ ડિસેમ્બરે પંતનગર પોલીસે ઘાટકોપર (ઈસ્ટ)ના પટેલ ચોક વિસ્તારમાં આવી જ સમયસૂચકતા બતાવીને સ્લમ વિસ્તારમાં ફેલાતી આગને ફાયર-બ્રિગેડ આવતાં પહેલાં રોકી દીધી હતી. 

Comments (1)Add Comment
...
written by Chandrahas Halai, January 09, 2018
Bravo, Mumbai police.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK