અબ કબ તક

વિદ્યાવિહારના ડૉ. આંબેડકરનગર અને ભીમનગરના સ્લમવાસીઓનું પુનર્વસન ક્યારે થશે?: ક્યાં સુધી અન્ય રહેવાસીઓએ તેમનો ત્રાસ સહન કરવો પડશે? : રાજનેતાઓ પાસે છે આનો જવાબ

kab tak

રોહિત પરીખ

વિદ્યાવિહાર-ઈસ્ટના તાનસા પાઇપલાઇન પાસેના ડૉ. આંબેડકરનગર અને ભીમનગરના સ્લમને હટાવ્યાના અગિયાર દિવસ પછી પણ આ રહેવાસીઓના પુનર્વસનનો પ્રશ્ન હજી અધ્ધરતાલ હોવાથી આ સ્લમવાસીઓ વિદ્યાવિહારથી કુર્લા ટર્મિનસ જવાના રસ્તા અને ફુટપાથ પર તેમની ઘરવખરી સાથે રહે છે એટલું જ નહીં, અમુક સ્લમવાસીઓએ તો ત્યાંના કાટમાળ પર જ પોતાનાં ઘર બાંધી દીધાં છે. આથી આ વિસ્તારમાં આવેલી અન્ય સોસાયટીઓના રહેવાસીઓ માટે અવરજવર ત્રાસજનક બની ગઈ છે.

હાઈ કોર્ટના આદેશ પ્રમાણે આ સ્લમવાસીઓને ચેમ્બુર પાસેના માહુલમાં BMCએ પુનર્વસનની વ્યવસ્થા કરી આપવાની છે, પરંતુ આ વિસ્તારના ૪૦૦ સ્લમવાસીઓને BMCના ઇલેક્શન પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કુર્લા પાસેના પ્રીમિયર કમ્પાઉન્ડમાં આવેલા કોહીનૂરમાં પુનર્વસન કરાવવામાં આવ્યું હતું. આથી હવેના ૭૫૦ સ્લમવાસીઓને પણ કોહીનૂરમાં જ પુનર્વસન જોઈએ છે, પરંતુ કોહીનૂરનાં બાંધકામો ઍરપોર્ટની જમીન પર વસી રહેલા સ્લમવાસીઓ માટે સરકાર તરફથી તૈયાર કરવામાં આવ્યાં હોવાથી હવે ૭૫૦ સ્લમવાસીઓને BMC કોહીનૂરમાં જગ્યા આપવા અસમર્થ છે.

જોકે ૭૫૦ સ્લમવાસીઓને BMCના ઇલેક્શન સમયથી જ રાજનેતાઓ તરફથી કોહીનૂરમાં જગ્યા આપવામાં આવશે એવું વચન આપવામાં આવ્યું હોવાથી આ સ્લમવાસીઓ માહુલમાં જવા તૈયાર નથી જેને કારણે તેઓ નજદીકની ફુટપાથ પર તેમનો અડ્ડો જમાવીને બેસી ગયા છે. તેઓ ફુટપાથ પર જ રસોઈ બનાવવી, નાહવું જેવી રોજિંદી ક્રિયાઓ કરતા હોવાથી આસપાસની સોસાયટીઓ માટે ત્રાસજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બાબતની ફરિયાદ કરતાં આ રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પહેલા બે-ચાર દિવસ અમે માનવતાના ધોરણે આ સ્લમવાસીઓને જમવા સહિતની બધી જ સગવડતા આપી, પણ ત્યારે અમને ખબર નહોતી કે વોટબૅન્કની રાજનીતિને કારણે આ સ્લમવાસીઓનો ભાર અમારે માથે આવી પડશે.’

આ સ્લમવાસીઓ અમારી સોસાયટીના મેઇન ગેટને રોકીને બેઠા છે એમ જણાવતાં આ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારી અવરજવર સંપૂર્ણ બંધ જેવી જ છે. તેમના ફુટપાથ પરના વસવાટને કારણે ગંદકી, ટ્રાફિક જૅમ, રોડ બંધ જેવી અનેક સમસ્યાઓ અમારે વેઠવી પડે છે. આ તરફ કોઈ રાજનેતાઓ ફરકતા પણ નથી. આ સ્લમવાસીઓના પુનર્વસન માટે રોજ એક નવી અફવા આવે છે. પહેલાં તો એવી અફવા હતી કે તેમને કોઈ પણ સંજોગોમાં બે-ચાર દિવસમાં કોહીનૂરમાં પુનર્વસન કરાવવામાં આવશે.’

ગઈ કાલે એવી અફવા આવી છે કે આ સ્લમવાસીઓને ૧૫ મહિના માટે માહુલ પુનર્વસન કરવું પડશે એવી માહિતી આપતાં આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘ગેરકાયદે તાનસા પાઇપલાઇન પાસે આવીને વસેલા આ સ્લમવાસીઓ માટે સરકાર ૧૫ મહિનામાં ઘાટકોપરની આસપાસ નવી ઇમારતો બાંધશે અને ત્યાં આ સ્લમવાસીઓનું પુનર્વસન કરાવવામાં આવશે.’

આ બાબતમાં સ્લમવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમને હજી આ બાબતની પૂરી જાણકારી નથી. અમારા અમુક રહેવાસીઓ ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાને મળવા ગયા હતા. તેમણે અગિયાર દિવસ પછી પણ અમને ઘાટકોપરની આસપાસ જ પુનર્વસન કરાવવામાં આવશે એવી હૈયાધારણ આપી છે. એ દરમ્યાન અમને ગઈ કાલે એવી જાણકારી મળી છે કે અત્યારે અમારી સાથે માનખુર્દ ભાભાનગરની જગ્યાનાં માહુલની જગ્યાનું ૧૫ મહિના માટે ઍગ્રીમેન્ટ કરવામાં આવશે અને અમને ત્યાં રહેવા જવું પડશે. ત્યાર પછી અમને ઘાટકોપરમાં નવાં બાંધકામો બાંધીને જગ્યા આપવામાં આવશે. સાચું તો અમને પુનર્વસન મળશે ત્યારે જ ખબર પડશે.’

આ મુદ્દા પરની સ્પષ્ટતા માટે BMC અને પ્રકાશ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ મિડ-ડે LOCALનો પ્રકાશ મહેતા સાથે સંપર્ક થઈ શક્યો નહોતો, જ્યારે BMCના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK