યે ઇતના નહીં હૈ આસાન

હાઈ કોર્ટના આદેશ અને માર્ગદર્શિકાથી ફેરિયાઓ હટી જશે એવી માન્યતાને ખોટી ઠેરવતા BMCના અતિક્રમણ વિભાગના અધિકારીઓ

ghat

રોહિત પરીખ

હાઈ કોર્ટે પહેલી નવેમ્બરે આપેલા ફેરિયાઓ સંબંધી આદેશથી અને જાહેર કરેલી માર્ગદર્શિકાથી ફેરિયાઓ હટી જશે અને ઘાટકોપર ફેરિયામુક્ત થઈ જશે એવી સામાન્ય જનતાની માન્યતાને BMCના અતિક્રમણ વિભાગના અધિકારીઓએ ખોટી ઠેરવી છે. આ અધિકારીઓની વાતોને માની લઈએ તો જે વિસ્તારમાં ફેરિયાઓનો ત્રાસ છે એ વિસ્તારના રહેવાસીઓએ તેમના વિસ્તારના ફેરિયાઓને કેમ હટાવવા જોઈએ એ વિશે સંપૂર્ણ માહિતી આપતી અપીલ કોર્ટમાં કરવી પડશે ત્યાર પછી કોર્ટ આદેશ આપશે તો જ BMCનો અતિક્રમણ વિભાગ એ વિસ્તારના ફેરિયાઓને હટાવશે. આવો નિર્દેશ અતિક્રમણ વિભાગના અધિકારીઓએ મિડ-ડે LOCAL સાથેની વાતચીતમાં આપ્યો હતો. જોકે BMCએ કોર્ટના આદેશ પછી રેલવે-સ્ટેશનથી ૧૫૦ મીટરનું અંતર માપીને એ જગ્યા પર નો હૉકિંગ ઝોનનું માર્કિંગ કરવાનું શરૂ કરી દીધું છે.

ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટના મોટા ભાગના વિસ્તારોમાં ફેરિયાઓએ તેમનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. આ સામ્રાજ્ય ઘાટકોપર-ઈસ્ટના આર-સિટી મૉલથી વિક્રાંત સર્કલ સુધી ફેલાયેલું છે. BMCના છેલ્લા ઇલેક્શનમાં રાજકીય પક્ષોએ વોટ- બૅન્ક મજબૂત કરવા દરેક વિસ્તારના રહેવાસીઓને તેમના વિસ્તારમાં બનેલી ખાઉંગલી કે ફેરિયાઓના ત્રાસમાંથી એ વિસ્તારને મુક્ત કરીશું એવાં વચનોની લહાણી કરી હતી.

જેને પગલે ઇલેક્શન પછી જાગરૂક નાગરિકોની ઠેર-ઠેર નિર્માણ થયેલી ટીમોએ ગંદકી, બીમારી અને ટ્રાફિકની મુશ્કેલી દર્શાવી ફેરિયાઓને હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરી હતી. જોકે આ ઝુંબેશને જોઈએ એવો કૉપોર્રેટરોનો કે BMCનો સપોર્ટ ન મળવાથી ઝુંબેશને હજી સુધી સફળતા મળી નથી.

ghatkopar

ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી હિંગવાલા લેન, ખોખાણી લેન અને જેઠાભાઈ લેનના રહેવાસીઓને છ મહિનાથી તેમના વિસ્તારને ફેરિયામુક્ત કરવામાં સફળતા મળી છે એની સામે પણ રાજનેતાઓ અને અમુક સામાજિક કાર્યકરો સખત વિરોધ કરી રહ્યા છે. પહેલી નવેમ્બરના કોર્ટના ઑર્ડર પછી પણ આ રાજનેતાઓ અને સામાજિક કાર્યકરો આ ત્રણ લેનમાં ફેરિયાઓ બેસે એના માટે આડકતરો દબાવ લાવી રહ્યા છે. 

પહેલી નવેમ્બરે બૉમ્બે હાઈ કોર્ટમાં ફેરિયાઓની વિરોધમાં અને ફેરિયાઓની તરફેણમાં કરવામાં આવેલી રિટ પિટિશનોની સામે કોર્ટે આદેશ આપ્યો છે કે રેલવે-સ્ટેશન અને BMC માર્કેટના ૧૫૦ મીટરના અંતરમાં અને એજ્યુકેશનલ, રિલિજિયસ સંસ્થાનોના ૧૦૦ મીટરના અંતરમાં ફેરિયાઓ બેસી શકશે નહીં. આના માટે કોર્ટે BMCને પણ અમુક માર્ગદર્શિકા તૈયાર કરીને હૉકિંગ ઝોન બનાવવાની સૂચના આપી છે.

આ સંજોગોમાં ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટમાંથી ફેરિયાઓ હટાવવામાં BMCનો કેવો રોલ રહેશે એ જાણવા માટે BMCના અતિક્રમણ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરતાં તેમણે મિડ-ડે LOCAL ને કહ્યું હતું કે ‘આના માટે કોર્ટમાં વિસ્તૃત માહિતી રજૂ કરીને કોર્ટની પરવાનગી લેવી પડશે જેમાં અમને જે અને તે વિસ્તારના રહેવાસીઓ તરફથી પણ સપોર્ટની જરૂર પડશે. આ રહેવાસીઓએ પણ કોર્ટમાં તેમના તરફથી ફેરિયાઓની વિરુદ્ધમાં રિટ પિટિશન ફાઇલ કરવી પડશે. અમે કોર્ટનો ઑર્ડર મYયા પછી જ ફેરિયાઓને હટાવી શકીશું.’

આ અધિકારીઓના કહેવા પ્રમાણે તો રેલવે-સ્ટેશનની હદમાં પણ રેલવે તરફથી કાયદાકીય ઑર્ડર લાવવો પડશે તો જ અમે આ વિસ્તારમાંથી ફેરિયાઓને હટાવી શકીશું. જોકે બુધવારના કોર્ટના ઑર્ડર પછી BMCએ ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટમાં સ્ટેશન પાસે બેસતા ફેરિયાઓ સામે ઍક્શન લેવાની શરૂઆત કરી હતી. સૌથી વધુ કડક રીતે તો ઘાટકોપર-વેસ્ટમાં ઘાટકોપર પોલીસ તરફથી ઍક્શન લેવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK