આતા માઝી સટકલી

ગારોડિયાનગર-રાજાવાડીના વિસ્તારોને સ્વચ્છ અને ફેરિયામુક્ત કરવા માટે પરાગ શાહે BMC અને ટ્રાફિક-વિભાગ સાથે મીટિંગ કરીને અનુરોધ કર્યો

ghat

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગર અને રાજાવાડીના વિસ્તારોને સ્વચ્છ અને ફેરિયામુક્ત કરીને આ વિસ્તારો BMCના જે વૉર્ડ હેઠળ આવે છે એ વૉર્ડ-નંબર ૧૩૨ને ઘાટકોપરનું રોલ-મૉડલ બનાવવા માટે આ વિસ્તારના BJPના નગરસેવક પરાગ શાહે કમર કસી છે. આ મુદ્દે પરાગ શાહ અને તેમની ટીમના કાર્યકરોએ ગયા અઠવાડિયે ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા BMCનાં N વૉર્ડ-ઑફિસર ભાગ્યશ્રી કાપસે, ઝોન-૭ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઢાકણે, ટ્રાફિક-વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર પી. આïઇ. કાયગુડે અને BMCના અન્ય અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

આ બાબતની માહિતી આપતાં પરાગ શાહની ટીમના જય શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘BMCની ચૂંટણી સમયે પરાગ શાહે વૉર્ડ-નંબર ૧૩૨ને ઘાટકોપરનું રોલ-મૉડલ બનાવવાની જાહેરાત કરી હતી. આ વિસ્તારોના મતદારોએ અને રહેવાસીઓએ પરાગ શાહ પાસે ગારોડિયાનગર અને રાજાવાડીના વિસ્તારોને ફેરિયામુક્ત કરવાની ડિમાન્ડ કરી હતી. પરાગ શાહે ચૂંટણીપ્રચાર દરમ્યાન રહેવાસીઓને આ બાબતની ખાતરી આપી હતી. પરાગ શાહે રહેવાસીઓને કહ્યું હતું કે સ્વચ્છતા, ફેરિયામુક્ત વિસ્તારો, પાર્કિંગની સમસ્યા જેવા મુદ્દા પર કોઈ પણ નગરસેવકને એકલા હાથે કામ કરીને સફળતા મળી નથી. આમાં સ્થાનિક રહેવાસીઓ અને ઘાટકોપરવાસીઓનો સાથસહકાર અતિ મહત્વનો છે. તેમની આ અપીલને તેમના વિસ્તારના અને ઘાટકોપરના રહેવાસીઓએ ઘાટકોપરને મુંબઈનું જ નહીં, દેશનું રોલ-મૉડલ બનાવવા વધાવી લીધી હતી. લોકો તેમની ૧૦૦૮ની ટીમમાં જોડાયા હતા. તેમના સ્વયંસેવક બનીને છેલ્લા દસ મહિનાથી લોકો ગારોડિયાનગર અને રાજાવાડીના વિસ્તારોને સુધારવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.’

ghat1

મારી પાસે રહેવાસીઓ ફેરિયાઓ અને બૅનરો, અમુક વિસ્તારોમાં રહેલી ટ્રાફિકની સમસ્યાઓ માટે સતત ફરિયાદ કરતા હતા એમ જણાવતાં પરાગ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લોકોની ફરિયાદની સામે હું અને મારી ટીમ પૂરતા પ્રયાસો કરીને ફરિયાદ સૉલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ છતાં ફેરિયાઓ અને બૅનરો જેવી સમસ્યા અમારી શાંતિપૂર્વકની ઝુંબેશથી ઉકેલાતી નથી. આથી મારે ન છૂટકે હવે દસ મહિના પછી કડક વલણ અપનાવવું પડ્યું છે. પહેલાં તો મેં મારા જ કાર્યકરોને વૉર્ડ-નંબર ૧૩૨માં ગેરકાયદે બૅનરો નહીં મૂકવાનો અનુરોધ કર્યો છે.’

ફેરિયાઓને હું પહેલા દિવસથી પબ્લિક માટે ત્રાસરૂપ ન બનવા માટેની સલાહ અને સમજણ આપી રહ્યો છું. આ સંદર્ભમાં પરાગ શાહે કહ્યું હતું કે ‘જાગરૂક નાગરિકો અને હું અમારા વિસ્તારોમાં ચાલતી ખાઉગલીઓ અને અન્ય ફેરિયાઓને પર્સનલી મળીને સમજાવ્યા હતા કે હું કોઈના પેટ પર લાત મારતો નથી; પરંતુ રાહદારીઓ, સિનિયર સિટિઝનો કે સ્થાનિક રહેવાસીઓને તમે અડચણરૂપ નહીં બનો. તમે શિસ્તબદ્ધ બેસીને ધંધો કરો. જોકે ફેરિયાઓને અમારી પ્રેમની ભાષા સમજાઈ નહોતી. આથી વૉર્ડ-ઑફિસર અને BMCના અન્ય અધિકારીઓ, ટ્રાફિક-વિભાગ સાથે મીટિંગ કરીને ચેતવણી આપી હતી કે ગેરકાયદે ફેરિયાઓ સામે તરત જ કાર્યવાહી કરવામાં આવે. નહીંતર મારે ન છૂટકે આ મુદ્દે રોડ પર ઊતરવું પડશે.’

પરાગ શાહની વૉર્ડ-ઑફિસર અને BMCના અન્ય અધિકારીઓ સાથેની મીટિંગ પછી BMCના અધિકારીઓએ તેમની કાર્યવાહી શરૂ કરી હતી. એ વિશેની માહિતી આપતાં જય શાહે કહ્યું હતું કે ‘સોમવારથી BMCએ ગેરકાયદે ફેરિયાઓ અને બૅનરો પર કાર્યવાહી કરવાની શરૂઆત કરતાં રહેવાસીઓએ રાહત અનુભવી હતી. BMC એની કાર્યવાહી રોકી દેશે તો પરાગ શાહની ટીમ આ મુદ્દે રોડ પર ઊતરી આવશે એમાં કોઈ શંકા નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK