પહેલાં બેફામ અને પછી બેકાર

તિલક રોડના શાકભાજીવાળાઓની BMCના અધિકારીઓ સાથે મારામારી થતાં તિલક રોડની શાકભાજી માર્કેટ દસ દિવસ બંધ રહી હતી.

vegetables

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટની હિંગવાલા લેનની એક સોસાયટીના રહેવાસીઓની ફરિયાદના પગલે BMCએ ૪૦ વર્ષ જૂની શાકમાર્કેટ પર બુધવાર ૩૧ મેએ સવારે બુલડોઝર ફેરવી દીધું હતું એટલું જ નહીં, આ શાકમાર્કેટ ફરીથી શરૂ ન થાય એની તકેદારીરૂપે એક અઠવાડિયાથી આ વિસ્તારમાં BMCના અતિક્રમણ વિભાગની વૅન અને પંતનગર પોલીસની એક વૅન હિંગવાલા લૅનમાં ઊભી રાખવામાં આવી છે એટલું જ નહીં, ફેરિયાઓ પર નજર રાખવા અને અન્ય સુરક્ષા માટે સોસાયટીના મેઇન ગેટ પર  ઘ્ઘ્વ્સ્ કૅમેરા લગાડી દીધા હતા.

આ પહેલાં તિલક રોડના શાકભાજીવાળાઓની BMCના અધિકારીઓ સાથે મારામારી થતાં તિલક રોડની શાકભાજી માર્કેટ દસ દિવસ બંધ રહી હતી. હિંગવાલા લેનમાં BMCએ લીધેલી ઍક્શનની અસર તિલક રોડ પર પણ વર્તાઈ હતી. ત્યાં પણ અનેક શાકભાજીવાળા બુધવારથી ગુમ થઈ ગયા હતા. બીજી બાજુ ખેડૂતોની હડતાળને લીધે મુંબઈમાં શાકભાજી ઓછા પ્રમાણમાં આવી રહ્યાં હતાં એને લીધે પણ શાકવાળાઓ ઓછા દેખાતા હતા.

હિંગવાલા લેનના ફેરિયાઓ પર બુલડોઝર ફર્યું એના માટે આ ફેરિયાઓની જબરદસ્તી અને દાદાગીરી જવાબદાર છે. આખો બનાવ એવો બન્યો હતો કે હિંગવાલા લેનમાં આવેલી નીલકંઠ સદન સોસાયટીના ગેટ પર શાકવાળાઓ બેસવા લાગ્યા હોવાથી સોસાયટીમાં અવરજવરમાં તકલીફ પડતી હતી. રહેવાસીઓએ અનેક વાર સમજાવ્યા છતાં આ ફેરિયાઓ જબરદસ્તીથી સોસાયટીના મેઇન ગેટને રોકીને બેસતા હતા.

mangoes

શુક્રવાર ૨૬ મેએ એક રહેવાસી તેની કારમાં સોસાયટીમાં જઈ રહ્યો હતો એ સમયે તેને ફેરિયાઓ અવરોધક બનતાં રહેવાસી અને ફેરિયા વચ્ચે ગેટ સામે બેસવાની બાબત પર વિવાદ થઈ ગયો હતો. આ વિવાદથી અકળાયેલા ફેરિયાઓ રાતના સમયે તેમના અન્ય સાથીદારો સાથે લાકડી અને ચાકુ લઈને સોસાયટીમાં ઘૂસી ગયા હતા અને પેલા રહેવાસી પર અટૅક કર્યો હતો જેની સામે સોસાયટીએ પોલીસ અને BMCને ગેરકાયદે બેસતા ફેરિયાઓ અને તેમની દાદાગીરી માટે એક લીગલ નોટિસ પાઠવી હતી. આ બાબતમાં વધુ માહિતી મેળવવા મિડ-ડે LOCAL તરફથી સોસાયટીના કમિટી મેમ્બરો અને સભ્યોને મળવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા. જોકે સ્થાનિક દુકાનદારોએ આ વાતને સમર્થન આપ્યું હતું.

આ બાબતમાં એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હિંગવાલા લેનમાં ૪૦ વર્ષથી વધુ સમયથી શાક અને ફ્રૂટ્સના વેચાણ માટે ફેરિયાઓ બેસે છે. ઘાટકોપર-ઈસ્ટના જ નહીં, પણ સમગ્ર ઘાટકોપરમાંથી મહિલાઓ આ વિસ્તારમાં શાકભાજી લેવા આવે છે. એમાં શંકા નથી કે ઘાટકોપરના દરેક વિસ્તારમાં ફેરિયાઓની દાદાગીરી વધી ગઈ છે, પણ શુક્રવારે હિંગવાલા લેનના અમુક ફેરિયાઓની દાદાગીરી બેફામ બની ગઈ હતી. સોસાયટીના એક સભ્ય સાથે વિવાદ થયા પછી તેઓ રાતના છરી અને લાકડીઓ લઈને એ સભ્યને મારવા આવ્યા હોવાથી પોલીસ અને BMCમાં તે સભ્યએ કરેલી ફરિયાદને પગલે બુધવારે સવારના જ આ વિસ્તારમાં BMC અને પોલીસે કડક કાર્યવાહી કરી હતી.’

સામાન્ય સંજોગોમાં રહેવાસીઓની અનેક ફરિયાદો છતાં પોલીસ અને BMC આંખ આડા કાન કરતી હોય છે એમ જણાવતાં દુકાનદારોએ કહ્યું હતું કે ‘લીગલ નોટિસને કારણે પોલીસ રક્ષણ સાથે BMCનો અતિક્રમણ વિભાગ સોમવારે સવારમાં જ શાકભાજી અને ફ્રૂટ્સવાળા ફેરિયાઓ પર બુલડોઝર સાથે તૂટી પડ્યો હતો. આમ તો BMC તોડફોડની કાર્યવાહી કરતાં પહેલાં ફેરિયાઓને તેમનો સામાન હટાવી લેવાનો સમય આપતી હોય છે, પરંતુ આ બનાવમાં તો કેરીઓની પાટીઓનો ઢગલો કરીને એની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. શાકભાજી અને ફ્રૂટ્સનો ખુરદો બોલાવી નાખવામાં આવ્યો હતો.’

BMCની આવી કડક કાર્યવાહી પછી હિંગવાલા લેનમાંથી શાકભાજી અને ફ્રૂટ્સવાળા અદશ્ય થઈ ગયા હતા. બે-ત્રણ દિવસ કોઈક શાકવાળાએ કશેક ખૂણામાં ઊભા રહીને તો ક્યાંક કોઈ દુકાનના દરવાજા પર બેસીને ધંધો કર્યો હતો. અમુક શાકવાળાઓ ખાલી કમ્પાઉન્ડમાં બેસીને ધંધો કરતા હતા તો એક-બે શાકવાળા ટેમ્પોમાં શાકનાં પૅકિંગ લાવીને ધંધો કરી રહ્યા છે. ઘાટકોપર-ઈસ્ટ માટે આ શાકમાર્કેટ મુખ્ય માર્કેટ છે જ્યાં ઈસ્ટ અને વેસ્ટની મહિલાઓ શાક લેવા આવે છે. આ માર્કેટ બંધ થતાં મહિલાઓમાં પણ નારાજગી પ્રવર્તી છે.

આ બધી પરિસ્થિતિમાં સ્થાનિક રહેવાસીઓમાં સૌથી મુખ્ય સવાલ એ ઉપસ્થિત થયો છે કે ઘાટકોપરમાં ઠેર-ઠેર ફેલાયેલા ફેરિયાઓ કાયદેસર છે કે ગેરકાયદે. જે રીતે તિલક રોડ અને હિંગવાલા લેનમાંથી શાકવાળાઓને હટાવવામાં આવ્યા એ જોતાં એક વાત સ્પષ્ટ છે કે આ ફેરિયાઓ ગેરકાયદે છે. તો આ ફેરિયાઓને કોનું પીઠબળ છે? જેથી તેઓ ચારેબાજુ રોડ બ્લૉક કરે છે છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી.  

હિંગવાલા લેનના બનાવ પછી અમુક જાગરૂક નાગરિકોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપર-ઈસ્ટમાં હિંગવાલા લેન, તિલક રોડ અને વલ્લભબાગ લેનમાં શાકભાજીવાળા અને ફ્રૂટ્સવાળા બિલ્ડિંગોના ગેટ રોકીને બેસે છે. આ બાબતમાં સામાન્ય રહેવાસીઓ BMCમાં ફરિયાદ કરવા જાય તો તેમને BMCના અધિકારીઓ ગણકારતા પણ નથી. હિંગવાલા લેનની એ સોસાયટીના રહેવાસીઓની હિંમત અને ઍક્શન ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ એક ઐતિહાસિક બનાવ છે જે ઘાટકોપરના ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલોને હટાવવા માટે ઉદાહરણરૂપ બનશે. જોકે એમાં રાજનેતાઓનો સાથ-સહકાર અનિવાર્ય છે. એના વગર આટલી મોટી સફળતા શક્ય નથી.’

ઘાટકોપરમાં હિંગવાલા લેનમાં જ BMC શાકમાર્કેટ ઊભી કરી શકે એમ છે એમ જણાવતાં આ જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘હિંગવાલા લેનની બાજુમાં જ એક BMCની શાકમાર્કેટ છે. એ જગ્યા પર જ BMC મોટી ઇમારત બનાવીને શાકવાળાઓને ભાડે જગ્યા આપી શકે છે, પરંતુ એના માટે ઘાટકોપરના રાજનેતાઓની ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK