ફરીથી એક નવી આશા

ગારોડિયાનગરના બે રોડ માટે સ્ટૅન્ડિંગ કમિટીમાં દસ કરોડ રૂપિયા મંજૂર થતાં ચાલીસ વર્ષ પછી સિમેન્ટના રોડ બનશે

road

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટનો સતીકૃપા શૉપિંગ સેન્ટરવાળા અને પુષ્પા વિહાર હોટેલની સામેના એમ બન્ને રોડ માટે BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ સ્પેશ્યલ કેસમાં દસ કરોડ રૂપિયાના ફન્ડની મંજૂરી આપતાં આ રોડ સિમેન્ટ-કૉન્ક્રીટના બનવાની સંભાવના ઊભી થઈ છે. ગારોડિયાનગર પ્રાઇવેટ લેઆઉટમાં હોવાથી આ વિસ્તારમાં ૪૦ વર્ષથી રોડ, ગટર અને સિવરેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં BMCને મુશ્કેલી નડતી હતી. સ્ટૅન્ડિંગ કમિટીમાં આ બે રોડ મંજૂર થતાં હવે જો કોઈ અન્ય વિઘ્ન ન આવે તો આ બન્ને રોડને ગ્પ્ઘ્નો રોડ-વિભાગ ગટર અને સિવરેજની સુવિધા સાથે સિમેન્ટના બનાવશે.

ડૉલરિયા વિસ્તાર તરીકે પ્રસિદ્ધ બનેલું ગારોડિયાનગર ચાલીસ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું. એ દિવસથી જ આ વિસ્તારના રહેવાસીઓ વગર ચોમાસે ગટરો ઊભરાવાની સમસ્યાનો સામનો કરતા આવ્યા છે. આ સિવાય આ વિસ્તારના રોડની હાલત બિસમાર બની જતી હોવા છતાં પ્રાઇવેટ લેઆઉટને કારણે BMC જરૂર પડે ત્યારે પૅચવર્ક કરીને મૂકી દેતી હતી.

BMCના આવા નબળા વર્ક સામે સ્થાનિક રહેવાસીઓ વષોર્થી લડી રહ્યા હતા. રાજનેતાઓ પણ ચૂંટણીના સમયે આ મુદ્દાને આધારે ચૂંટણી લડતા હતા, પરંતુ તેમને પણ આ સમસ્યાના નિરાકરણ માટે માર્ગ મળતો નહોતો. આ વિસ્તારના પુષ્પા વિહાર હોટેલવાળા રોડને બે વર્ષ પહેલાં સિમેન્ટનો બનાવવાની મંજૂરી મળી હતી. ત્યાર પછી આ રોડની સાથે જોડાયેલા બે રોડના રિનોવેશન માટેની ડિમાન્ડ વધુ મજબૂત બની હતી.

રાજકીય દબાણ હેઠળ આ બન્ને રોડને ઘાટકોપર BMCના જે વૉર્ડ હેઠળ આવે છે એ ફ્ વૉર્ડના ભૂતપૂર્વ વૉર્ડ-ઑફિસર સુધાંશુ દ્વિવેદીએ પબ્લિક રોડ તરીકે જાહેર કર્યા હતા જેની સજારૂપે તેમને BMCના કમિશનર અજોય મેહતાએ સસ્પેન્ડ કરીને તેમની સામે તપાસ શરૂ કરી છે. પરિણામે આ બે રોડના કામ ઘોંચમાં પડવાના નિર્દેશ મળ્યા હતા. જોકે BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ આ બે રોડ માટે દસ કરોડ રૂપિયા મંજૂર કરીને સ્થાનિક રહેવાસીઓમાં નવી આશા જન્માવી છે.

આ સંદર્ભમાં ગારોડિયાનગર-રાજાવાડીના વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના નગરસેવક પરાગ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રોડ માટેની ટેન્ડર-પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. અગાઉ લેવાયેલા નિર્ણય મુજબ આ રોડના બાંધકામના ખર્ચના ૩૩ ટકાનો ભાર ગારોડિયાનગરના રહેવાસીઓ પર આવવાનો હતો, જ્યારે નવા નિર્ણય મુજબ ગારોડિયાનગરના રહેવાસીઓ પર એક પણ રૂપિયાનો બોજો આવશે નહીં. એને બદલે આ ૩૩ ટકા ખર્ચ ઘાટકોપર-ઈસ્ટના BJPના વિધાનસભ્ય અને રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાના ફન્ડમાંથી કે પછી ચીફ મિનિસ્ટર ફન્ડમાંથી ગ્પ્ઘ્ને આપવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK