મૈં હૂં ના

આવો વિશ્વાસ આપીને ગારોડિયાનગરના નગરસેવક પરાગ શાહે સ્થાનિક રહેવાસીઓના અને પોતાના ખર્ચે ખાડાળા રોડને સમથળ બનાવવા કમર કસી

bharoso

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરના રહેવાસીઓને આ ચોમાસામાં પણ ખાડાળા-બિસમાર રોડમાંથી રાહત મળી નહોતી. આથી આ રહેવાસીઓમાં નારાજગી પ્રવર્તી હતી. આમાં પણ પહેલા વરસાદ પછી આ રોડ પર BMCએ ફરીથી એક વાર પૅચવર્ક કર્યા બાદ ફરી રોડની હાલત બિસમાર બની જતાં રહેવાસીઓ રોષમાં આવી ગયા હતા. જોકે ગારોડિયાનગર-રાજાવાડી વિસ્તાર BMCના જે વૉર્ડ હેઠળ આવે છે ત્યાંના BJPના નગરસેવક પરાગ શાહે સ્થાનિક રહેવાસીઓ અને પોતાના ખર્ચે ખાડાળા રોડના ખાડા પૂરીને રોડ સમથળ બનાવવાનું કામ શરૂ કરી દેતાં રહેવાસીઓનો રોષ ઠંડો પડી ગયો હતો.

આખી ઘટનામાં પરાગ શાહે છેલ્લા ત્રણ મહિનામાં ઘાટકોપરના રાજકારણને સામાજિક દૃષ્ટિકોણમાં પરિવર્તિત કરીને એક નવા ઇતિહાસનું સર્જન કર્યું છે. પહેલાં તો ઘાટકોપરની ટ્રાફિક-સમસ્યાને હલ કરવા માટે ઘાટકોપર-ઈસ્ટના જાગરૂક નાગરિકોની ટીમે ઈસ્ટના અનેક રાજમાર્ગો પર ડિવાઇડર બેસાડવાની શરૂઆત કરી હતી. એ માટેના ફન્ડનો પ્રબંધ પરાગ શાહે BMCમાંથી લેવાને બદલે જાગરૂક નાગરિકોને સાથે લઈને કર્યો હતો.

BMCના ઇલેક્શન પહેલાં ગારોડિયાનગરના રોડના રિનોવેશન માટે રાજકીય પાર્ટીઓએ વચનોની લહાણી કરી હતી, પરંતુ ઇલેક્શન પછી BMCના અમુક નીતિનિયમોને કારણે આ રોડનું રિનોવેશન વિલંબમાં પડ્યું છે. આ સંજોગોમાં BMCએ ચોમાસામાં આ વિસ્તારના રસ્તાઓના ખાડાઓ પૂરીને રોડ સમથળ કરવા જોઈતા હતા, પરંતુ BMCએ ફન્ડ મંજૂર ન કરતાં આ રોડને સમથળ કેમ કરવા એ સવાલ ઉપસ્થિત થયો હતો. આ ચોમાસામાં એક વાર નહીં, બબ્બે વાર કોલ્ડ મિક્સ્ચરથી ગારોડિયાનગરના બધા જ રસ્તાઓના ખાડા પૂરવામાં આવ્યા હતા. જોકે એક જ વરસાદમાં આ ખાડા ફરીથી ખુલ્લા થઈ ગયા હતા.

આવા સમયે આ વિસ્તારના નગરસેવક પરાગ શાહે એક અપીલ બહાર પાડી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘ગારોડિયાનગરના રસ્તાઓ રિનોવેટ ન થાય ત્યાં સુધી એ ખાડાળા ન રહે એ વચનથી હું બંધાયેલો છું. BMC તરફથી હમણાં આ રોડની સુધારણા માટે ફન્ડ મળી શકે એમ નથી. આવા સમયે મારી ફરજ નિભાવવા હું રોડને મારા ખર્ચે રિપેર કરાવીશ. મારો જાહેર જનતાને કોઈ જ ફોર્સ નથી, પણ જેઓ આ ખર્ચમાં મારા ભાગીદાર બનવા ઇચ્છુક હોય તેઓ સ્વૈચ્છિક રીતે તેમનું ફન્ડ આપી શકે છે જેથી આપણે ઘાટકોપર કે લિએ કુછ કર કે દિખાએંના ઉદ્દેશમાં સફળ બની શકીએ.’

bharosa

આ અપીલ પછી પરાગ શાહે પોતાની દેખરેખ હેઠળ અને પોતાના ટેક્નિકલ નૉલેજનો ઉપયોગ કરીને રોડના ખાડા પુરાવવાની શરૂઆત કરી હતી એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘પહેલાં આ રોડના ખાડાને ડામર-કપચીના કોલ્ડ મિક્સ્ચરથી પૂરવામાં આવ્યા હતા જે બે દિવસ પણ ટક્યા નહોતા. ત્યાર પછી અમુક ખાડાઓમાં પેવર બ્લૉક્સ નાખીને એના પર ડામરનું આવરણ ફેલાવીને ખાડા પૂર્યા હતા જેમાં સફળતા મળી હતી.’

જોકે પેવર-બ્લૉક્સ ખૂટતાં ખાડા પૂરવા માટે નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. એ બાબતની માહિતી આપતાં જાગરૂક નાગરિક ટીમના જય દેસાઈએ કહ્યું હતું કે ‘ત્યાર પછી ખાડાના ભાગને થોડો ઊંડો કરીને એમાં સાફસફાઈ કરીને પહેલાં કોલ્ડ મિક્સ્ચર નાખીને એના પર સિમેન્ટ-કૉન્ક્રીટનું આવરણ ફેલાવીને ખાડા પૂરવાની શરૂઆત કરી છે જેમાં અમને સો ટકા સફળતા મળવાની પૂરેપૂરી આશા છે. આ કાર્ય અમે રાત-દિવસ અને રજાના દિવસોમાં પણ ચાલુ રાખ્યું છે જેથી અમે ગારોડિયાનગરના બધા જ રસ્તાઓ વહેલી તકે સમથળ બનાવી શકીએ.’

પરાગ શાહે અપનાવેલી ટેક્નિકથી અમને આ ચોમાસામાં રાહત થવાના સંજોગો નિર્માણ થયા છે એમ જણાવતાં સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં અમારો સમય એવો હતો કે રિક્ષા કે કારમાં આ રોડ પર આવીએ તો ઊંટગાડીમાં બેઠા હોઈએ એવું લાગતું હતું, પરંતુ જ્યાં-જ્યાં ખાડા પુરાયા છે એ રસ્તાઓ પર હવે ટૂ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, ઉછાળા માર્યા વગર સરળતાથી પસાર થઈએ છીએ. પરાગ શાહ નગરસેવક બન્યા પછી પણï પહેલાંની જેમ સમાજસેવક જ છે એ આનાથી પુરવાર થયું છે. તેઓ આવી રીતે જ કાર્ય કરતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.’ 

Comments (1)Add Comment
...
written by bhavesh d shah, August 11, 2017
i no this man he is very nice person
report abuse
vote down
vote up
Votes: +1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy