રાજનેતાઓ ને સામાજિક કાર્યકરો ઊણા ઊતર્યા?

ટ્રાફિક-વિભાગ પાસે ઘાટકોપરના ટ્રાફિક-નિયંત્રણ માટે પોલીસ નથી અને વાહનચાલકો પાસેથી પૈસા વસૂલ કરવા માટે ટ્રાફિક-પોલીસની ટીમ સમયાંતરે હાજર થઈ જાય છે.

traffic

રોહિત પરીખ

ટ્રાફિક-વિભાગની આ નીતિથી અહીંના રહેવાસીઓમાં ઉગ્ર નારાજગી ફેલાઈ છે. રહેવાસીઓ કહે છે કે આ મુદ્દે સ્થાનિક રાજનેતાઓ અને સામાજિક કાર્યકરો ઊણા ઊતર્યા છે.

ઘાટકોપર કે લિએ કુછ કર દિખાએંના ઉદ્દેશથી બે મહિનાથી મેદાનમાં ઊતરેલી ટીમે સૌથી પહેલાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટેનાં પગલાં લેવાની શરૂઆત કરી હતી. વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના નગરસેવક પરાગ શાહના સાથ-સહકાર અને તેમના આર્થિક સપોર્ટથી આ ટીમ અત્યારે ટ્રાફિક-નિયંત્રણ કરવામાં સફળ થઈ છે. જોકે તેમને આ બાબતમાં ૧૦૦ ટકા સફળતા મળી નથી. આ સફળતા મેળવવા તેમને ટ્રાફિક-પોલીસની મદદની ખૂબ જ જરૂર છે, પરંતુ આ ટીમે જ્યારે વરલીમાં ટ્રાફિક-વિભાગના જૉઇન્ટ પોલીસ-કમિશનર સાથે મીટિંગ કરવા ગઈ ત્યારે ટ્રાફિક-વિભાગે એવો જવાબ આપ્યો હતો કે અમારી પાસે સ્ટાફ ઓછો છે એટલે તમે વૉર્ડન અપૉઇન્ટ કરીને ટ્રાફિક-નિયંત્રણનાં પગલાં લો.

આથી આ ટીમે સ્વખર્ચે ઘાટકોપરના ટ્રાફિક-નિયંત્રણ માટે વૉર્ડન અપૉઇન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય તેમની બુદ્ધિનો ઉપયોગ કરીને આ ટીમે ઠેર-ઠેર ડિવાઇડરો બેસાડવાની શરૂઆત કરી હતી. આમ છતાં આ નાગરિકોને ટ્રાફિક-પોલીસની આવશ્યકતા છે. એ સંદર્ભમાં આ ટીમના કાર્યકરોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પોલીસ અને સામાન્ય જનતામાં બહુ ફરક છે. પોલીસ કાયદાકીય પગલાં લઈને વાહનચાલકો પર નિયંત્રણ લાવી શકે છે, જે કામ સામાન્ય નાગરિક માટે શક્ય નથી. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. જોકે ટ્રાફિક-વિભાગે આ મુદ્દે હાથ ઊંચા કરીને મોટો ઝટકો આપી દીધો હતો.’

આવા સમયે શુક્રવારે ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટને જોડતા હવેલી બ્રિજ પાસે ટાર્ગેટ પૂરો કરવા જમા થયેલી પોલીસ-ટીમને જોઈને જાગરૂક નાગરિકો ઊકળી ગયા હતા. આ નાગરિકોએ તેમનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ટ્રાફિક-વિભાગ પાસે

ટ્રાફિક-નિયંત્રણ માટે પોલીસ-સ્ટાફ નથી, જ્યારે પૈસાવસૂલી કરવા એકસાથે આખી પોલીસવૅન ભરીને પોલીસ હાજર થઈ ગઈ છે. આ નાગરિકો સાથે અન્યાય છે. જે કામ પોલીસનું છે એ તેમણે જ કરવું જોઈએ. આ કાર્ય આપણા રાજનેતાઓ સરળતાથી અથવા તેમના પદનો ઉપયોગ કરીને પાર પાડી શકે એમ છે. એની બદલે આપણા રાજનેતાઓ અને સામાજિક કાર્યકરો ઊણા ઊતર્યા છે એ દુખની વાત છે.’

ઘાટકોપરનાં અનેક જંક્શનો પર ચાર પોલીસથી વધારે ટ્રાફિક-પોલીસ ઊભી રહે છે એમ જણાવતાં નાગરિકોની ટીમે કહ્યું હતું કે ‘આ પોલીસો ફક્ત બાઇકરોને ટાર્ગેટ બનાવે છે. એ જ સમયે ટ્રાફિક જૅમ થયો હોય તો એના પર આ પોલીસ-ટીમ ધ્યાન આપતી નથી. નાકાબંધી સમયે સિટી પોલીસ પણ આ જ કાર્ય કરે છે. તો ટ્રાફિક-નિયંત્રણની જવાબદારી કોની?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK