પ્રાણીબાગ બની રહેલું ઘાટકોપર

કૂતરાઓ, ઉંદરો, ગાયો, વાંદરાઓ, ડુક્કરો અને ગધેડાઓને રોડ પર રખડતાં જોઈને સ્થાનિક રહેવાસીઓને ગામડામાં રહેતા હોય એવી પ્રતીતિ થઈ રહી છે

donkey

રોહિત પરીખ

ઘાટકોપરમાં રોડ પર રખડતી-રઝળતી ગાયોના ત્રાસમાંથી રહેવાસીઓને મુક્તિ મળતી નથી ત્યાં હવે રોડ પર ગધેડા પણ રખડતા જોવા મળે છે. ઘાટકોપર-ઈસ્ટમાં રોડ અને ફુટપાથો પર ગાયોનું સામ્રાજ્ય જોવા મળે છે. એ જોઈને સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ક્યારેક અમને આવાં દૃશ્યો જોઈને ગામડામાં રહેતા હોઈએ એવી પ્રતીતિ થાય છે.

આ બાબતની માહિતી આપતાં ઘાટકોપર-વેસ્ટના નલિન શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પરની પાટીદાર વાડી પાસે થોડા દિવસોથી ગધેડાઓ ફરતા જોવા મળે છે. આ પહેલાં જગડુશાનગરમાં ગધેડાઓ ચરતા જોવા મળતા હતા ત્યારે એમ કહેવાતું હતું કે જગડુશાનગરની પાછળના એક વિસ્તારમાંથી ગધેડાઓ ફરવા નીકળે છે. રોડ પર જેવી રીતે ગાયો ટ્રાફિકને અસર કરે છે એવી રીતે ગધેડાઓ પણ ટ્રાફિક રોકે છે.’

અમે મિડ-ડે LOCALમાં જ વાંચ્યું હતું કે ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડીમાં થોડા મહિનાઓથી વાંદરાઓ અને ડુક્કરો રોડ પર ભટકતાં જોવા મળે છે એમ જણાવતાં નલિન શાહે કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં ઉંદરોનો જબરદસ્ત ત્રાસ છે. અમુક હૉસ્પિટલોમાં ઉંદરો ફરતા જોવા મળ્યાની ફરિયાદો પણ સાંભળવા મળી છે. આ ઉપનગરમાં તબેલાઓનું મકાનોમાં પરિવર્તન થયા પછી ઘાટકોપર-ઈસ્ટમાં BMC ઑફિસના આસપાસના વિસ્તારોમાં, ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટને જોડતા હવેલી બ્રિજ પર, પટેલ ચોકમાં, પંતનગરમાં, દેરાસર લેનમાં, ઉપાશ્રય લેનમાં ગાયોનો ભયંકર ત્રાસ છે છતાં BMCના અધિકારીઓ આ બાબતમાં કોઈ જ કડક કાર્યવાહી કરતા નથી. જ્યાં મંદિરો નથી ત્યાં પણ ગાયો લઈને બાઈઓ ઘાસ સાથે પુણ્ય વેચવા બેસી જાય છે.’

કૂતરાઓનો પણ ત્રાસ છે એ સંદર્ભમાં નલિન શાહે કહ્યું હતું કે ‘ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટના અમુક વિસ્તારોમાં કૂતરાઓ રાત પડતાં ચોકી કરવા નીકળી પડે છે. સૌથી મોટો ત્રાસ ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી ગાર્ડનની આસપાસ, ટિળક રોડ પાસેના મનુભાઈ વૈદ્ય માર્ગ પર, નાઇન્ટી ફીટ રોડની આસપાસમાં કૂતરાઓનો છે. ભલે આ કૂતરાઓનાં વંધ્યીકરણ ઑપરેશન થયાં હોવાથી બીજી કોઈ તકલીફ નથી છતાં એના ભસવાથી અનેક વાર અનેક લોકો ડરીને પડી જવાના બનાવ બનતા રહે છે. મિડ-ડે LOCALમાં થોડા દિવસ પહેલાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો કે ખોખાણી લેનમાં એક સિનિયર સિટિઝન મહિલા સ્ટ્રીટ-લાઇટ બંધ હોવાથી ફુટપાથ પર બેઠેલી ગાય ન દેખાતાં એની સાથે અથડાતાં પડી ગયાં હતાં અને ઈજા પામ્યાં હતાં. આવી જ પરિસ્થિતિ ઉપાશ્રય લેનમાં પણ છે.’

આ મુદ્દે ઘાટકોપરના સામાજિક કાર્યકરો અને જાગરૂક નાગરિકોએ અવાજ ઉઠાવવાની જરૂર છે એમ જણાવતાં નલિન શાહે કહ્યું હતું કે ‘જ્યાં સુધી BMCના અધિકારીઓ પ્રાણીબાગ બની રહેલા ઘાટકોપરને રોકવા માટે કાર્યવાહી કરશે નહીં ત્યાં સુધી આ રોડ પર રખડતાં-રઝળતાં પ્રાણીઓનો ત્રાસ દૂર થશે નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK