પતંજલિ આયુર્વેદિક પ્રોડક્ટ્સની ઑનલાઇન ડિસ્ટ્રિબ્યુટરશિપ લેવામાં ઘાટકોપરની કચ્છી મહિલાએ બે લાખ દસ હજાર રૂપિયા ગુમાવ્યા

દેશની પ્રખ્યાત પતંજલિ આયુર્વેદિક પ્રોડક્ટ્સની ડિસ્ટ્રિબ્યુટરશિપ લેવા જતાં ઘાટકોપર (વેસ્ટ)ની ભટ્ટવાડીમાં રહેતી ૪૨ વર્ષની મોનિકા ધરોડે બે લાખ દસ હજાર રૂપિયા ગુમાવ્યા હતા.

રોહિત પરીખ

આ બાબતની સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આ બાબતમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધીને મોનિકાના કૉલ-રેકૉર્ડ્સ, બૅન્ક-ડીટેલ્સ અને ઇન્ટરનેટ ઍડ્રેસ પરથી ગુનેગારોને શોધી રહી છે.

મોનિકા ધરોડે ડિસેમ્બર મહિનાના પહેલા વીકમાં ઑનલાઇન એક જાહેરાત વાંચી હતી. એમાં પતંજલિ આયુર્વેદિક પ્રોડક્ટ્સની ડિસ્ટ્રિબ્યુટરશિપ આપવાની ઑફર હતી. આથી મોનિકાએ જાહેરાતમાં આપવામાં આવેલા ફોન-નંબર પર જાહેરાત આપનારાઓનો સંપર્ક કર્યો હતો.

ત્યાર બાદની માહિતી આપતાં મોનિકા ધરોડના એક પરિચિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાહેરાત આપનારાઓએ મોનિકાને વૉટ્સઍપના માધ્યમથી ડિસ્ટ્રિબ્યુટરશિપ માટેનું એક ફૉર્મ મોકલ્યું હતું. મોનિકાએ પણ વૉટ્સઍપ દ્વારા જ એ ફૉર્મ ભરીને પાછું મોકલ્યું હતું. એની સામે ફૉર્મમાં આપવામાં આવેલા બૅન્કના અકાઉન્ટ-નંબર પર મોનિકાએ દસ હજાર રૂપિયા ઑનલાઇન મોકલી આપ્યા હતા. ત્યાર પછી બે-ચાર દિવસમાં મોનિકાને બે લાખ રૂપિયા મોકલવા માટે ફોન આવ્યો હતો. આ રકમની સામે મોનિકાને કહેવામાં આવ્યું હતું કે કંપની બે લાખ રૂપિયાની સામે ચાર લાખ રૂપિયાની પ્રોડક્ટ્સ મોકલશે.’

મોનિકાએ ફોન પર વાત થયા પ્રમાણે ઑનલાઇન બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા એમ જણાવીને તેના પરિચિતે કહ્યું હતું કે ‘બે લાખ રૂપિયા મોકલ્યા પછી મોનિકા પ્રોડક્ટ્સ આવે એની રાહ જોતી હતી, પરંતુ તેને કોઈ પ્રોડક્ટ્સ મળી નહોતી. આથી મોનિકાએ જે નંબર પરથી તેને ફોન આવ્યા હતા અને જે નંબર પર તેણે ફોન કર્યા હતા એ ફોન-નંબરો પર ફોન જોડવા છતાં કોઈ રિસ્પૉન્સ મળ્યો નહોતો અને બધા જ ફોન બંધ આવતા હતા. એને લીધે તેને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો. તેણે મંગળવારે આ બાબતની ફરિયાદ સાકીનાકા પોલીસમાં નોંધાવી હતી. પોલીસને આ ગુનામાં કોઈ ગૅન્ગ સંડોવાઈ હોવાની શંકા છે.’  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK