નગરસેવકોના શુભેચ્છકો, વૉટ્સઍપ મેસેજો પર નિયંત્રણ રાખો

જાગરૂક નાગરિકો આવી માગણી કરી રહ્યા છે : નવા ચૂંટાયેલા નગરસેવકોએ ફેરિયામુક્ત ઘાટકોપર કરી દીધું એવા મેસેજો વાઇરલ થયાના થોડા જ કલાકોમાં ઘાટકોપર ફેરિયાઓથી ધમધમી ઊઠ્યું હતું

station

રોહિત પરીખ

BMCના ઇલેક્શન પછી ગયા અઠવાડિયામાં BMC અને ફેરિયાઓમાં સંતાકૂકડીની રમત રમાઈ હતી. આ સંતાકૂકડીની રમતમાં BMCએ અનેક વિસ્તારોમાંથી ફેરિયાઓ હટાવ્યાના કલાકોમાં જ ફેરિયાઓએ તેમનું સ્થાન ફરીથી ગ્રહણ કરી લીધું હતું.

આ રમતની સૌથી વધુ મજા તો એ હતી કે જે એરિયામાંથી ફેરિયાઓ હટાવવામાં આવતા હતા એ એરિયાના નવા ચૂંટાયેલા નગરસેવકના હિતેચ્છુઓ બીજી જ સેકન્ડે વૉટ્સઍપ પર એવો મેસેજ વહેતો કરી દેતા હતા કે તેમના નગરસેવકને લીધે જે અને તે વિસ્તારોમાંથી BMCએ ફેરિયાઓ હટાવવાની કાર્યવાહી કરી છે.

vallabh

આ બાબતની માહિતી આપતાં રમેશ છેડા, સુનીલ પંચાલ, વિજય  શાહ, ભરત શાહ, પ્રમિલા મારુ, રેખા ઠાકોર જેવા અનેક જાગરૂક નાગરિકોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વૉટ્સઍપના માધ્યમથી લોકોએ ખોટા સમાચાર વાઇરલ કરવાનું બંધ કરવું જોઈએ. જે કાંઈ બને એની પૂરતી તપાસ કરીને પછી જ મેસેજ વાઇરલ કરવા જોઈએ. બીજી માર્ચે એટલા બધા મેસેજ વાઇરલ થયા કે જાણે નવા આવેલા નગરસેવકોએ ઘાટકોપરને ફેરિયામુક્ત કરી દીધું હોય.’

આ મેસેજો વાઇરલ થયાના થોડા જ સમયમાં વલ્લભબાગ લેનની ખાઉ ગલી, મહાત્મા ગાંધી રોડ, ઘાટકોપર-વેસ્ટનો શ્રદ્ધાનંદ અને હીરાચંદ દેસાઈ રોડ ફેરિયાઓથી ધમધમતો થઈ ગયો હતો એમ જણાવતાં આ જાગરૂક નાગરિકોએ કહ્યું હતું કે ‘આ દૃશ્ય જોવાથી નવા નગરસેવકોનાં નામ ખરાબ થાય છે. તેમનો ઉત્સાહ ભાંગી પડે છે. એનો પણ તેમના શુભેચ્છકોએ વિચાર કરીને મેસેજો વાઇરલ કરવા જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK