ફુટપાથ પરથી ફૂડ-સ્ટૉલો અને ફેરિયાઓને હટાવવા સહીઝુંબેશ

જાગરૂક નાગરિકોની બનેલી અસોસિએશન ઑફ ઘાટકોપર રેસિડન્ટ્સ ફૉર સિવિક રાઇટ્સ સંસ્થા દ્વારા સામાન્ય જનતાને આ અભિયાનમાં જોડાવા આહ્વાન

parking

footpath

રોહિત પરીખ

ચલો ઘાટકોપર કે લિએ કુછ કર દિખાએંના ઉદ્દેશથી છેલ્લા મે મહિનાથી લડી રહેલા ઘાટકોપરના જાગરૂક નાગરિકોએ હવે ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલોની સામે સહીઝુંબેશ શરૂ કરી છે. આ જાગરૂક નાગરિકોએ અસોસિએશન ઑફ ઘાટકોપર રેસિડન્ટ્સ ફૉર સિવિક રાઇટ્સ નામે ઘાટકોપરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ સંસ્થાએ ઘાટકોપરની સામાન્ય જનતાને સહીઝુંબેશમાં જોડાવા આહ્વાન કર્યું છે.

ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટના જાગરૂક નાગરિકોની બનેલી આ સંસ્થાના સભ્યો રોજ સવાર-સાંજ ઘાટકોપરની ફુટપાથો પરથી ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલોને હટાવવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે. ફુટપાથ રાહદારીઓ માટે છે અને એના પર ચાલવાનો તેમનો હક છે. કોઈ જ વ્યક્તિ તેનાં પ્રાઇવેટ કામો માટે ફુટપાથ રોકીને રાહદારીઓ માટે અવરોધક બની શકે નહીં. આથી જ સંસ્થાના સભ્યો બે મહિનાથી ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલોને શિસ્તબદ્ધ થવા અનુરોધ કરી રહ્યા છે; પરંતુ અમુક રાજનેતાઓ, રાજકીય પક્ષો અને BMCના ભ્રષ્ટ અધિકારીઓને કારણે આ નાગરિકોના શાંતિપૂર્ણ અનુરોધ સામે ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલવાળાઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

આ બાબતની માહિતી આપતાં જાગરૂક નાગરિકોની ટીમે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે કોઈના પેટ પર લાત મારીને રાહદારીઓનો હક મેળવવા લડતા નથી. આથી અમે ફુટપાથ પર સામ્રાજ્ય ફેલાવીને બેઠેલા અને ઘરાકોથી રોડ જૅમ કરીને રાખતા ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલવાળાઓ સામે પ્રેમભરી ચળવળ ચલાવી રહ્યા છીએ. અમે તેમને શિસ્તબદ્ધ બેસવાની અને તેમનો ધંધો કરવાની માર્ગદર્શિકા પણ આપી હતી. જોકે તેમના કાને અમારી વાત પહોંચતી જ નથી. તેઓ મનસ્વી રીતે તેમનો બિઝનેસ કરી રહ્યા હોવાથી અમારા અનેક સભ્યો હવે રોષમાં આવી ગયા છે. આમ છતાં, અમે હજી પણ ગાંધીગીરીનો માર્ગ અપનાવી તેમના પર નિયંત્રણ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.’

અમને દુખ એ વાતનું છે કે ઘાટકોપરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અમે અથાક મહેનત કરી રહ્યા છીએ જેમાં અમને રાજનેતાઓ અને BMCના અધિકારીઓનો પૂરતો સાથ-સહકાર મળતો નથી એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘અમારી ચળવળના પહેલા જ દિવસથી મિડ-ડે LOCAL અમારી સાથે છે, પરંતુ એની જેમ જ રાજનેતાઓ, રાજકીય પક્ષોના અગ્રણીઓ અને BMCના અધિકારીઓ અમારી સાથે જોડાય તો આ ચળવળને પૂરી સફળતા મળી શકે એમ છે. જોકે એ બાબતે પરિણામ શૂન્ય છે. આથી ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલવાળાઓ ‘હોતા હૈ વો કર લો’ની નીતિ અપનાવી રહ્યા છે.’

BMCએ હમણાં જ મુંબઈમાંથી ફેરિયાઓ દૂર કરવા અને ફુટપાથ ખાલી કરવા માટે કડક કાર્યવાહી કરશે એવી જાહેરાત કરી છે. એ સંદર્ભમાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘આથી અમે હવે ફુટપાથ ખાલી કરાવવા માટે સહીઝુંબેશ શરૂ કરી છે. અમે નગરસેવકોને ફુટપાથ પર ચાલવાનો હક પાછો અપાવવા માટે પત્ર લખીને અપીલ કરી છે જેમાં અમે ખૂબ જ સ્પષ્ટ રીતે ફુટપાથ પર ફેરિયાઓના કબજાથી સામાન્ય જનતાને કેવી મુસીબતો પડી રહી છે એનો ઉલ્લેખ કર્યો છે. આ સહી ઝુંબેશમાં ઘાટકોપરવાસીઓ મોટી સંખ્યામાં જોડાય એવી અમારી અપીલ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK