ગાર્ડનમાં નશો કે અશ્લીલ હરકતો કરતાં ઝડપાઈ ગયા તો પોલીસના દંડા ખાવા તૈયાર રહેજો

આવી ચેતવણી આપતાં પોસ્ટરો તો લગાડ્યાં, પણ સ્થાનિક રહેવાસીઓએ કરી બધાં ગાર્ડનમાં સિક્યૉરિટી વધારવાની ડિમાન્ડ

police

સાગર ગોર

ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી પાસે આવેલા પ્રમોદ મહાજન ગાર્ડનમાં મિડ-ડે LOCAL સમક્ષ જ એક ટીનેજર યુવકને તેની અશ્લીલ હરકતો રોકવા જઈ રહેલા વૉચમૅનને તે યુવકે ગાળો આપીને લાફો ઠોકી દીધો હતો. માર્ચ મહિનાના અંતમાં બનેલી આ ઘટનાને મિડ-ડે LOCALમાં પ્રસિદ્ધ કરાઈ હતી. અહેવાલ આવ્યા બાદ ગાર્ડનમાં આવતા સહેલાણીઓ અને સ્થાનિક લોકો ત્યાં થઈ રહેલી દાદાગીરી અને અશ્લીલ હરકતોને રોકવા જાગૃત બન્યા હતા. એ સાથે જ ઘાટકોપરના જાગૃત નાગરિકોએ ગાર્ડનમાં થતી અશ્લીલ હરકતો પર પ્રતિબંધ લાવવા માટે અહીં સિક્યૉરિટી વધારવાની ડિમાન્ડ કરી હતી.

ગાર્ડન ડિપાર્ટમેન્ટે અને વૉર્ડ-નંબર ૧૩૨ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક પરાગ શાહની જાગરૂક નાગરિકોની ટીમના કાર્યકરોએ અશ્લીલ હરકતો કરતા ટીનેજરો અને અડ્ડો જમાવીને બેસતા ચરસીઓને રોકવા માટે મે મહિનાની શરૂઆતમાં ઘાટકોપર-ઈસ્ટ વિસ્તારનાં દરેક ગાર્ડનમાં પોસ્ટરો લગાડીને સૂચના આપવામાં આવી છે કે અહીં અશ્લીલ હરકતો અને દારૂ અથવા સિગારેટ પીવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવી હરકતો કરતાં ઝડપાઈ જશે તો તેના પર સ્થાનિક પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે. એટલું જ નહીં, સંબંધિત પોલીસ-સ્ટેશન તરફથી આ ગાર્ડનની આસપાસ પૅટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. એની સાથે સ્થાનિક સામાજિક કાર્યકર હરેશ અવલાણીની ટીમ આ ગાર્ડનોમાં આવી હરકતો ન થાય એના માટે સવાર-સાંજ ધ્યાન પણ રાખવા લાગી છે.

આ બાબતે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ‘વર્ષોથી ઘાટકોપર વિસ્તારના ગાર્ડન ડિપાર્ટમેન્ટના નિયમ પ્રમાણે સવારે પાંચથી બપોરે ૧૨ વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાતે ૯ વાગ્યા સુધી ગ્પ્ઘ્નાં ગાર્ડનો ખુલ્લાં હોવા જોઈએ, પરંતુ ઘાટકોપરમાં ૬૦ ટકા ગાર્ડન બપોરે બંધ રહેતાં જ નથી અને જો બપોરના સમયે બંધ હોય તો પણ ગાર્ડનની અંદર કોઈક કપલ કે સિગારેટ પીતો યુવક નજરે ચડે છે. જોકે માર્ચ મહિનાના અંતમાં મિડ-ડે LOCALએ પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરો સફાળા જાગ્યા હતા અને ગાર્ડનમાં થતી હરકતો પર પ્રતિબંધ લાવવા મીટિંગ પણ ગોઠવી હતી. ત્યાર બાદ દરેક ગાર્ડનમાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં છે કે જો કોઈ અહીં શરમની સીમા પાર કરશે તો તેના પર દંડાત્મક કાર્યવાહી થશે, પરંતુ આ પોસ્ટરો લગાડવાથી ગાર્ડનમાં આવતા પ્રેમી પંખીડા અને અડ્ડો જમાવીને બેસતા ચરસીઓ પર રોક નહીં લગાડી શકાય એ માટે ગાર્ડનમાં સિક્યૉરિટી વધારવી આવશ્યક છે.’

rajawadi

આ બાબતે રાજાવાડી પાસે રહેતા પરેશ ચપાટવાલા અને રસિક શુકલએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘણાં વર્ષોથી પ્રમોદ મહાજન ગાર્ડન અને રાજાવાડી ગાર્ડનમાં ઘાટકોપરના અને ઘાટકોપરની આસપાસ ઉપનગરોમાંથી આવીને લફંગા છોકરાઓ રોમિયોગીરી કરતા જોવા મળે છે તેમ જ ઘાટકોપર અને વિદ્યાવિહારની સ્કૂલ-કૉલેજમાં ભણતા છોકરાઓ ક્લાસ બ્રેક કરીને અહીં આવીને સિગારેટ પીતા નજરે પડતા હતા. મિડ-ડે LOCAL સમક્ષ થયેલા બનાવનો અહેવાલ આવ્યા પછી રાજાવાડી ગાર્ડન તેમ જ પ્રમોદ મહાજન ગાર્ડનમાં પોલીસો અને જાગૃત નાગરિકોના ડરના કારણે આવી હરકતો પર લગામ લાગી છે.’

આ સમસ્યાનો ઉકેલ ફક્ત આવાં પોસ્ટરો લગાડવાથી નહીં આવે. એની સાથે ગાર્ડનમાં સિક્યૉરિટી ગાર્ડની આવશ્યક્તા વધારે છે એમ જણાવતાં પરેશ ચપાટવાલાએ કહ્યું હતું કે ‘પોસ્ટરો તો લગાડવામાં આવ્યાં છે, પરંતુ આ પોસ્ટરો લગાડવાથી ગાર્ડનમાં થતી ઍક્ટિવિટીસને રોકી શકાશે નહીં, એ માટે ગાર્ડનમાં સિક્યૉરિટી વધારવી આવશ્યક છે, કારણ કે આવતા મહિનામાં સ્કૂલો અને કૉલેજો શરૂ થતાંની સાથે જ અહીં આવીને સિગારેટ પીતા અને રોમિયોગીરી કરતા નજરે પડતા થઈ જશે.’

સિક્યૉરિટીનો ખર્ચ સહેલાણીઓ અને ગાર્ડનની આસપાસ રહેતા સ્થાનિક રહેવાસીઓએ ભોગવવાની તૈયારી રાખવી પડશે એમ જણાવતાં રસિક શુકલે કહ્યું હતું કે ‘જો દરેક સહેલાણીઓ એક-એક રૂપિયો રોજ ફન્ડમાં આપે તો પણ ગાર્ડનની સિક્યૉરિટીનું કાર્ય પ્રાઇવેટ સિક્યૉરિટીને સોંપીને ગાર્ડનમાં ચાલતાં દૂષણોને બંધ કરી શકાય. આના માટે સૌએ તૈયાર રહેવાની જરૂર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK