ફેરિયા ને ફૂડ-સ્ટૉલ્સ પછી હવે વારો આવ્યો કૂતરાઓ ને ગાયોનો

જાગરૂક નાગરિકો હવે આ મુદ્દે ચલાવશે ઝુંબેશ

cow

રોહિત પરીખ

‘ચલો ઘાટકોપર કે લિએ કુછ કર દિખાએં’ ઉદ્દેશ અંતર્ગત ઘાટકોપરના જાગરૂક નાગરિકોએ ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલ હટાવવાની સાથોસાથ ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટમાં રખડતી-રઝળતી ગાયો અને રાતે રોડ પર ઊતરી આવતા કૂતરાઓ સામે ઝુંબેશ ચલાવવાની તૈયારી કરી છે. જોકે ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલ હટાવવાની બાબતમાં જેમ માનવતાવાદી નાગરિકો દિવસનો હજારો રૂપિયાનો વકરો કરતા ફૂડ-સ્ટૉલના માલિકોને ‘બિચારાઓની રોજીરોટી’ કહીને બચાવી રહ્યા છે એ જ રીતે ગાયો અને કૂતરા હટાવવાના મુદ્દે જીવદયાપ્રેમીઓ અને પશુપ્રેમીઓ પશુઓ સામેની ઝુંબેશનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ઘાટકોપરવાસીઓના આંતરિક મતમતાંતરનો ગેરલાભ BMC લઈ રહી છે.

આ વખતની BMCની ચૂંટણીના સમયથી ઘાટકોપરમાં ગારોડિયાનગર, સુધા પાર્ક, સિક્સ્ટી ફીટ રોડ, નાઇન્ટી ફીટ રોડ, રાજાવાડી, કામા લેનના અનેક જાગરૂક નાગરિકો ‘ચલો ઘાટકોપર કે લિએ કુછ કર દિખાએં’ ઝુંબેશ સાથે લોકજાગૃતિ લાવવા માટે વૉટ્સઍપ અને સોશ્યલ મીડિયાના માધ્યમનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. આ નાગરિકો ઘાટકોપરની વિવિધ સમસ્યાઓ પર ચર્ચાવિચારણા કરીને પહેલાં તેમના નગરસેવકો અને ત્યાર બાદ સંબંધિત વિભાગો પાસેથી ઘાટકોપરની સમસ્યાઓનું નિરાકરણ કરવા કટિબદ્ધ બન્યા છે જેમાં સૌથી પહેલી શરૂઆત તેમણે રોડ પર બેસતા ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલથી કરી છે.

મિડ-ડે LOCALને મળેલી જાણકારી પ્રમાણે આ જાગરૂક નાગરિકોએ ફેરિયાઓને અને ફૂડ-સ્ટૉલવાળાઓને પહેલાં શિસ્તબદ્ધ બેસવાની અને લોકોને તેઓ અવરોધક ન બને એવી માર્ગદર્શિકા આપી હતી. હવે તેમણે ફેરિયાઓને પહેલી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલવાળા નહીં સુધરે તો તેમને હટાવવામાં આવશે.

એ દરમ્યાન જાગરૂક નાગરિકોની એક ટીમે તબેલાના માલિકોને મળીને રસ્તે રખડતી-રઝળતી ગાયો પર નિયંત્રણ લાવવા માટે સમજાવ્યા છે છતાં ઘાટકોપરના ગીચ વિસ્તારોમાં ગાયો રખડતી જોવા મળે છે જેનાથી આ ટીમ નારાજ છે.

આ ટીમના એક સભ્યએ રસ્તે રખડતાં પશુઓ કેટલી હદે રાહદારીઓ માટે હાનિકારક છે એ વિશે માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બે-ત્રણ દિવસ પહેલાંની જ વાત છે. ઘાટકોપર-વેસ્ટનાં એક સિનિયર સિટિઝન મહિલા ઈસ્ટમાં આવેલા દિગમ્બર જૈન મંદિરે દર્શન કરવા જતાં હતાં. રસ્તામાં એક ગાય અને કૂતરાની મારામારીમાં આ મહિલા અડફેટમાં આવી ગયાં જેને કારણે તેમના જડબામાં સખત માર વાગ્યો. આ મહિલા અત્યારે ડૉક્ટરની સારવાર લઈ રહ્યાં છે.’

આનાથી પણ ગંભીર કિસ્સાની વાત કરતાં આ સભ્યએ કહ્યું હતું કે ‘ગારોડિયાનગરમાં રહેતા એક સિનિયર સિટિઝનનું ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હતું. તેઓ ડૉક્ટરને બતાવવા જઈ રહ્યા હતા એ સમયે કૂતરાઓ રોડ પર દોડાદોડ કરી રહ્યા હતા. કૂતરાઓની અડફેટમાં આવી જતાં એ સિનિયર સિટિઝન પડી ગયા હતા અને તેમને ફરી પાછો બેડ-રેસ્ટ લેવાનો વારો આવ્યો હતો.’

કૂતરાઓ કરડવાની, ગાયોને લીધે ટ્રાફિક જૅમ થવાની અનેક ફરિયાદો જાગરૂક નાગરિકોને મળી રહી છે એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘ઘાટકોપરના રાજાવાડી ગાર્ડનમાં અચાનક કૂતરાની વધેલી વસ્તીથી સહેલાણીઓ માટે ફરવું જોખમકારક બની ગયું છે. કૂતરાપ્રેમીઓ કહે છે કે કૂતરાઓને ઇન્જેક્શન આપ્યાં હોવાથી તેઓ કરડતા નથી, પરંતુ એની સામે એવી દલીલ કરવામાં આવી રહી છે કે એની સહેલાણીઓને કેવી રીતે ખબર પડે? આવી જ હાલત ઘાટકોપર-ઈસ્ટમાં આવેલા મનુભાઈ વૈદ્ય માર્ગની છે. રાતે ૧૧ વાગ્યા પછી આ ગલીમાં કૂતરાઓનું સામþાજ્ય શરૂ થઈ જાય છે. દસથી ૧૨ કૂતરાઓ એકસાથે રોડ પર દોડાદોડ અને રાડારાડ કરીને રાહદારીઓને તથા સ્થાનિક રહેવાસીઓને હેરાનપરેશાન કરી નાખે છે. રહેવાસીઓની ઊંઘ ખરાબ જઈ જાય એટલા જોરજોરથી કૂતરા ભસતા હોય છે.’

ક્યારેક તો આપણે કોઈ ગામડામાં રહેતા હોઈએ એવો અનુભવ થાય છે એમ જણાવતાં જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘ગારોડિયાનગરના સતી કૃપા પાસે રાતે વીસથી ૨૫ કૂતરાઓ રોડ પર ઊતરી આવે છે. આ કૂતરાઓ એટલા જોરજોરથી ભસવા માંડે છે કે તેમના અવાજથી છેક સુધા પાર્ક અને શાંતિ પાર્કના રહેવાસીઓની ઊંઘમાં ખલેલ પહોંચે છે.’

પશુપ્રેમીઓએ સમજવાની જરૂર છે એમ જણાવતાં આ જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘અમે જ્યારે BMCમાં ગાયોની ફરિયાદ લઈને ગયા હતા ત્યારે ત્યાંના સંબંધિત અધિકારીએ અમને કહ્યું હતું કે એક તો BMC પાસે ગાયોને હટાવવા માટે કોઈ મશીનરી નથી તથા ઘાટકોપરમાં સૌથી વધુ ગેરકાયદે તબેલા છે જેની સામે કોર્ટમાં કેસ ચાલે છે એટલે અમે કોઈ પણ તબેલા પર કે ગાય પર ઍક્શન લેવા જઈએ તો પશુપ્રેમીઓ એમની વહારે દોડી આવીને અમારી પાસેથી તેમને છોડાવી જાય છે જેથી અમે કાર્યવાહી કરી શકતા નથી. આ અધિકારીએ હિંગવાલા લેનમાં કબૂતરને ચણ નાખવાના મુદ્દે થયેલા આંદોલન અને વિવાદની યાદ અપાવી હતી. કૂતરાઓને પણ સવાર-સાંજ રોડ પર જ અમુક પશુપ્રેમીઓ દૂધ-બિસ્કિટ જેવો ખોરાક આપી જાય છે.’

પુણ્ય કમાવા જતાં અન્ય લોકોને થતા ત્રાસ સામે પશુપ્રેમીઓ જોતા નથી એમ જણાવતાં એક બિનસરકારી સંસ્થાના પદાધિકારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આજે ઘાટકોપરમાં દરેક ગલીમાં એક ગાય સાથે ચારો લઈને અમુક વ્યક્તિઓ ધંધો ખોલીને બેઠી છે. આ ગાયો તેમની હોતી નથી, તેઓ ભાડેથી લઈ આવે છે. પુણ્ય કમાવાના નામે પશુપ્રેમીઓ આ ગાયોને તેના ખોરાકથી વધુ ખવડાવવા પહોંચી જાય છે. આ ગાયો તબેલામાંથી સવારે છોડી મૂકવામાં આવે છે, જે સાંજે પોતાની મેળે રોડ પર રખડતી-રખડતી તબેલામાં પહોંચી જાય છે. પશુપ્રેમીઓ તેમના પ્રેમ પર થોડો કન્ટ્રોલ કરે તો જ આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે એમ છે. લોકોમાં જાગરૂકતા લાવવા માટે અમારી ટીમ કામે લાગી ગઈ છે જે મંદિરો પાસે જઈને લોકોને સમજાવી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK