ગારોડિયાનગરના બે રોડનું કામ ઘોંચમાં પડી ગયું

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનું ભૂમિપૂજન કરેલું : ગારોડિયાનગરના બે રોડ BMCએ હસ્તગત કરી લીધા છે એવી ખોટી માહિતી કોર્ટને આપનાર N વૉર્ડના ભૂતપૂર્વ વૉર્ડ-ઑફિસર સુધાંશુ દ્વિવેદીને BMCના કમિશનરે સસ્પેન્ડ કર્યા

road

રોહિત પરીખ

ઘાટકોપર BMCના જે વૉર્ડ હેઠળ આવે છે એ N વૉર્ડના ભૂતપૂર્વ વૉર્ડ-ઑફિસર સુધાંશુ દ્વિવેદીને સોમવારે BMCના કમિશનર અજોય મેહતાએ સસ્પેન્ડ કર્યા હતા જેને પરિણામે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે BMCના ઇલેક્શન પહેલાં ગારોડિયાનગરના પ્રાઇવેટ લેઆઉટમાં ભૂમિપૂજન કરેલા બે રોડનું બાંધકામ હવે ઘોંચમાં પડ્યું હોવાના નર્દિેષ BMCના રોડ-વિભાગમાંથી મળ્યા છે.

ગારોડિયાનગરના રહેવાસીઓ છેલ્લાં ૪૦ વર્ષથી પ્રાઇવેટ લેઆઉટ હોવાને કારણે અનેક નાગરી સુવિધાઓથી વંચિત રહી ગયા છે. તેમની અનેક લડત પછી પણ તેઓ ગટર, સિવરેજ અને રોડ જેવી અનેક નાગરી સુવિધાઓ મેળવવામાં સફળ થયા નથી. તેમને દર પાંચ વર્ષે સારા રોડ અને સારી સિવરેજ મળવાની રાજનેતાઓ તરફથી આશા રહે છે અને પછી કોઈક ને કોઈક કારણસર તેમને એ સુવિધાઓ મળતી નથી.

ગઈ કાલે સુધાંશુ દ્વિવેદીના સસ્પેન્શનના સમાચાર પ્રસરતાં સ્થાનિક રહેવાસીઓમાં હલચલ મચી ગઈ હતી. સવારથી જ તેમના મિડ-ડે LOCAL પર ફોન રણકવા માંડ્યા હતા. ફરી એક વાર તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની લાગણી તેમણે અનુભવી હતી. તેમનો એક જ સવાલ હતો કે આ ચોમાસામાં પણ અમારે કથળેલા રોડ, બિસમાર ફુટપાથ અને ઊભરાતી ગટરોમાંથી જ ચાલવું પડશે કે અમને સારા રસ્તા અને ફુટપાથ મળશે?

ફેબ્રુઆરીમાં આ રહેવાસીઓને રોડનું ટેન્ડર નીકળી ગયું હોવાની જાણકારી મળી હતી. એ પછી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે BMCના ઇલેક્શન પહેલાં ગારોડિયાનગરના પ્રાઇવેટ લેઆઉટમાં પુષ્પા વિહાર હોટેલની સામેની બાજુના બે રોડનું ભૂમિપૂજન કરતાં આ ચોમાસા પહેલાં સારા રોડ અને સારી સિવરેજ સિસ્ટમ મળવાની આશા જાગી હતી, પરંતુ અત્યારે તો તેમની એ આશા નિરાશામાં પરિણમી છે.

સુધાંશુ દ્વિવેદી ફેબ્રુઆરીમાં N વૉર્ડના ઑફિસર હતા. તેમણે ગારોડિયાનગરના બે રોડ BMCએ હસ્તગત કરી લીધા છે એમ કોર્ટમાં કહ્યું હતું. આ બાબતની માહિતી આપતાં BMCના રોડ-વિભાગના એક અધિકારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘તેમણે કોર્ટમાં કોઈ રાજકીય દબાણ હેઠળ ગારોડિયાનગરના બે રોડ BMCએ હસ્તગત કરી લીધા છે એમ કોર્ટમાં કહ્યું હતું, પરંતુ BMCના કાયદા પ્રમાણે આ સત્તા ફક્ત BMCના કમિશનરને જ આપવામાં આવી છે, જ્યારે સુધાંશુ દ્વિવેદીએ તેમની સત્તાનો દુરુપયોગ કરીને કોર્ટમાં કહ્યું હતું. એનાથી અજોય મેહતા ખૂબ નારાજ થયા હતા અને તેમણે સુધાંશુ દ્વિવેદીને ચેતવણી આપી હતી એટલું જ નહીં, રોડના ટેન્ડરને પણ અટકાવી દીધું હતું.’

ગારોડિયાનગરના બે રોડ BMC હસ્તગત કરે તો તેમને મુંબઈભરના પ્રાઇવેટ લેઆઉટમાં આવેલા રોડ હસ્તગત કરવાની નોબત આવે એમ છે એમ જણાવતાં આ અધિકારીએ કહ્યું હતું કે ‘આમ કરવા જાય તો BMC પર ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ આવવાની શક્યતા છે જેને કારણે હવે ગારોડિયાનગરના રોડનું કામ ઘોંચમાં પડવાની પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાય છે. કોઈ રાજકીય દબાણ હેઠળ શરૂ થશે તો પણ બાંધકામની શરૂઆત ચોમાસા પહેલાં થશે નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK