અતિ જોખમી મકાનોના રહેવાસીઓ માટે આંચકાજનક સમાચાર

હાઈ કોર્ટના આદેશને પગલે BMC આવાં મકાનો ખાલી કરાવવા ઉતાવળી

buikding

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટ અને વેસ્ટનાં અતિ જોખમી બિલ્ડિંગોના રહેવાસીઓ માટે આંચકાજનક સમાચાર છે. ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોકમાં આવેલું દામજી સદન રાતોરાત ખાલી કરાવીને એના અમુક ભાગને તોડી પાડ્યાની વાત હજી સ્થાનિક રહેવાસીઓ ભૂલ્યા નથી ત્યાં ઘાટકોપર-વેસ્ટની ગંગાવાડી, શાહ ભુવન અને શાંતા ભુવનના રહેવાસીઓને ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા BMCના N વૉર્ડનાં ઑફિસર ભાગ્યશ્રી કાપસેએ વહેલી તકે ખાલી કરવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

ઘાટકોપર-ઈસ્ટના નાઇન્ટી ફીટ રોડ પર આવેલા લવન્ડર બો હૉલમાં આ રહેવાસીઓ સાથેની મીટિંગમાં BJPના સ્થાનિક વિધાનસભ્ય અને રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા હાજર રહ્યા હતા. આ રહેવાસીઓને ભાગ્યશ્રી કાપસેએ અને પ્રકાશ મહેતાએ જર્જરિત મકાનો માટે હાઈ કોર્ટના આદેશની સમજણ આપી હતી તેમ જ રાજ્ય સરકારે તાજેતરમાં ડેવલપમેન્ટ કન્ટ્રોલ કાયદા ૩૩ (૭)માં કરેલા ફેરફારોથી અતિ જોખમી મકાનોના રહેવાસીઓને થનારા ફાયદા વિશે સમજાવ્યું હતું.

આ મીટિંગ સંબંધી માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં સૌથી વધુ જૂનાં અને જર્જરિત મકાનો છે. આમાંથી અમુક મકાનો છેલ્લાં ૬ વર્ષથી રીડેવલપમેન્ટમાં ગયા પછી પણ આ મકાનો રીડેવલપ થયાં નથી. એક મકાન તૈયાર થઈ ગયા પછી પણ એના ડેવલપર બે મકાનોના ભાડૂતોને ફક્ત ભાડાં આપે છે, નવી જગ્યા આપતા નથી. આવા સંજોગોમાં અમને એક-બે વર્ષથી BMC મકાન ખાલી કરવાની નોટિસ આપે છે, પરંતુ અમને સતત બેઘર થવાનો ભય સતાવી રહ્યો છે.’

આ ભાડૂતોને બુધવારની મીટિંગમાં સરકારે તૈયાર કરેલા ૩૩ (૭) (એ) પ્રમાણે નવી જગ્યા આપવાની વાતો કરવામાં આવી હતી એ સંદર્ભમાં આ રહેવાસીઓએ જણાવ્યું હતું કે ‘એ વાતોમાં કેટલું તથ્ય છે એની તો અમારી સાથે ઍગ્રીમેન્ટ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે. અત્યારે તો ભાગ્યશ્રી કાપસેએ ‘મકાન ખાલી કરો અથવા ૪૮ કલાકમાં બીજી નોટિસ માટે તૈયાર રહો’ એવી ધમકી આપી છે જેનાથી રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.’

કમલા ભુવનની પાણીની લાઇન કપાઈ ગઈ


ઘાટકોપર-વેસ્ટના શ્રેયસ સિનેમા પાસે આવેલા ૬૫ વર્ષ જૂના મકાનની બુધવારે BMCએ પાણીની લાઇન કાપી નાખી હતી. એ સમયે આ મકાનની મહિલા રહેવાસીઓએ વિરોધ કર્યા છતાં BMCએ તેમની વાતો સાંભળી નહોતી. આ મકાનને પણ BMC તરફથી ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. રહેવાસી મહિલાઓ પાણીની લાઇન કપાઈ રહી હતી ત્યારે સતત BMCના અધિકારીને વિનંતી કરતી હતી કે અમને થોડો સમય આપો. અમારી રીડેવલપમેન્ટની વાતો ચાલે જ છે, પણ ગ્પ્ઘ્ને તેમની વાતોમાં જરાય રસ નહોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK