સંસદસભ્ય કિરીટ સોમૈયા કહે છે કે ગારોડિયાનગરના રોડની ૪૦ વર્ષ જૂની સમસ્યાનું નિરાકરણ હવે હાથવેંતમાં

પહેલી ઑક્ટોબરથી રિપેરિંગ અને ડેવલપમેન્ટ શરૂ થશે

road

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરની ૪૦ વર્ષ જૂની રોડ, ડ્રેનેજ અને સિવરેજની સમસ્યાનું નિરાકરણ હવે હાથવેંતમાં હોવાનો સ્પષ્ટ નિર્દેશ ઈશાન મુંબઈના BJPના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ આપ્યો છે. કિરીટ સોમૈયાએ કરેલા દાવા પ્રમાણે ગારોડિયાનગરના ઇન્ટર્નલ રોડનું રિપેરિંગ, જાળવણી અને ડેવલપમેન્ટ કાર્ય પહેલી ઑક્ટોબરથી શરૂ થઈ જશે.

ડોલરિયા વિસ્તાર તરીકે વર્ષો પહેલાં પ્રખ્યાત થયેલું ગારોડિયાનગર એના રોડ, ડ્રેનેજ અને સિવરેજની કથળેલી હાલતને લીધે હંમેશાં લોકચર્ચામાં અને સમાચારમાં ચમકતું રહ્યું છે. આજથી ૪૦ વર્ષ પહેલાં આ સમસ્યા માટે આ વિસ્તારના રહેવાસી અને ગારોડિયાનગર રેસિડન્ટ્સ અસોસિએશનના સ્થાપક ગિરીશ શેઠ અને તેમની ટીમે લડત શરૂ કર્યા પછી પણ ગારોડિયાનગર પર પ્રાઇવેટ લેઆઉટનું લેબલ લાગેલું હોવાથી BMC એક પણ સમસ્યાનું નિરાકરણ કરવા તૈયાર નહોતું. એના માટે આ વિસ્તારના ભૂતપૂર્વ નગરસેવકો ડૉ. એ. એસ. રાવ, મૃદુલા શાહ, ભાલચંદ્ર શિરસાટ, ફાલ્ગુની દવે અને ઘાટકોપર-ઈસ્ટમાં સતત પાંચ વાર વિધાનસભ્ય બનેલા પ્રકાશ મહેતા તેમ જ હાલના નગરસેવક પરાગ શાહ અથાગ પ્રયાસો કરતા રહ્યા હતા અને કરી રહ્યાં છે. આમ છતાં આ વિસ્તારની તેઓ સૂરત બદલવામાં ધાર્યા સફળ થયાં નહોતાં.

footpath

ફેબ્રુઆરી મહિનાનું BMCનું ઇલેક્શન ગારોડિયાનગરની સમસ્યાઓને લઈને જબરદસ્ત વિવાદો અને વંટોળે ચડ્યું હતું. ઇલેક્શન પહેલાં આ વિસ્તારના રોડ બનશે એવી જાહેરાત સાથે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે રસ્તાના રિનોવેશન માટેનું ઉદ્ઘાટન પણ થઈ ગયું હતું. ત્યાર પછી આ રોડના મુદ્દે ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા BMCના N વૉર્ડના ઑફિસર સસ્પેન્ડ થઈ ગયા હતા.

હાલના નગરસેવક પરાગ શાહે સ્ટૅન્ડિંગ કમિટીમાં આ રોડ માટે બજેટ પણ પાસ કરાવી લીધું હોવા છતાં રોજ અવનવી વાતો વચ્ચે રોડના રિનોવેશનનો મુદ્દો ગૂંચવાતો રહ્યો હતો.

manhole

પ્રાઇવેટ લેઆઉટ હોવાથી BMC ૧૦૦ ટકા બજેટ ફાળવવા અસમર્થ હતું. આ વાતનો પણ કિરીટ સોમૈયા અને પ્રકાશ મહેતાએ માર્ગ કાઢી આપ્યા બાદ પણ હજી આ રોડ બનશે કે નહીં એ સવાલ ઊભો જ હતો. રોડ બનશે તો ક્યારે બનશે એ પણ એક સવાલ હતો. આ સવાલોની વચ્ચે પરાગ શાહે વચગાળાનો માર્ગ શોધી સ્થાનિક રહેવાસીઓ અને પોતાના ખર્ચે આ વિસ્તારના રસ્તાઓને રિપેરિંગ કરાવ્યું, પણ આ સીઝનના તોફાની વરસાદે રોડને ફરીથી બિસમાર કરી દીધા હતા.

આ સંજોગોમાં કિરીટ સોમૈયાએ આ વિસ્તારના રહેવાસીઓને રાહત મળે એવા સમાચાર આપતાં કહ્યું હતું કે ‘કલેક્ટર કુશવાહા અને BMC કમિશનર અજોય મેહતા સાથે વાતચીત થયા પ્રમાણે પહેલી ઑક્ટોબરથી ગારોડિયાનગરના રસ્તાઓનું રિપેરિંગ, જાળવણી અને ડેવલમેન્ટ શરૂ થઈ જશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK