લોકોને કહો કે પહેલાં ફેરિયાઓ પાસેથી ખાવાનું બંધ કરે

BMCના અધિકારીઓએ ખાઉગલી સામે ફરિયાદ લઈને ગયેલા જાગરૂક નાગરિકોને આપી સુફિયાણી સલાહ

vallabh1

ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનને ખાઉગલી બનાવીને ટ્રાફિક જૅમ અને ગંદકીની સમસ્યા સર્જનારા ફેરિયાઓ સામે સ્થાનિક રહેવાસીઓએ અને ઘાટકોપર-ઈસ્ટના અનેક રહેવાસીઓએ શનિવારે સવારે BMCમાં ફરિયાદ કરી હતી. જોકે BMCના અધિકારીઓએ આ સમસ્યા માટે ઘાટકોપરની જનતાને દોષી ઠેરવી હતી.

આ અધિકારીઓને મળવા ગયેલા જાગરૂક નાગરિકોને સુફિયાણી સલાહ આપતાં ઘાટકોપર જેની હેઠળ આવે છે એ BMCના N વૉર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે ‘પહેલાં તમે ત્યાં ખાવાનું બંધ કરો. તમે ખાવાનું બંધ કરશો તો તેમનો બિઝનેસ ઠંડો પડી જશે અને કંટાળીને તેઓ જ સ્થળાંતર કરીને જતા રહેશે. અમે તો ઍક્શન લઈશું, પણ આ સમસ્યા માટે પહેલાં જનતાએ ખાઉગલીનો બહિષ્કાર કરવાની જરૂર છે.’

BMCના ઇલેક્શન સમયે વલ્લભબાગ લેન જે વૉર્ડમાં આવે છે એ વૉર્ડ- નંબર ૧૩૨ની બધી જ રાજકીય પાર્ટીઓએ ઘાટકોપર-ઈસ્ટને ફેરિયામુક્ત કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી. ત્યાર પછી જાગરૂક નાગરિકોની ટીમ તરફથી આ મુદ્દે પગલાં લેવાનાં શરૂ કરવામાં આવ્યાં હતાં. જોકે રાજકીય પાર્ટીઓનો સાથ ન હોવાથી આ ટીમને જોઈતી સફળતા મળી નહોતી, પરંતુ જાગરૂક નાગરિકોએ હાર પણ માની નહોતી. તેમના તરફથી BMCના અધિકારીઓ સમક્ષ, પોલીસ-સ્ટેશનમાં, રાજનેતાઓની સમક્ષ ફરિયાદોનો સતત મારો રહ્યો છે.

આ દરમ્યાન હિંગવાલા લેનમાં બનેલા બનાવ પછી ત્યાંના રહેવાસીઓની જાગરૂકતાને પરિણામે ૪૦ વર્ષ જૂની માર્કેટ ૨૧ દિવસ પછી પણ BMCના અધિકારીઓએ ખૂલવા દીધી નથી એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સામાન્ય જનતા ધારે તો ફેરિયાઓના ત્રાસથી મુક્ત થઈ શકે છે, ફક્ત એના માટે તેણે હાર્યા વગર લડતા રહેવું પડે. અમે આ જ ઉદ્દેશથી શનિવાર ૧૭ જૂને સ્થાનિક રહેવાસીઓની અને જાગરૂક નાગરિકોની સહીઓ સાથેની એક લેખિત ફરિયાદ BMCના N વૉર્ડના ઉચ્ચ અધિકારીઓને આપી હતી.’

vallabh

આ અધિકારીઓએ પહેલાં તો અમને જ સુફિયાણી સલાહો આપી હતી એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘એ સલાહોની સાથે આ અધિકારીઓએ અમને વલ્લભબાગ લેનના ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલો પર કાર્યવાહી કરવાની હૈયાધારણ પણ આપી છે. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં BMCએ કોઈ જ પગલાં લીધાં ન હોવાથી ફેરિયાઓ પણ બિન્દાસ બની ગયા છે. શરૂઆતમાં અમારી વાતો માનીને રોડ પર જગ્યા રાખતા હતા એ ફેરિયાઓ હવે ફરીથી વલ્લભબાગ લેનને બે બાજુથી રોકીને બેસી ગયા હોવાથી સ્થાનિક રહેવાસીઓને શનિવાર-રવિવાર અને રજાના દિવસોમાં ચાલવાની જગ્યા પણ બચતી નથી.’

આ રોડ પર આવેલા કેસરવાલા ગાર્ડનની બહાર ફૂડ-સ્ટૉલોને BMCએ લાઇસન્સ આપ્યાં છે એ સંદર્ભમાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘સૌથી અચરજની વાત તો એ છે કે વલ્લભબાગ લેનને ખાઉગલી બનાવવા માટે BMCના અધિકારીઓ સામાન્ય જનતાને દોષી ઠેરવી રહ્યા છે, જ્યારે મોટા ભાગના ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલોને BMCએ જ લાઇસન્સ અને મોડી રાત સુધી બિઝનેસ કરવાની પરવાનગી આપી છે.’

મોડી રાત સુધી બિઝનેસ કરવાની જો BMCએ જ પરવાનગી આપી છે તો નવાઈની વાત એ છે કે એક વર્ષ પહેલાં આ જ ફેરિયાઓ પર રાતના દસ વાગ્યા પછી પોલીસ આવીને ત્રાટકતી હતી. એ વિશેની માહિતી આપતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘કાયદામાં રહેલી છટકબારીનો આ ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલવાળાઓ ગેરલાભ લેતા હોય છે. ઝોન-૭માં એક સમયે પોલીસ રાતના દસ વાગ્યા પછી હોટેલો પણ બંધ  કરાવી દેતી હતી. પાનની દુકાન પણ ખુલ્લી રહેવા દેતી નહોતી. એ સમયે ઘાટકોપરના રસ્તાઓ દસ વાગ્યામાં સૂમસામ થઈ જતા હતા. તો હવે કેમ નહીં? સુરક્ષાની ચિંતા હવે પોલીસને કેમ નથી? આની પાછળ કોનો હાથ છે? એ સવાલોનો કોઈ પાસે જવાબ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK