ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓને શિસ્ત અને માર્ગદર્શિકા આપતાં બોર્ડ ગેરકાયદે

અસિસ્ટન્ટ કમિશનર ડૉ. ભાગ્યશ્રી કાપસે કહે છે કે તેમના પર BMC ઍક્શન લેશે

hawkers

marg

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટમાં છેલ્લાં પાંચ વર્ષમાં વધેલા ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓના ત્રાસથી મુક્ત થવા જાગરૂક નાગરિકોએ શરૂ કરેલી ચળવળને સોમવારે BMCએ ફટકો આપ્યો હતો. આ નાગરિકોએ મહાત્મા ગાંધી રોડ, વલ્લભબાગ લેન, ટિળક રોડ, વિક્રાંત સર્કલ, નાઇન્ટી ફીટ રોડ પર લગાડેલાં બોર્ડને ગેરકાયદે કહીને અમુક વિસ્તારોમાંથી હટાવી દીધાં હતાં.

આ બોર્ડ લગાડવા છતાં બધા જ વિસ્તારોમાં ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓ ધમધમી રહ્યા છે. ખાવાના શોખીનોનાં ટોળેટોળાં આ સ્ટૉલો પર ઊમટીને રાહદારીઓ અને ટ્રાફિક માટે અવરોધક બની રહ્યાં છે. બીજી માર્ચ પછી ઘાટકોપર-ઈસ્ટમાં જાગરૂક નાગરિકોએ ફૂડ-સ્ટૉલવાળાઓને અને ખાદ્ય પદાથોર્નો ધંધો કરતા ફેરિયાઓને શિસ્ત અને માર્ગદર્શિકા આપતા પૅમ્ફ્લૅટ આપ્યા હતા અને દસથી બાર વિસ્તારોમાં એનાં બોર્ડ લગાડ્યાં હતાં.

આમ છતાં આ ફૂડ-સ્ટૉલોની બહાર લોકો આડેધડ પાર્કિંગ કરીને ખાવા આવી રહ્યા છે. આવી જ રીતે ફૂડ-સ્ટૉલવાળાઓ તેમના સ્ટૉલની બહાર રાહદારીઓને ચાલવાની જગ્યા પર ખુરસીઓ પાથરીને ટ્રાફિક જૅમની સમસ્યા સર્જી રહ્યા છે. આનાથી જાગરૂક નાગરિકોમાં રોષ પ્રગટી રહ્યો છે. તેઓ આ ત્રાસની સામે આંદોલન કરવા તૈયાર થયા છે. જોકે મિડ-ડે LOCALને મળેલી માહિતી પ્રમાણે આ જાગરૂક નાગરિકોએ સોમવાર સુધી આ સ્ટૉલો અને ફેરિયાઓને હટાવવા માટે ગ્પ્ઘ્માં કોઈ જ ફરિયાદ કરી નથી.

અમે આ ફૂડ-સ્ટૉલ તથા ફેરિયાઓને હટાવવા અને તેમને શિસ્ત શીખવાડવા માટે પ્લાન ઑફ ઍક્શન તૈયાર કર્યો છે એમ જણાવતાં ઘાટકોપરનો વિસ્તાર ગ્પ્ઘ્ના જે વૉર્ડ હેઠળ આવે છે એ N વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ડૉ. ભાગ્યશ્રી કાપસેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેં આ હોદ્દો સંભાળ્યો ત્યારથી મારી પાસે કોઈ જ ફરિયાદ આ બાબતમાં આવી નથી. આમ છતાં અમે સોમવારે જ ફૂડ-સ્ટૉલો અને ફેરિયાઓને હટાવવા માટે અતિક્રમણ વિભાગ સાથે પ્લાન તૈયાર કર્યો છે. જોકે આ બાબતની કોઈ જ સત્તા અમે જાગરૂક નાગરિકોને આપી નથી.’

ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓને શિસ્ત અને માર્ગદર્શિકા આપતાં બોર્ડ ગેરકાયદે છે એ સંદર્ભમાં ભાગ્યશ્રી કાપસેએ કહ્યું હતું કે ‘આ બોર્ડ અમારી પરવાનગીથી લગાડવામાં આવ્યાં નથી. આ બોર્ડમાં ફૂડ-સ્ટૉલવાળા અને ફેરિયાઓને આધાર કાર્ડ સાથે બે ફોટો આપવાનું કોઈ શુભચિંતક દ્વારા કહેવામાં આવ્યું છે. આ શુભચિંતક કોણ છે તેના વિશેની કોઈ જ જાણકારી બોર્ડ પર લખવામાં આવી નથી જે ગેરકાનૂની છે. આ કાર્ય BMCનું છે, નહીં કે કોઈ સંસ્થા કે વ્યક્તિનું. અમે આવાં બોર્ડ લગાડનારા પર કાયદેસર પગલાં લઈશું. તેમની સામે પોલીસમાં ફરિયાદ કરીશું.’

BMC અને પોલીસ હપ્તા લઈને ફૂડ-સ્ટૉલ તેમ જ ફેરિયાઓને પરવાનગી આપે છે એવો આક્ષેપ કરતાં ઘાટકોપર-ઈસ્ટના રામ નારાયણ નારકર માર્ગના એક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આજે ઘાટકોપરમાં ફૂડ-સ્ટૉલનો ત્રાસ વધી ગયો હોય તો એનું મુખ્ય કારણ BMC અને પોલીસના અધિકારીઓ જ છે. અમારા રોડના એક ભાગમાં પહેલાં એક ગેરકાયદે ચાઇનીઝ સ્ટૉલ છે. એમાં હવે એક વધુ ફૂડ-વૅન આવી ગઈ છે જેને લીધે આ વિસ્તારમાં ટ્રાફિક જૅમની સમસ્યા શરૂ થઈ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK