મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણી માટે પ્રવીણ છેડા સજ્જ

BMCની ચૂંટણીનાં પરિણામ પછી ૨૪ કલાકમાં કાર્યરત બન્યા

pravin

રોહિત પરીખ

ગયા અઠવાડિયે યોજાયેલી BMCની ચૂંટણીમાં હારી ગયા પછી પણ ૨૪ કલાકમાં જ જુસ્સાભેર જનહિતનાં કાર્યો માટે કાર્યરત બની ગયેલા કૉન્ગ્રેસના પ્રવીણ છેડા હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણી માટે સજ્જ થઈ ગયા છે.

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગર-રાજાવાડીના વિસ્તારોને આવરી લેતા BMCના વૉર્ડ-નંબર ૧૩૨માંથી BJPના પરાગ કિશોર શાહ સામે કૉન્ગ્રેસના પ્રવીણ છેડા ૨૭૨૫ વોટથી હારી ગયા હતા. આ ફાઇટ BJP અને કૉન્ગ્રેસ એમ બે રાજકીય પક્ષો કરતાં પ્રવીણ છેડા અને પ્રકાશ મહેતા વચ્ચેની વધુ બની હતી. એ સિવાય BJPએ મન ઇન્ફ્રા કન્સ્ટ્રક્શનના મૅનેજિંગ ડિરેક્ટર, પારસધામના રચયિતા, કરોડોના આસામી અને નૉન-પૉલિટિકલ પરાગ શાહને પ્રવીણ છેડા જેવા બાહોશ પૉલિટિશ્યન સામે ઉતારતાં મુંબઈગરાઓ અને રાજનેતાઓ માટે આ ચૂંટણી રસદાયક બની હતી.

આ ચૂંટણીનાં પરિણામો પછી ઘાટકોપરની જનતામાં પ્રવીણ છેડા હવે શું કરશે એવો સવાલ ચર્ચાતો હતો. આનો જવાબ આપતાં પ્રવીણ છેડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્રવીણ છેડા ઘાટકોપરની જનતા માટે અડધી રાતનો હોંકારો છે. મારી કાર્યક્ષમતા પર આજે પણ મારી જનતાને પૂર્ણપણે વિશ્વાસ છે. રાજકીય પરિબળોની રમત પૂરી થઈ ચૂકી છે. આજે પણ વીસ હજારથી વધુ યુવા વર્ગ સહિતના લોકો સોશ્યલ મીડિયા પર મારી કાર્યદક્ષતા, કાર્યશીલતા અને કાર્યક્ષમતા વિશે પૉઝિટિવ ભાવ ધરાવે છે. એને કારણે જ મને મારી હારમાં પણ મારો વિજય દેખાય છે.’

મારી જનસેવા અવિરત ચાલતી હતી, ચાલે છે અને ચાલતી રહેશે એમ જણાવતાં પ્રવીણ છેડાએ શુક્રવારે ૨૬ ફેબ્રુઆરીએ બનેલા એક બનાવનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘હું પરિણામના ૨૪ કલાકમાં જ મારા રાજાવાડીના જનસંપર્ક કાર્યાલયમાં હાજર થઈ ગયો હતો. મારા શુભેચ્છકો અને કાર્યકરો મારી હાજરી જોઈને ચમકી ગયા હતા. હજી તો હું ઑફિસમાં તેમની સાથે વાતચીત કરતો હતો ત્યાં જ મને નાઇન્ટી ફીટ રોડ પર આવેલી સાંઈ વૈભવ સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ આવી હતી. તેમની ફરિયાદ તેમની સોસાયટીની બાજુમાં બની રહેલી એક સ્કૂલના કૉન્ટ્રૅક્ટર સામે હતી. આ કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને લીધે લોખંડનો એક પાઇપ આવીને સાંઈ વૈભવ સોસાયટીના કમ્પાઉન્ડમાં પડ્યો હતો. આ કમ્પાઉન્ડમાં બાળકો રમતાં હોય છે અને કાર પણ પાર્ક કરાયેલી હોય છે. જોકે આ પાઇપ પડવાથી કોઈને ઈજા નહોતી થઈ, પરંતુ તેમને આવું ફરીથી ન બને એ માટે મારી મદદ જોઈતી હતી. આ સોસાયટીના સભ્યોએ કહ્યું હતું કે અમને તમારા માટે પ્રેમ છે અને તમારી કાર્યક્ષમતા પર અમને વિશ્વાસ છે એટલે જ અમે તમને બોલાવ્યા છે.’

આ સોસાયટીના સભ્યોની જેમ અનેક યુવાનો અને લોકોનો મારા પ્રત્યે પ્રેમ છે એમ જણાવતાં પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘હું સાવ જ મામૂલી મતોથી હાર્યો છું, પણ ફેસબુક પર જે રીતે યુવા વર્ગે મારાં કાયોર્ની પ્રસંશા કરી છે એ વાંચીને મારી આંખો ભરાઈ આવી હતી. આ યુવાનો અને તેમના જેવા લોકોએ મારા પર દર્શાવેલા ટ્રસ્ટને હું તૂટવા નહીં દઉં. હું હંમેશાં કાર્યરત રહીશ. મેં અત્યારથી જ વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે અને હું એ ચૂંટણી લડવા સજ્જ છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK