વિકાસલક્ષી અને છપ્પનની છાતીવાળો છે પ્રવીણ છેડા, તેનાં કાર્યો એનો પુરાવો છે

ગારોડિયાનગર વેલ્ફેર ફેડરેશન ઑફ હાઉસિંગ સોસાયટીઝનો અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓનો મત

pravin

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગર અને રાજાવાડીના વિસ્તારોને સમાવતા વૉર્ડ-નંબર ૧૩૨ના કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રવીણ છેડા વિકાસલક્ષી અને છપ્પનની છાતીના હોવાથી અમે આ BMCની ચૂંટણીમાં પ્રવીણ છેડાને અમારો ટેકો જાહેર કર્યો છે એવી જાહેરાત ગારોડિયાનગર વેલ્ફેર ફેડરેશન ઑફ હાઉસિંગ સોસાયટીઝે કરી હતી. આ જાહેરાત સાથે જ ગારોડિયાનગર અને રાજાવાડી વિસ્તારોમાં પ્રવીણ છેડા તરફી હવા ફેલાઈ રહી હોવાનો પ્રવીણ છેડાના સહયોગીઓએ દાવો કર્યો હતો.

અમારું ફેડરેશન સંપૂર્ણપણે નૉન-પૉલિટિકલ છે એમ જણાવતાં આ ફેડરેશનના પ્રેસિડન્ટ પ્રદીપ જોષીએ મિડ-ડે LOCALને આપેલી વિશેષ મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમારા ફેડરેશનનું કાર્ય એ છે કે અમારા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓને અને એમાં રહેતા રહેવાસીઓને સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ તરફથી બધી જ સવલતો મળતી રહે. આ સવલતો અપાવવામાં અમને જે મદદગાર થાય એ અમારા માટે મહત્વની વ્યક્તિ બની જાય છે. આ જ કારણસર અત્યારે અમારા ફેડરેશને પ્રવીણ છેડાને સપોર્ટ આપવાનો નિર્ધાર કર્યો છે.’

જે કાર્યો છેલ્લાં ૪૦ વર્ષથી પ્રાઇવેટ લેઆઉટના નામે રખડી રહ્યાં છે એ કાર્યો ૧૮ મહિના જેટલા ટૂંકા સમયમાં પૂર્ણ કરવાની પ્રવીણ છેડાએ અમને ખાતરી આપી છે પર પ્રકાશ ફેંકતાં પ્રદીપ જોષીએ કહ્યું હતું કે ‘અમારી લડત એક-બે વર્ષ જૂની નથી. અમે અમારા વિસ્તારની ગટરો, રસ્તાઓ અને સિવરેજ લાઇનોની સમસ્યા સામે ૩૦ વર્ષથી લડી રહ્યા છીએ જેની સામે અમને રાજનેતાઓ તરફથી ફક્ત વચનોની લહાણી થઈ છે. એક પણ કાર્ય પૂર્ણ થયું નથી. અમને દર પાંચ વર્ષે મૂરખ બનાવવામાં આવે છે. હવે મૂરખ બનવાનો સમય પૂરો થયો છે. હવે શાણા બનીને અમારી માગણીઓ પૂરી કરાવવાનો સમય આવી ગયો છે જેના માટે પ્રવીણ છેડા અમારી સાથે વચનબદ્ધ બન્યા છે.’

અમને માણસ ઓળખતાં આવડે છે એમ જણાવતાં ફેડરેશનના કમિટી-મેમ્બર સુનીલ જોઇસરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે પ્રવીણ છેડાને સપોર્ટ જાહેર એટલે નથી કર્યો કે તેણે અમને વચનો આપ્યાં છે. અમારી પરીક્ષામાં પાસ થયા પછી અમે તેના પર વિશ્વાસ મૂકયો છે. ગારોડિયાનગરમાં જ નહીં, એની આસપાસ આવેલા સુધા પાર્ક, શાંતિ પાર્ક, નાથ પૈ નગર જેવા અનેક વિસ્તારો સાથે ઘણાં વર્ષોથી ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં નાગરી સુવિધા સિવાયની પણ અનેક સમસ્યાઓ સામે રાજનેતાઓએ દુર્લક્ષ કર્યું છે. સુધા પાર્ક અને શાંતિ પાર્ક પાસે રિક્ષાપાર્કિંગની મોટી સમસ્યા છે જેને દૂર કરવા માટે અમે સંબંધિત બધા જ ડિપાર્ટમેન્ટમાં ચંપલ ઘસી ચૂક્યા છીએ, પરંતુ અમને રાજનેતાઓનો સાથ ન મળવાથી અમે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ ગયા છીએ. આવી જ રીતે શાંતિ પાર્કની અમુક સમસ્યાની પ્રવીણ છેડાને ખબર પડી અને તેણે એ કાર્ય ફક્ત ૪૮ કલાકમાં પૂર્ણ કરાવ્યું હતું.’

પ્રવીણ છેડાને અમે વિકાસલક્ષી અને છપ્પનની છાતીનો કહીએ છીએ એમ જણાવતાં સુનીલ જોઇસરે કહ્યંા હતું કે ‘પ્રવીણ છેડા પહેલાં જૂના વૉર્ડ- નંબર ૧૨૪ના નગરસેવક હતા. એ વિસ્તારના અમારા મિત્રો અને સ્વજનોએ તેમના વિસ્તારના વિકાસની માહિતી અમને આપી હતી. આ વાત સાંભળીને અમે પ્રવીણ છેડાને વગર અપૉઇન્ટમેન્ટે મળવા ગયા છતાં તેમણે અમારી વાતો અને ફરિયાદો શાંતિથી સાંભળી હતી અને જે કાર્ય માટે અમને ઘણાં વર્ષોથી ફક્ત વાયદાઓ જ કરવામાં આવતા હતા એ સિવરેજનું કાર્ય બહુ જ ટૂંકા સમયમાં અમને કરીને તેની કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો જે તેની વિકાસલક્ષી દૃષ્ટિનું અમારા માટે સૌથી મોટું ઉદાહરણ હતું. એ જ દિવસથી અમે તેને અમારા વિસ્તારના નગરસેવક બનાવવાનો નિર્ધાર કર્યો હતો.’

સુનીલ જોઇસરની સાથે નાથ પૈ નગરના રહેવાસી અને બિઝનેસમૅન મનજિત ગાંધી સહમત થયા હતા. તેમણે પ્રવીણ છેડાની કાર્યશક્તિ વિશે માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્રવીણ છેડા પાસે લીડરશિપના ગુણ છે. એ રાજકારણી હોવા છતાં કમિટમેન્ટ પૂર્ણ કરે છે. અમારા વિસ્તારમાં વર્ષોથી રાજનેતાઓ ડ્રેનેજ લાઇન, લાઇટ, ગાર્ડન અંગેની સમસ્યાઓની વાત સાંભળવા તૈયાર નહોતા. આ રાજનેતાઓને મળવા માટે અમારે પત્રવ્યવહાર અને ફોન પર અપૉઇન્ટમેન્ટ લેવી પડતી હતી, જ્યારે પ્રવીણ છેડા સાથેની મીટિંગમાં તેના ફ્રેન્ડલી સ્વભાવનો અને રિલેશનશિપને મહત્વ આપતો હોવાનો અમને અનુભવ થયો હતો. પ્રવીણ છેડાને અમારે શોધવા જવું પડતું નહોતું. એ હંમેશાં સમય ફાળવીને અમને મળતો હતો. તે એક ડૅશિંગ નિર્ધારવાળો રાજકારણી છે.’

પ્રવીણ છેડાનાં વિકાસકાયોર્ની માહિતી આપતાં ચક્ષુદાન અને ત્વચાદાનના પ્રણેતા ભૂપત શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગારોડિયાનગરમાં એટલી બધી સમસ્યાઓ છે કે ત્યાં કાચાપોચા માણસનું કામ નથી. આ સમસ્યા ઉકેલવાનું વચન આપવું અને વચન આપતાં પહેલાં જ એ કાર્યમાં પહેલ કરવાની શક્તિ

પ્રવીણ છેડામાં જ છે. અમારી સમસ્યાઓ સાંભળવા અને એનું જલદી નિરાકરણ થાય એના માટે  પ્રવીણ છેડાએ અમારા જ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી ઑફિસ શરૂ કરી છે. તેમના વિદ્યાવિહાર-ઈસ્ટની ચિતરંજન કૉલોની, ડી કૉલોની, શાસ્ત્રીનગર, જવાહરનગર, હિંગવાલા લેનના ગાર્ડનની બદલેલી સૂરત જેવાં અનેક કાર્યો તેની શક્તિના પુરાવા છે. તેની પાસે વિકાસનું વિઝન વાતો નથી, પેપરવર્ક છે જે નજીકના ભૂતકાળમાં તેણે પુરવાર કરી બતાવ્યું છે તેમ જ ગારોડિયાનગરમાં ટૂંક સમયમાં લોકોને જોવા પણ મળશે. એ વિશ્વાસને કારણે જ અમે આજે તેની સાથે ઊભા છીએ. અમે ઇચ્છીએ છીએ કે અમારો નગરસેવક પ્રવીણ છેડા જેવો હોય.’

તાતા-બિરલા અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓનાં સમાજકાર્યો બિરદાવવા જેવા છે, તેમણે સમાજ માટે આપેલાં યોગદાનો પ્રસંનીય છે; પણ અમને ડોનેશન નથી જોઈતું.... અમને નાગરી સુવિધાઓ જોઈએ છે જેનાથી અમે વર્ષોથી વંચિત છીએ એમ જણાવતાં પ્રદીપ જોષીએ કહ્યું હતું કે ‘અમને નૅશનલ પૉલિટિક્સમાં રસ નથી. અમને રસ છે અમારા વિસ્તારની ગંદકી દૂર થાય. અમારા વિસ્તારમાં અમે સુરક્ષાપૂર્વક હરીફરી શકીએ. આ કાર્ય માટે અમારે પૉલિટિશ્યનની જ જરૂર છે. આ કાર્ય એક પૉલિટિશ્યન જ કરી શકે. અમને અમારા મૂળભૂત હક્કો રાજકારણી જ અપાવી શકે એમ છે. આ કાર્યો એક સ્થાનિક રાજકારણી જ કરી શકે, ઉદ્યોગપતિ નહીં. આથી જ અમે આ વખતે પ્રવીણ છેડાની પસંદગી કરી છે. અમારા રહેવાસીઓને ડોનેશનની નહીં, મૂળભૂત અધિકારો પાછા મળે એમાં રસ છે. એના માટે અમે કોઈ પાર્ટી નહીં, વ્યક્તિની પસંદગી કરી છે જે વ્યક્તિના વચન પર અમને પૂર્ણ વિશ્વાસ છે.’

ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોએ અમને હોશિયાર બનાવ્યા છે એમ જણાવતાં પ્રદીપ જોષીએ કહ્યું હતું કે ‘૨૦૦૨માં સરકારે પ્રાઇવૅટ લેઆઉટની સમસ્યાઓને દૂર કરવા માટે એક કમિટીની નિમણૂક કરી હતી. આ કમિટીએ તૈયાર કરેલા રિપોર્ટ પ્રમાણે પ્રાઇવેટ લેઆઉટની સુવિધાઓ માટે સરકાર ૩૩ ટકા, BMC ૩૩ ટકા અને પ્રાઇવેટ લેઆઉટમાં આવતી સોસાયટીઓએ ૩૩ ટકા યોગદાન આપવાનું હતું. આ ફૉમ્યુર્લા સાથે ૨૦૦૪માં BMC સહમત થઈ હતી. અમે ૨૦૦૪માં હાઈ કૉર્ટમાં ગયા ત્યારે આ ફૉમ્યુર્લા સાથે અમારે પણ નછૂટકે સહમત થવું પડ્યું હતું. હવે એના માટે અમુક રાજનેતાઓના કાર્યકરો ફેડરેશન પર દોષારોપણ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પણ એનાથી અમને ફરક પડતો નથી. હંમેશાં સત્યનો જ વિજય થાય છે.’

યસ હી ઇઝ મૅન ઑફ વર્ક ઍન્ડ કમિટમેન્ટ


જગન્નાથ ડી. કુલકર્ણી,  સિંધુ બાગ, ટિળક રોડ


અમે નહીં, પ્રવીણ છેડાનાં કામ બોલે છે. ઘાટકોપરનું પરિવર્તન અને વિકાસ તો પ્રવીણ છેડાએ ક્યારનાં શરૂ કરી દીધાં છે. મને પૂછો તો મારી આસપાસના બેથી ત્રણ કિલોમીટરના વિસ્તારોમાં ૨૦ વર્ષમાં કોઈ નગરસેવકે કામ કર્યું નહોતું એવું કાર્ય પ્રવીણ છેડાએ પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે. બીજું, જેણે કામ કર્યું હોય તેણે તેના નામનાં બોર્ડ લગાડેલાં છે અને જેણે ન કર્યું હોય તેણે નહીં. એવો કયો રાજકારણી છે જેણે તેના વિસ્તારોમાં કાર્ય કરીને તેના નામનું બોર્ડ ન લગાડ્યું હોય. આ બોર્ડના માધ્યમથી તે નેતા અન્ય નેતાઓને કામ કરવા માટે પ્રોત્સાહિત કરતો હોય છે. જૂનો વૉર્ડ-નંબર ૧૨૪ પ્રવીણનાં બેસ્ટ કાયોર્નો જબરદસ્ત મોટો પુરાવો છે. તે બોલે છે એ કરે છે. તે વાયદાઓ કરતાં પહેલાં હોમવર્ક કરે છે. એ વિકાસલક્ષી અને સાચો છપ્પનની છાતીવાળો છે એમાં શંકાને સ્થાન નથી.

કિરીટ દામાણી શિક્ષક, પ્રેસિડન્ટ : પરમ કેશવ બાગ

પ્રવીણ છેડા હવામાં ગોળીબાર કરતા નથી. એ એજન્ડા બનાવીને વાયદાઓ કરે છે એટલું જ નહીં, એ વાયદાઓ તે પરિપૂર્ણ પણ કરે છે. તેના મગજમાં સતત ઘાટકોપરના વિકાસ માટેના પ્લાનિંગ ફરતા હોય છે જેને તે અમલમાં મૂકે છે. તેણે ઘાટકોપરમાં અનેક વિસ્તારોમાં શૂન્યમાંથી સર્જન કર્યું છે. તે યુવાશક્તિ માટે પ્રેરણારૂપ છે. તે તેની નવી વિચારસણી અને વિઝનને સાક્ષાત કરીને બતાવે છે. હિંગવાલા લેનનું ગાર્ડન એનું ઉદાહરણ છે. ખોખાણી લેન એનો બીજો પુરાવો છે. તે વચનોની નહીં, તેનાં કાયોર્ની લહાણીને લીધે લોકોના હૃદયમાં સ્થાન પામ્યો છે. તે ફક્ત તેના વૉર્ડમાં જ નહીં, અન્યોના વૉર્ડમાં જઈને પણ વિકાસનાં કાર્યો કરે છે એટલે જ લોકો તેને છપ્પનની છાતીનો અને લોખંડી પુરુષ કહે છે. 

રાયશી ગડા વેપારી, ટિળક રોડ

શાંતિ પાર્કની પાંચ વર્ષ જૂની સમસ્યા ૧૫ દિવસમાં દૂર કરી. હિંગવાલા લેનની એક સોસાયટીમાં પાણીની સમસ્યાને એક રાતમાં દૂર કરી. વૃક્ષો ધરાશાયી થાય પછી લોકોને અનેક પ્રકારની મુસીબતો થતી હોય છે. આ સમયે એક પણ રૂપિયાનો ખર્ચ કરાવ્યા વગર રહેવાસીઓને મદદ કરવાનો શ્રેય પ્રવીણ છેડાને જાય છે. આવાં તો અનેક કાયોર્નો ઘાટકોપરવાસીઓને અનુભવ છે. જે વૉર્ડમાં નગરસેવક નહોતો એ વૉર્ડના રહેવાસીઓની ફરિયાદો પણ સાંભળવી અને તેને દૂર કરવી એમાં પ્રવીણ છેડા માહિર છે. તે કયા વૉર્ડમાંથી ઇલેક્શન લડે છે એ મહત્વનું નથી, પણ તેને ખબર છે કે એ વૉર્ડ સમસ્યાઓથી ભરપૂર છે. આમ છતાં એ વૉર્ડમાંથી પ્રવીણ છેડા ઇલેક્શન લડે છે એ તેની છપ્પનની છાતીનો સૌથી મોટો પુરાવો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK