ટિળક રોડ પાસેના લાયન્સ ગાર્ડનના સહેલાણીઓને રાહત

મિડ-ડે LOCALના અહેવાલો અને નગરસેવક પરાગ શાહની ટીમનાં ઝડપી પગલાં રંગ લાવ્યાં

garden

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના ટિળક રોડ પાસે આવેલા લાયન્સ ગાર્ડનમાંથી ગાર્ડન ડિપાર્ટમેન્ટે ધરાશાયી થયેલા વૃક્ષના થડને હટાવવાની જરૂર છે એવા બુધવાર ૪ ઑક્ટોબરે અને તૂટી ગયેલી બેન્ચ અને રેલિંગને રિપેર કરવા માટે ૧૧ ઑક્ટોબરે મિડ-ડે LOCALમાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આાવ્યા હતા. ત્યાર પછી  ગારોડિયાનગર અને રાજાવાડી વિસ્તારોને આવરી લેતા BMCના વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના નગરસેવક પરાગ શાહની ટીમે ગાર્ડન ડિપાર્ટમેન્ટ સાથે ત્વરિત ઍક્શન લઈને વૃક્ષના થડના ભાગને હટાવી દીધો હતો તેમ જ વૃક્ષ ધરાશાયી થવાથી તૂટી ગયેલી સ્ટીલની રેલિંગ અને બેન્ચને પણ રિપેર કરાવી દેતાં આ ગાર્ડનમાં આવતા સહેલાણીઓને રાહત થઈ હતી.

આખો બનાવ એવો બન્યો હતો કે ૨૦ સપ્ટેમ્બરના તોફાની વાતાવરણમાં લાયન્સ ગાર્ડનમાં એક તોતિંગ વૃક્ષ મૂળિયાં સાથે ધરાશાયી થયું હતું જેને કારણે આ ભાગમાં બેસાડવામાં આવેલા પેવર-બ્લૉક્સ અને એની પર બેસાડવામાં આવેલી બેન્ચ જમીનમાંથી ઊખડી ગઈ હતી. આથી સાઇડમાં લગાડવામાં આવેલી સ્ટીલની રેલિંગ પણ તૂટીને જમીન પર પડી ગઈ હતી. આમ ગાર્ડનને ઘણું નુકસાન થયું હતું. BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટે વૃક્ષ ધરાશાયી થયા પછી તરત જ એના ભાગોને કાપીને હટાવી દીધા હતા.

garden1

જોકે BMCએ રેલિંગ, બેન્ચ રિપેર કર્યા નહોતા. સહેલાણીઓએ આ બાબતની ફરિયાદ મિડ-ડે LOCALને કરી હતી. ત્યાર બાદ બુધવાર ૪ ઑક્ટોબરે એના પર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને કારણે ગાર્ડન ડિપાર્ટમેન્ટે અહેવાલના કલાકોમાં જ વૃક્ષના વધેલા થડને પણ કાપીને ત્યાંથી હટાવીને ફરવા માટેનો રસ્તો ખુલ્લો કરી દીધો હતો. જોકે તૂટી ગયેલી સ્ટીલની રેલિંગ, બેન્ચ અને પેવર બ્લૉક્સને રિપેર કર્યા નહોતા. આ બાબતની ફરિયાદ પરાગ શાહની ટીમને મળતાં જ તેમણે ગાર્ડન ડિપાર્ટમેન્ટ સાથે ફૉલોઅપ કરીને તૂટી ગયેલી વસ્તુઓને રિપેર કરાવીને ગાર્ડનને પહેલાં જેવું જ બનાવી દીધું હતું.

આ વિશે માહિતી આપતાં સહેલાણીઓએ કહ્યું હતું કે ‘અમે મિડ-ડે LOCAL અને પરાગ શાહની ટીમના ખૂબ જ આભારી છીએ. આ ગાર્ડન હજી એક વર્ષ પહેલાં જ રિનોવેટ થયું છે. એમાં કુદરતી પ્રકોપને કારણે ગાર્ડનને નુકસાન થયું હોવાથી અમને ફરવામાં અને જૉગિંગ કરવામાં તકલીફ પડતી હતી, પરંતુ હવે એ પહેલાં જ જેવું બની જતાં અમારી તકલીફ દૂર થઈ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK